________________
૩૬૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] જ્ઞાયકતત્ત્વને જાણનાર-અનુભવનાર જ્ઞાની, રાગને જાણે ત્યાં કાંઈ તેના જ્ઞાનમાં
રાગની ઉપાધિ નથી, જ્ઞાન રાગનું નથી, જ્ઞાન તો જ્ઞાન જ છે. જ્ઞાનપણે જ જ્ઞાન પ્રકાશે છે, કાંઈ રાગપણે તે પ્રકાશતું નથી. ચૈતન્યનું સ્વ-પરપ્રકાશકપણું ખીલ્યું, તે સ્વ-શેયને પ્રકાશતાં પણ જ્ઞાયક જ છે. જ્ઞાનીનો જ્ઞાનભાવ છે તે રાગથી જુદો ને જુદો રહે છે.
(આત્મધર્મ અંક-૩૪૩ પેઈજ નં.૪) [ઉ] જ્ઞાયકઆત્મા જ્યારે અંતર્મુખ થઈને પોતે પોતાના સ્વરૂપને જ સ્વસંવેદનપણે પ્રકાશે
છે ત્યારે પોતે જ જ્ઞાતા ને પોતે જ શેય, એ રીતે જ્ઞાતારૂપ કર્તાને શેયરૂપ કર્મ એ બંનેનું એકપણું છે, જ્ઞાયક પોતે જ પોતાને પ્રકાશે છે, તેમાં વચ્ચે રાગની અપેક્ષા નથી. રાગને જાણતી વખતે પણ કાંઈ રાગને કારણે જ્ઞાયકપણું ન હતું, જ્ઞાયક પોતે પોતાથી જ જ્ઞાયક હતો. જેમ અને પ્રકાશતી વખતે રાગ વગર પોતે પોતાથી જ જ્ઞાયક છે, તેમ રાગાદિ પરણેયને પ્રકાશવાના કાળે પણ પોતે તો રાગથી જુદો જ્ઞાયકભાવપણે જ પ્રકાશે છે, રાગકૃત અશુદ્ધતા કાંઈ જ્ઞાનમાં નથી. રાગ પોતે અશુદ્ધ છે, પણ રાગને જાણનારું જ્ઞાન કાંઈ અશુદ્ધ નથી, એ તો જ્ઞાનનું સ્વપરપ્રકાશક સામર્થ્ય જ પ્રકાશે છે.
(આત્મધર્મ અંક નં-૩૪૩ પેઈજ નં-૩૫-૩૬) [ ] પ્રશ્ન- જ્ઞાનનો સ્વભાવ જાણવાનો જ છે તો પોતે પોતાને કેમ નથી જાણતો?
ઉત્તર- જ્ઞાન પોતાને જાણે છે, એનો સ્વભાવ પોતાને જાણવાનો છે પણ અજ્ઞાનીની દૃષ્ટિ પર ઉપર છે એટલે પોતે જણાતો નથી, પરમાં ક્યાંક ક્યાંક અધિકતા પડી છે એટલે બીજાને અધિક માનતો હોવાથી પોતે જણાતો નથી. અધિકપણાનું એનું બળ પરમાં જાય છે. તેથી પોતે જણાતો નથી.
(આત્મધર્મ અંક ૪૧૦ પેઈજ નં-૨૬) [ ] જ્ઞાયક પોતે તો જાણનાર –દેખનાર છે. જાણવું-દેખવું એ તો પોતાનો ત્રિકાળી સ્વભાવ
છે. જાણનાર તો તરતો ને તરતો એટલે રાગાદિથી અધિક નામ જુદો છે. અનંતગુણના પાસાવાળો ચૈતન્ય હીરલો છે. જાણનાર છે તે તરતો ને તરતો એટલે કે રાગથી જુદો છે. જેમ સ્ફટિકમાં પ્રતિબિંબો દેખાવા છતાં સ્ફટિક તો સ્વચ્છ નિર્મળ છે, તેમ રાગાદિ દેખાવા છતાં શાકભાવ તો તેનાથી ભિન્ન નિર્લેપ વસ્તુ છે.
(આત્મધર્મ અંક -૪૨૨, પેઈજ નં-૨૫) [ 2 ] પ્રશ્ન- આત્મા પરોક્ષ છે તો કેમ જણાય?
ઉત્તર- આત્મા પ્રત્યક્ષ જ છે. પર્યાય અંતર્મુખ થાય તો આત્મા પ્રત્યક્ષ છે તેમ જણાય છે. બહિર્મુખ પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી- પ્રત્યક્ષ દેખાતો નથી પણ આત્મા પ્રત્યક્ષ જ છે, એની સન્મુખ ઢળીને દેખે તો જણાય છે.
(આત્મધર્મ અંક-૪૨૩, પેઈજ નં.-૨૮) [ઉs ] ધ્રુવ છે ત્યાં એક નજર કર, જરૂર તને ધ્રુવની પ્રાપ્તિ થશે. સમ્યગ્દર્શનમાં ધ્રુવની નજર
કરે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. જેમ ધ્રુવના તારાના લક્ષે વહાણ ચાલે તેમ આ ધુવના