________________
૩પ૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ * પ્રભુતાનો અંતરથી વિશ્વાસ કર * [ ] અરે ભાઈ ! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો ! કષાય આવે તેને જાણવો તે તારી
પ્રભુતા છે. કષાયને મારા માનવા તે તારી પ્રભુતા નથી. તું નિર્લેપ વસ્તુ છો. તને કષાયનો લેપ લાગ્યો જ નથી. આત્મા તો સદાય કષાયોથી નિર્લેપ તરતો ને તરતો જ છે. જેમ સ્ફટિકમણિમાં પરનું પ્રતિબિંબ પડે છે તેમ કષાયભાવો-વિભાવો જ્ઞાનમાં જણાય છે, તે તારામાં પેઠા નથી. તું નિર્લેપ છો. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. જ્ઞાયકની જાતના નથી તેથી કજાત છે- પરજાત છે, પરશેય છે, સ્વજાત-સ્વજોય નથી..
(આત્મધર્મ અંક -૪૭૧, પેઈજ નં.-૧૨) [ ] શ્રોતા- આ પ્રયોગ ૨૪ કલાકમાં કેટલી વાર થઈ શકે ?
ઉત્તર- જ્ઞાન નિત્ય છે, અનાદિથી જ્ઞાયક જ રહ્યો છે; છતાં અજ્ઞાનથી મિથ્યારૂપે ભાસે છે. દૃષ્ટિમાં માને છે કે હું દેહ, રાગરૂપે છું, ઇચ્છાથી પરનું કરી શકાય છે, પરથી મારામાં ફેરફાર થાય છે એમ અજ્ઞાનથી મિથ્યારૂપે પ્રતિભાસે છે. તે ભૂલને જાણીને જ્ઞાનમાત્ર છું એમ સ્વમાં ઢળીને જ્ઞાનમાં એકતાની દૃષ્ટિ કરી તે ચોવીસે કલાકનો પ્રયોગ છે.
(આત્મધર્મ અંક -૫૪૩, પેઈજ નં.-૧૫) [ s ] આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને પોતે જ અનુભવમાં
આવે છે. અનાદિનો આત્મા જ્ઞાનની પર્યાયથી જણાય છે એવો છે એનું જ્ઞાન જ જણાય છે. કોને? આ બાળ ગોપાળ સૌને એટલે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના બધાને સદાકાળ-વિરહ પડયા વિના પોતે જ અનુભવમાં આવી રહ્યો છે. ભલે શરીર, રાગાદિને જાણે પણ ખરેખર તો જ્ઞાન જ જાણવામાં આવે છે. જાણનારનું જ્ઞાન જ જાણવામાં આવે છે – જ્ઞાન જ અનુભવમાં આવે છે. છતાં અનાદિ બંધના વિશે પર (દ્રવ્યો ) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ એવા અજ્ઞાની જીવોને “આ અનુભૂતિ છે તે જ હું છું' – એવું
આત્મજ્ઞાન ઉદય થતું નથી. (આત્મધર્મ અંક નં.-૫૪૫, પેઈજ નં.-૧૪) [ 2 ] ભગવાન આત્મામાં બે અંશ છે. એક સામાન્ય ત્રિકાળી ધ્રુવ અંશ અને બીજો
વિશેષ-પર્યાય અંશ છે, તેમાં વર્તમાન પર્યાય અંશમાં રાગ છે તેને જ જો મુખ્ય કરે તો ત્રિકાળી સામાન્ય અંશ દેષ્ટિમાંથી ઓઝલ થઈ જાય છે અને જો સામાન્ય ત્રિકાળી પરમાનંદ સ્વભાવ- અંશને મુખ્ય કરીને તેની દૃષ્ટિ જ્ઞાન અને સ્થિરતા કરે તો પર્યાય અંશ અને પરદ્રવ્ય બધું દેષ્ટિમાંથી ઓઝલ થઈ જાય છે. ત્યારે શરીરની વિશેષ અવસ્થાનો તો ખ્યાલ નથી રહેતો પણ પોતાની વિશેષ અવસ્થાનો પણ ખ્યાલ રહેતો નથી. કેમકે પર્યાય પોતે જ સ્વભાવ તરફ ઢળેલી છે.
(આત્મધર્મ અંક-પ૩૭, પેઈજ નં.-૮-૧૦) [8 ] શ્રોતા:- પણ બહુ સૂક્ષ્મ વાત છે પ્રભુ!
ઉત્તરઃ- સૂક્ષ્મ પણ યથાર્થ છે ને! આ એક જ માર્ગ છે. બીજો કોઈ માર્ગ નથી. સૂક્ષ્મને સૂક્ષ્મ જાણનારો છે, તેને સૂક્ષ્મ ક્યાં રહ્યું? તેને તો માર્ગ ખુલ્લો થઈ જાય છે. સૂક્ષ્મ છે