________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૫૫
પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ જણાય છે. સ્વચ્છ દર્પણમાં પ્રતિબિંબ જોતા ખ્યાલ આવે છે કે – મારું રૂપ આવું છે, તેમ સિદ્ધ ભગવાન આ આત્માનું શુદ્ધ સ્વરૂપ જોવા માટે સિદ્ધ ભગવાન સ્વચ્છ દર્પણ સમાન છે, તેમને ઓળખતાં પોતાનું સ્વરૂપ ઓળખાય છે. (આત્મધર્મ અંક ૧૩૬, પેઈજ નં.-૧૧૫-૧૧૬) [] પ્રતિબિંબ પડે તે કાળે જ દર્પણ સ્વચ્છ અને નિર્મળ છે તે દૃષ્ટાંત પ્રમાણે વિભાવ પરિણામના સમયે જ તારામાં અંદ૨ નિર્મળતા ભરેલી છે. નિર્મળ ચૈતન્યમૂર્તિ ઉ૫૨ દૃષ્ટિ દે તો (પર્યાયમાં નિર્મળતા પ્રગટે.) જ્યાં રાગાદિનું પ્રતિબિંબ દેખાય છે ત્યાં, તે જ સમયે નિર્મળતા ભરી છે તે પણ દેખાય છે. પરિણામમાં પુણ્ય
પાપના વિભાવ થાય છે તે જ વખતે અંદર આત્મા તો નિર્મળાનંદ છે. પોતાને નિર્મળજ્ઞાન ને નિર્મળ આનંદથી ભરપૂર જાણે અને રાગાદિ વિભાવને ૫૨ભાવ જાણે તો જન્મ-મ૨ણથી રહિત થવાય. જન્મ-મ૨ણથી રહિત થવાની આ રીત કોઈ અલૌકિક છે. (આત્મધર્મ અંક-૫૬૨, પેઈજ નં. -૩ બોલ નં. ૩) [] આત્માની જે જ્ઞાન પર્યાય વર્તમાન છે એ પર્યાય શેયપદાર્થને જાણે છે. સ્વભાવ બાજુ જુઓ તો ત્રિકાળી શાયકને જાણે છે અને પર્યાય બાજુ જુઓ તો રાગ વગેરે થાય તેને જાણે છે; કા૨ણકે શાયક પ્રભુ તો જાણનાર.... જાણનાર.... જાણનારનું કામ કરે છે. જ્ઞાનમાં પ્રતિબિંબિત કહ્યું, ત્યાં શેય ચીજો જ્ઞાનમાં આવી જતી નથી; પણ જેવું સામે રાગાદિ જ્ઞેય છે તેવું અહીં જ્ઞાન થાય છે. રાગની અપેક્ષા રાખ્યા વિના, જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશકપણાના સામર્થ્યવાળી હોવાથી, જ્ઞાન પોતે પોતાની ઝળકમાં રાગાદિ શેયને જાણે છે. શેયને જાણે છે – એમ કહેવું તે કથનમાં શેયની એટલે ૫૨ની અપેક્ષા આવતી હોવાથી વ્યવહાર છે. બહુ આકરું કામ ભાઈ !
( આત્મધર્મ અંક નં. -૫૬૨, પેઈજ નં. -૯, બોલ નં. -૨૭) [] આત્માના જ્ઞાન પ્રકાશમાં જાણે આખું જગત અંદર આવી ગયું હોય તેમ પ્રતિભાસે છે અને આખા જગતમાં પોતે વ્યાપી ગયો છે છતાં આત્મા જગતની કોઈ ચીજને કે રાગાદિને કદી અડતો નથી. આત્મા જ્ઞાતા છે અને જગત શેય છે એટલે શું ? જ્ઞાન સ્વરૂપ ચૈતન્યગોળો પોતે જાણનાર છે અને વિકલ્પથી માંડીને આખું જગત શેય છે. એટલે જાણવાની અપેક્ષાએ આખું જગત જ્ઞાનમાં વસે છે અને પોતે જગતમાં વસે છે છતાં જગતને બિલકુલ અડતો નથી. (આત્મધર્મ અંક-૫૬૬, પેઈજ નં. ૫ ) [] જ્ઞાનનું વર્તમાન પૂરતું હોવાપણું જે જાણવામાં આવે છે તે પર્યાયનું અસ્તિત્વ તો છે. તે અંશ અદ્ધરથી થયો છે એમ નથી; તે કોઈ અંદર ત્રિકાળી ચીજને જણાવે છે. જેનો એ અંશ છે તે– તેના ત્રિકાળી તત્ત્વને જણાવે છે. તે તત્ત્વ પોતાને – સ્વયંને ત્રિકાળ સત્ જણાવી રહ્યું છે, પણ તું તેની માત્ર ‘વર્તમાન અસ્તિ' માને છેઃ
( આત્મધર્મ અંક -૫૬૯, પેઈજ નં. -૪, બોલ નં.-૧૦)