________________
૩૬૧
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
લક્ષે સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન કેમ પમાય? તેની રીત ને વિધિ શું છે? તેની આ વાત છે. ચૈતન્યની જાગૃત જ્યોતવાળો ધ્રુવ છે ત્યાં જા તો એ જરૂર પ્રાપ્ત થશે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે પણ તે એકલા પરને પ્રકાશી રહ્યો છે તેથી એ જ્ઞાનની પર્યાય મિથ્યા થઈ. એ જ્ઞાનની પર્યાય જેની છે ધ્રુવની છે તેને પ્રકાશે ત્યારે તે સમ્યક કહેવાય.
(આત્મધર્મ અંક-૪૨૪, પેઈજ નં.-૨૨) [ ] હવે, જે જીવ દ્રવ્યશ્રત દ્વારા લોકાલોકના પરયોને જાણે છે, અન્ય પદાર્થના દ્રવ્ય-ગુણ
પર્યાયાદિને જાણે છે તે જીવને વ્યવહારથી શ્રુતકેવળી કહે છે. પર સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયને જોયો સાથે સંબંધ નથી પણ આત્મા સાથે સંબંધ છે. જેમ અરીસામાં કોલસાનું, અગ્નિનું, બરફનું પ્રતિબિંબ પડે છે, તેને કોલસા સાથે જો સંબંધ હોય તો અરીસો કાળો થઈ જવો જોઈએ, અગ્નિ સાથે સંબંધ હોય તો અરીસો ગરમ થઈ જવો જોઈએ. પરંતુ તેમ થતું નથી, કારણકે પ્રતિબિંબને અરીસા સાથે સંબંધ છે, પર પદાર્થો સાથે સંબંધ નથી.
(આત્મધર્મ અંક-૩૮૮, પેઈજ નં.-૧૩) [ ] અરીસાની વર્તમાન અવસ્થામાં જળ કોલસા બરફ અગ્નિ સર્પ આદિ જણાય છે, તે
અવસ્થા જેટલો જ જે માને છે તે અવસ્થા બદલાતા તેની પાછળ દળ રહી જાય છે તેને માનતો નથી. તેમ એક સમયની અવસ્થા જેટલો જ આત્માને માનનાર શેય બદલાતા જ્ઞાનની અવસ્થા બદલી જાય છે, ત્યાં હું નાશ થઈ ગયો તેમ માને છે; પણ તે જ્ઞાન પર્યાય બદલાવા છતાં જ્ઞાનસ્વભાવદળ તેની પાછળ જેવું ને તેવું પડ્યું જ છે તેને અજ્ઞાની માનતો નથી.
(આત્મધર્મ અંક-૩૯૦, બોલ નં.-૩૭)
ઈ મોક્ષમાર્ગ પ્રકાશકમાં એ લીધું છે કે- મિથ્યાત્વ તે તો બંધનું કારણ છે અને તેની સાથે છે તે મિથ્યાત્વને લઈને વિપરીત જ્ઞાન છે; માટે જ્ઞાન તે મિથ્યાત્વનું બંધનું કારણ છે–એમ નથી. જ્ઞાન પોતે અજ્ઞાનરૂપે પરિણમે છે. તેણે સ્વને વિષય કરવો જોઈએ તેને બદલે જ્ઞાન પરના વિષયમાં રોકાઈ ગયું છે એ જ્ઞાનનો પોતાનો દોષ છે. મિથ્યાત્વ છે તે તો નિમિત્ત છે, ઉપાદાનરૂપ અજ્ઞાનપણું (તે પર્યાયનું) છે. અર્થાત્ એકલા પરને જાણવું એ એનો મિથ્યાજ્ઞાનનો પોતાનો સ્વભાવ છે.
(પ્રવચન સુધા ભાગ-૨, પેઈજ નં-૪૪૪) હવે શું કહે છે? પોતાને જાણવા લાયક બ્રેય હું, જાણવાવાળું જ્ઞાન હું, અને અનંતશક્તિરૂપ જ્ઞાતા-એમ ત્રણ નામ ભેદ છે; વસ્તુ ભેદ નથી. શેય કોઈ જુદી ચીજ છે એમ નથી. પોતાની ચીજ પોતાનું શેય છે. જ્ઞાન જુદી ચીજ છે અને જ્ઞાતા જુદો છે–એમ નથી. એ ને એ શેય એ ને એ જ્ઞાન, એ ને એ જ્ઞાતા..! આ વસ્તુની સ્વતંત્રતાની પરિપૂર્ણતાની પરાકાષ્ટા છે. (ધ્યેય પૂર્વક શેય, પેઈજ નં-૨૩૬)ક