________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૬૩ (૨) અંશી અને અંશ અર્થાત્ વસ્તુ અને વસ્તુનો ભાવ બન્ને જુદા-જુદા નથી પણ અભેદ છે, તેથી એકના પ્રત્યક્ષ હોવાથી બન્નેનું પ્રત્યક્ષ હોવાપણું સિદ્ધ થાય છે. “અંશ” નામ પણ અંશીની અપેક્ષા રાખીને છે. (૩) હવે તે દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે - જેમ કે એક થાંભલો ( ઘંભ) હોય, તેને જોઈને લોકો કહે છે કે “આખો સ્તંભ નજરે દેખાય છે – આમ બોલવાનો વ્યવહાર જગત પ્રસિદ્ધ છે; ત્યાં સ્થંભ જોવામાં તો ઇન્દ્રિયનો સ્થૂળ વિષય છે, છતાં તેમાં અંશ જોવા છતાં આખી વસ્તુ જોયાનો સ્વીકાર કરે છે, તો આ કેવળજ્ઞાન તો અતીન્દ્રિય છે અને તેનો અંશ મતિજ્ઞાન પ્રત્યક્ષ છે તો મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે. લોકોને પર વસ્તુમાં વ્યવહારની બરાબર ખબર પડે પણ પોતાની વસ્તુમાં ભરોસો બેસતો નથી; પોતાના સામર્થ્યનો સ્વીકાર જ કરતા નથી તેથી તેની દૃષ્ટિ બહારમાં પર ઉપર જાય છે.
આંખના વિષયમાં વસ્તુનો એક ભાગ જણાતાં આખી વસ્તુ જોઈ એમ કહે છે, તો સ્વ-અપેક્ષાએ પોતાની પર્યાયનો જે અંશ ઉઘડ્યો તે આખું દ્રવ્ય પ્રત્યક્ષ છે” એમ ન કહેતો કોણ કહે? સમવસરણમાં જાય અને ત્યાં ભગવાનના શરીરની બહારનો અમુક ભાગ જ નજરે દેખાય છતાં બહાર આવીને કહે કે “મેં તો ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા ત્યાં (આંખના વિષયમાં) પ્રત્યક્ષ માને તેમ સ્વમાં નિશ્ચયનો અંશ ઉઘડ્યો તેમાં આખી વસ્તુ પ્રત્યક્ષ જ છે; સંપૂર્ણ જ્ઞાનના આશ્રયે જે જ્ઞાનનો અંશ ઉઘડ્યો તે જ્ઞાનનો અંશ આખાને પ્રત્યક્ષ ન કરે તો કોણ કરે? એક પ્રશ્ન:- જો કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે તો પછી કેવળજ્ઞાનનો વિષય પણ પ્રત્યક્ષ હોવો જોઈએ ને? ઉત્તર- હા, કેવળજ્ઞાનનો વિષય પણ પ્રત્યક્ષ જ છે. ત્રણકાળ ત્રણલોકને જાણવાની જે વ્યાખ્યા છે તે તો લોકોની બાહ્ય દેષ્ટિ છે, અને તેઓ બહારના મહાભ્યને જુએ છે માટે કહ્યું છે. પણ અહીં કેવળજ્ઞાનનો વિષય એ રીતે પ્રગટ છે કે- જગતના છએ દ્રવ્યોના (છ દ્રવ્યોમાં પોતે પણ સાથે આવી જાય છે) સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ જાણે છે, કોઈ દ્રવ્યના સ્વરૂપથી અજાણ નથી તેથી જગતના બધા દ્રવ્યોનું સ્વરૂપ જાણે છે માટે કેવળજ્ઞાનનો વિષય પણ પ્રત્યક્ષ છે. (અહીં જે મતિજ્ઞાનને કેવળજ્ઞાનના અંશ તરીકે લેવામાં આવ્યું છે તે સમ્યમતિ જ્ઞાન છે.).
એક પુદ્ગલ પરમાણુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું તો જગતમાં જેટલા પુદ્ગલો છે તે બધાનું સ્વરૂપ પણ તે જ પ્રમાણે જણાય ગયું છે તે જ રીતે બધા જીવોનું સ્વરૂપ સરખું જ છે એ પણ જણાય ગયું છે માટે કેવળજ્ઞાનનો વિષય પ્રત્યક્ષ છે.
મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. મતિજ્ઞાનમાં કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણ્યા વિના “આ મતિજ્ઞાન કેવળજ્ઞાનનો અંશ છે” એમ લાવ્યા ક્યાંથી? કેવળજ્ઞાનને જોયા વિના “આ અંશ કેવળજ્ઞાનનો છે” એમ નક્કી શી રીતે કર્યું? કેવળજ્ઞાનને જાણ્યા વિના તે નક્કી થઈ શકે નહીં, તેથી જ્યાં અંશ-અવયવ (મતિજ્ઞાન) પ્રત્યક્ષ છે ત્યાં અંશી