________________
૩૫૭
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પણ અનુભવમાં બરાબર આવે તેવો છે. જેની દૃષ્ટિ જ પર પદાર્થ અને શુભાશુભ વિકારી ભાવો ઉપર છે તેને તો ભગવાન આત્મા દૃષ્ટિમાં ઓઝલ છે પણ જેણે આત્મ સ્વભાવને જ દૃષ્ટિમાં લીધો તેને પછી શું બાકી રહે? જ્ઞાનમાં સામાન્ય દ્રવ્ય સ્વભાવને શેય બનાવ્યો તેને આખો સ્વભાવ જણાય જાય છે.
(આત્મધર્મ અંક-પ૩૭, પેઈજ નં.-૧૦) પરદ્રવ્યને ને આત્માને કાંઈ પણ સંબંધ નથી. [ ] પ્રભુ! તું તો જ્ઞાનસ્વરૂપી છો ને! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બોલાય પણ એક
ચીજને બીજી ચીજ વચ્ચે અભાવ છે. આ શરીર તો જડ છે, જડ ને આત્માને કાંઈ સંબંધ નથી. જ્ઞાતા-શેયનો સંબંધ છે તે તો વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતે જ જ્ઞાતા, શેય ને જ્ઞાન છે. પરને જાણવા કાળે પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે. જ્ઞાનની પર્યાયના સામર્થ્યવડે સ્વને પર જણાય છે. પરને લઈને જાણે છે એમ પણ નથી.
(આત્મધર્મ અંક-૪૯૩, પેઈજ નં. ૨૮) [ ] એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. જ્ઞાન શેયને જાણે
છે એ તો જ્ઞાનની જાણવાની સ્વચ્છતાનું સામર્થ્ય છે. તો પણ જ્ઞાનને અન્ય દ્રવ્યની સાથે સ્પર્શ હોવાની માન્યતાથી જગત આકુલિત થાય છે. જ્ઞાનમાં વીંછીનો ડંખ-કરડ ભાસે ત્યાં વીંછી મને કરડયો તેમ માની દુઃખી થાય છે. જ્ઞાન રાગને જાણતાં પોતાને રાગમયપણે માની ને આકુલિત થાય છે. જ્ઞાન રાગને કે અન્ય દ્રવ્યોને અડતું-સ્પર્શતું નથી. જ્ઞાન શેયને જાણે છે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સામર્થ્ય છે.
(આત્મધર્મ અંક-૪૯૭, પેઈજ નં.૯-૧૦) [ઉ] હવે, જે જીવ દ્રવ્યશ્રુત દ્વારા લોકાલોકના પરણેયોને જાણે છે, અન્ય પદાર્થનાં દ્રવ્ય-ગુણ
પર્યાયાદિને જાણે છે તે જીવને વ્યવહારથી શ્રુતકેવળી કહે છે. પરસંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયને શેયો સાથે સંબંધ નથી પણ આત્મા સાથે સંબંધ છે. જેમ અરીસામાં કોલસાનું, અગ્નિનું, બરફનું પ્રતિબિંબ પડે છે, તેને કોલસા સાથે જો સંબંધ હોય તો અરીસો કાળો થઈ જવો જોઈએ, અગ્નિ સાથે સંબંધ હોય તો અરીસો ગરમ થઈ જવો જોઈએ. પરંતુ તેમ થતું નથી, કારણકે પ્રતિબિંબને અરીસા સાથે સંબંધ છે, પર પદાર્થો સાથે સંબંધ નથી.
(આત્મધર્મ અંક નં-૩૮૮ પેઈજ નં-૧૪) [ ] ગાથાર્થ – હે જિનેશ! હે પ્રભો! નિર્મળ સમાધિના પ્રભાવથી ચાર ઘાતિકર્મોનો નાશ થવાથી આપના સમ્યજ્ઞાનરૂપી દર્પણમાં આ લોક તથા અલોક પ્રતિબિમ્બિત થાય છે.
(પદ્મનંદી પંચવિંશતિનો ઋષભસ્તોત્ર-૧૩મો અધિકાર) [] પ્રભુ! આપે આત્માના આનંદના સ્વાદમાં મશગૂલ થઈને નિર્મળ સમાધિ વડે ચાર
ઘાતિકર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન પ્રગટ કર્યું હોવાથી આપના જ્ઞાનદર્પણમાં લોકાલોક પ્રતિબિંબિત થાય છે, એમ કહીને કેવળજ્ઞાનની પ્રાપ્તિની વિધિ નિર્મળ સમાધિ છે પણ