________________
૩ss
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છે તે પુદ્ગલની દશા છે. ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. આનંદ ને શાંતિની એ દશા તેની છે. રતિ-અરતિ આદિ ઉત્પન્ન થાય છે તે પુગલ કર્મના ઉદયનો સ્વાદ છે. જ્ઞાનમાં તે સ્વાદ જણાય છે. છતાં તે સ્વાદ છે તે મારો છે એવી મિથ્યાદેષ્ટિની માન્યતા છે.
જેમ શીત-ઉષ્ણ એ પુદગલની અવસ્થા છે તેથી તે પુગલ સાથે અભિન્ન છે, તેમ સુખ-દુઃખ આદિ કલ્પના એ પુદ્ગલની અવસ્થા છે, પુદ્ગલ કર્મના ઉદયનો એ સ્વાદ છે, એ તારા જ્ઞાનમાં ભાસે છે એ તારો સ્વાદ છે. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ છે ને અતીન્દ્રિય આનંદનો સ્વાદ એ તારો સ્વાદ છે પણ અજ્ઞાની રાગવૈષને સુખ-દુઃખની કલ્પનાને મારી માની રહ્યો છે કે જે જડની અવસ્થા છે.
- રાગ-દ્વેષ-સુખ-દુઃખની કલ્પના એ તો પુદ્ગલની અવસ્થા છે. પુદ્ગલથી અભિન્ન છે ને આત્માથી અત્યંત ભિન્ન છે. પ્રભુ! એકવાર સાંભળતો ખરો ! તારામાં અનંત ચૈતન્ય રત્નાકર ભર્યા છે, એની દૃષ્ટિ કરતા જે દશા પ્રગટ થાય એ તારી દશા છે. પરંતુ અજ્ઞાનને લીધે આનંદનો નાથ પ્રભુ અને રાગ-દ્વેષ આદિ જડની દશા એ બેનું ભેદજ્ઞાન નહીં હોવાથી એમ માને છે કે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ અવસ્થા મારી છે, એ મારો જ સ્વાદ છે એમ અજ્ઞાની અજ્ઞાનને લીધે માને છે. કારણ કે જ્ઞાન છે તે સ્વચ્છ છે તેથી જેમ શીત-ઉષ્ણ જ્ઞાનમાં જણાય એમ રાગાદિ જ્ઞાનની સ્વચ્છતાને લીધે જણાય છે ત્યાં અજ્ઞાનીને જાણે છે કે જ્ઞાન જ રાગાદિરૂપે થઈ ગયું હોય તેમ અજ્ઞાનથી ભાસે છે. જ્ઞાનની સ્વચ્છતામાં રાગાદિ જણાય છે, ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે, ત્યાં અજ્ઞાની તેને જાણતા એમ માની લે છે કે એ મારા જ છે. કેમકે રાગાદિથી ભિન્ન સ્વરૂપની એને ખબર નથી. તેથી અજ્ઞાની એમ માને છે કે- “હું રાગી છું, હું દ્રષી છું, ' ઇત્યાદિ. -આ રીતે અજ્ઞાની રાગ દ્વેષાદિનો કર્તા થાય છે.
(આત્મધર્મ અંક - ૪૨૯, પેઈજ નં.-૪ થી ૬) પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા-૧૪નાં પ્રવચનમાંથી [ ] શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની આ ૧૪ મી ગાથા છે. તેમાં સંસારનું મૂળ કારણ શું છે તે બતાવે છે.
પૂર્ણાનંદનો નાથ પ્રભુ-ભગવાન ચૈતન્ય સમાધિ સહિત છે તે વિકારી પરિણામ અને શરીરાદિથી રહિત સ્વભાવિક તત્ત્વ છે. છતાં અજ્ઞાની જીવોને મિથ્યાષ્ટિમાં હું રાગથી અને શરીરથી સહિત છું એમ ભાસે છે. અજ્ઞાની જીવ વર્ણ, ગંધ, સ્પર્શ, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય આદિથી હું સહિત છું એમ માને છે તે મિથ્યાત્વભાવ સંસારમાં રખડવાનું બીજ છે.
વાનિશાનાં એટલે અજ્ઞાની પોતાની જાતનો અજાણ અને કજાતને પોતાની જાતમાં ભેળવનાર મૂર્ખ અજ્ઞાની છે. તેને અશુભ અને શુભ વિકારી ભાવોમાં પોતાપણું ભાસે છે તે પ્રતિભાસ જ ખરેખર સંસારનું બીજ છે. અરે ! ભગવાનની ભક્તિ, સ્તુતિ