________________
૩૫૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પંચમહાવ્રતાદિ શુભભાવ નથી તેમ દર્શાવ્યું છે.
(આત્મધર્મ અંક ૩૮૯ પેઈજ નં-૧૭) [ ] અને પૂર્ણ જાણે અને લોકાલોકને પૂર્ણ એવા જાણવાના સામર્થ્યવાળો આત્મા પોતે છે,
પણ તેની અજ્ઞાનીને ખબર નથી. તેથી જે કાંઈ પર શેય જણાય તે પર-શેયરૂપ પોતાને માની લે છે. પર શેયને જાણનાર જ્ઞાનની દશા તે હું છું, તેનાથી પરણેય ભિન્ન છે એમ ન માનતાં; પોતાને પરશેયરૂપ જ માને છે. સ્વપર પ્રકાશક જ્ઞાનશક્તિ તે હું છું ને શુભરાગાદિ જણાય તે મારાથી ભિન્ન છે તેમ માનતાં ધર્મ પ્રગટે છે.
(આત્મધર્મ અંક ૩૮૯, પેઈજ નં-૨૧) [ 0 ] હવે, જે આત્મ સ્વરૂપના ભાન વિના અજ્ઞાનભાવને લીધે, જ્ઞાનના પરિણમનરૂપ
જ્ઞાતા-દેણાની અવસ્થાનો ત્યાગ કરે છે એટલે કે રાગરૂપે ન થવું જોઈએ અને જ્ઞાતા-દષ્ટાપણે થવું જોઈએ તેને બદલે રાગરૂપે થાય છે તેથી જ્ઞાતા-દષ્ટાપણાને છોડી દે છે. અર્થાત્ સ્વાભાવિક ક્રિયાનો ત્યાગ કરીને રાગરૂપે પરિણમતો પ્રતિભાસે છે તે આત્મા રાગનો કર્તા છે.
આત્મા વિકારનો કર્તા કેમ? કે જ્ઞાતા-દેષ્ટાની અવસ્થા છોડીને અજ્ઞાનપણે રાગાદિરૂપ પરિણમતો પ્રતિભાસે છે તેથી તે આત્મા વિકારનો કર્તા છે. તથા જ્ઞાન પરિણતિથી જુદા એવા રાગાદિને પોતા વડે કરાતા પ્રતિભાસે છે તે અજ્ઞાનીનું કર્મ અર્થાત્ કાર્ય છે. અજ્ઞાનીનું કાર્ય દેહાદિની ક્રિયા નથી, અજ્ઞાનભાવે પણ અજ્ઞાની દેહાદિની ક્રિયાનો કર્તા નથી. અજ્ઞાનભાવે અજ્ઞાની માત્ર વિકારીભાવનો કર્તા છે.
(આત્મધર્મ અંક ૩૯૫, પેઈજ નં-૮) [ઉ] ખરેખર તો અજ્ઞાનીને પણ એક સમયની અજ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાયક જણાય છે.
પણ જ્ઞાયકની દૃષ્ટિ નહીં હોવાથી, પર્યાયષ્ટિ હોવાથી માત્ર પર્યાયને-રાગને જાણવાવાળો રહે છે તેથી તે મિથ્યાષ્ટિ છે. પર્યાયમાં આખી વસ્તુ જાણવામાં આવે છે, કેમ કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે; છતાં અજ્ઞાનીની દૃષ્ટિ સ્વ તરફ નહીં હોવાથી તેની દૃષ્ટિમાં એકલી પર્યાય જ આવે છે. દેષ્ટિ ત્રિકાળી તરફ ઝૂકેલી નથી ને પર્યાય તરફ ઝૂકેલી છે, પણ દૃષ્ટિ જ્યાં અંતર્મુખ વળે છે ત્યાં દ્રવ્યની શ્રદ્ધા આવી. જો કે શ્રદ્ધાને ખબર નથી કે આ દ્રવ્ય છે પરંતુ શ્રદ્ધાની સાથે જે અનુભૂતિ છે-જ્ઞાન છે તેમાં ખ્યાલ આવે છે કે આ દ્રવ્ય છે.”
(આત્મધર્મ અંક ૩૯૫, પેઈજ નં-૧૪-૧૫) [ ] એ રીતે પ્રગટ થતો આત્મા કેવો છે?કે છે.. છે. છેએવી અનાદિ અનંત વસ્તુ છે.
જે હોય તેની આદિ શું ને અંત શું? તે તો અનાદિ અનંત શાશ્વત છે. અનાકુળ આનંદ સ્વરૂપ છે, કેવળ એકરૂપ છે. સર્વ જગત અને લોકાલોકથી ભિન્ન રહેતો થકો વિકલ્પથી માંડીને આખાય જગતથી ભિન્ન જાણે સારાયે વિશ્વ ઉપર તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય જણાય છે. એટલે કે જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી પણ અખંડ દ્રવ્યનો પ્રતિભાસ જ્ઞાનની પર્યાયમાં આવે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પૂર્ણ