________________
૩૬૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
તેની હા પાડી તો પૂર્ણતા જ પ્રગટી જશે. અંતરથી પૂર્ણ સ્વભાવનું જોર ચડે કે-હા પરિપૂર્ણ જ છું, મારી અવસ્થા ઊણી હોઈ શકે જ નહીં; એમ જો હા પાડતો હાલ્યો આવ સિદ્ધમાં, અને ના પાડતો જા નિગોદમાં.
પોતે જ્ઞાનસ્વરૂપ જ છે, ત્રિકાળ પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ છો; એકવાર પરિપૂર્ણ સ્વરૂપનો અંતરથી સાચો હોંકારો આપે તે પૂર્ણ જ્ઞાનસ્વરૂપે પ્રગટ થઈ જ જાય.
અહો ! સંતોએ માર્ગ સહેલા કરી દીધાં છે. આત્મતત્ત્વના સાચા ભાન વિના તું શું કરીશ ભાઈ? અનાદિ કાળમાં આત્મતત્ત્વના ભાન વિના પુણ્ય પણ અનંતવાર કરી ચૂક્યો, પણ ભાઈ ! જેનાથી જન્મ મરણના અંત ના આવે અને આત્મતત્ત્વની સ્વાધીનતા ન ખીલે એને તે કાંઈ આચરણ કહેવાય ? તેનાથી આત્માને શું લાભ! બસ! જે ભાવે જન્મ મરણ ટળે એ જ લાવ! એ જ લાવ! (જયેધવલા ૨૦,૨૧,૨૨,૨૩કલમમાંથી, આત્મધર્મ અંક ૧૯, પેઈજ નં.-૧૧૦)
શ્રી સમયસાર ૯૨ ગાથા ઉપરનું
પૂ. ગુરુદેવનું પ્રવચન [ ] રાગ-દ્વેષ, સુખ-દુઃખ આદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ હોવાથી આત્માથી
અત્યંત ભિન્ન છે. પરંતુ અજ્ઞાનને લીધે તેનું ભેદજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાની જીવ “હું રાગી છું' – ઇત્યાદિ પ્રકારે રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે એમ અહીં સમજાવે છે.
આ આત્મા પોતાના શુદ્ધ આનંદઘન સ્વરૂપના અજ્ઞાનથી ભગવાન આત્મા આનંદ સ્વરૂપ અને રાગ-દ્વેષ-કર્મ-નોકર્મરૂપ પર એ બેના ભેદને નહીં જાણતો થકો, રાગ-દ્વેષ-નોકર્મ મારા છે- એમ પરરૂપ પોતાને કરતો થકો, પોતે અજ્ઞાની રાગાદિનો કર્તા પ્રતિભાસે છે.
કહે છે કે સુખ-દુઃખની કલ્પના થાય છે તે નિશ્ચયથી પુદ્ગલની છે અને તેનું અહીં જ્ઞાન થયું એ જ્ઞાનને સુખ-દુઃખની કલ્પના –એ બેનું ભેદજ્ઞાન નહીં હોવાથી, અનાદિના એકત્વના અધ્યાયને લઈને “હું રાગી છું' આદિ પ્રકારે રાગનો કર્તા પ્રતિભાસે છે. વ્રતતપ-ઉપવાસ આદિનો ભાવ એ રાગ ને તેનું જ્ઞાન-એ બેના ભેદને જે જાણતો નથી તે, જેમ શીતઉષ્ણ રૂપે આત્માનું પરિણમવું અશક્ય છે. -ક્યારેય ઠંડો ગરમ આત્મા થતો નથી તેમ, રાગ-દ્વેષ, સુખ-દુઃખની કલ્પનાના ભાવરૂપે આત્મા વડે પરિણમવું અશક્ય છે. એવા રાગ-દ્વેષ-સુખ-દુઃખ આદિરૂપ અજ્ઞાનાત્મા વડે “હું રાગાદિપણે પરિણમ્યો' - એમ માને છે. “હું રાગાદિરૂપ થઉં છું' – એમ અજ્ઞાની માને છે પણ વસ્તુ રાગરૂપે પરિણમતી નથી.
ભગવાન આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે પણ જ્ઞાનપણે પ્રગટવું છોડીને અજ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે સ્વયં અજ્ઞાનમય થયો થકો “હું આ રાગનો કર્તા છું' – આદિ વિધિથી રાગાદિનો કર્તા અજ્ઞાની પ્રતિભાસિત થાય છે.
આત્માની પર્યાયમાં જે રાગાદિ દેખાય છે, રાગ-દ્વેષ-સુખ-દુઃખની કલ્પના દેખાય