________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૫૩
[] આ પહેલો કળશ એ સમયસારની ટીકાનું અપૂર્વ માંગળિક છે. આત્માનો શુદ્ધ અસ્તિ સ્વભાવ શું છે, તેનું અલૌકિક વર્ણન છે. આત્માનો સર્વજ્ઞ સ્વભાવ અગાધ સામર્થ્યથી ભરેલો છે, તેની અતીન્દ્રિય સ્વચ્છતામાં લોકાલોક સહેજે જણાઈ જાય છે. જેમ અગાધ આકાશમાં અનેક નક્ષત્રો-તારાઓ ઝળકે છે, તેમ સ્વચ્છ ચૈતન્યઆકાશમાં લોકાલોક શેયપણે (આકાશમાં એક નક્ષત્રની માફક) ઝળકે છે. ચૈતન્યની સ્વચ્છતાને જોતાં સમસ્ત શેયો સહેજે જણાઈ જાય છે. કાંઈ શેયોને જાણવા માટે બહિર્લક્ષ કરવું નથી પડતું. આવો જ્ઞાનસ્વરૂપ જે શુદ્ધઆત્મા તે ‘સમયસાર’ છે, તેનું આમાં વર્ણન છે. તેને જે અહીં સારભૂત ગણીને માંગળિકમાં નમસ્કાર કર્યા છે.
( આત્મધર્મ અંક-૨૫૭, પેઈજ નં. ૫ એ )
[] શુદ્ધાત્માને નમસ્કાર એટલે શું?
શુદ્ધઆત્મા, જ્ઞાન ને સુખસ્વભાવથી ભરેલો છે તેને ઓળખીને શ્રદ્ધાજ્ઞાનમાં લેવો ને પરિણામને તેમાં વાળવા-ઢાળવા-લીન કરવા તે શુદ્ધઆત્માને નમસ્કાર છે; ને આ રીતે સમ્યક્ત્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર વડે શુદ્ધઆત્મા ત૨ફ નમનારો જે ભાવ છે તે માંગલિક છે. આવા આત્માને જાણે ને અતીન્દ્રિયસુખનું વેદન ન થાય એમ બને નહીં, ૫૨સન્મુખ થઈને ૫૨ને જાણતાં તો સુખ નથી, પોતાની અશુદ્ધતાને જાણતાં પણ જાણનારને સુખ નથી, જાણના૨ને સુખ ક્યારે થાય ? કે જાણનારો જ્યારે પોતે પોતાને જાણે ત્યારે તેને સુખ થાય. ને જે સુખને લાવે તેને જ માંગલિક કહેવાય. આ રીતે શુદ્ધાત્માને નમસ્કારરૂપ માંગલિક કર્યું.
( આત્મધર્મ અંક-૨૫૭, પેઈજ નં. ૭-૮ એ )
શ્રુતના સંસ્કા૨થી બુદ્ધિમાં અતિશય પ્રાપ્ત થાય છે
[] જેમ આંખ બહા૨ દેખી શકાતા પદાર્થોને જ દેખે છે, પોતાના મુખને દેખી શકતી નથી પણ દર્પણના નિમિત્તે તેને પણ દેખી શકે છે; તેમ મતિ એટલે કે ઇન્દ્રિય અને મન દ્વારા થતું જ્ઞાન તે જો કે દૃષ્ટ ઇન્દ્રિય અને મનના વિષયરૂપ પદાર્થોને જ જાણના૨ છે તોપણ શાસ્ત્ર અર્થાત્ આસભગવાનના વચનરૂપી દર્પણ વડે ઉત્પન્ન દેષ્ટ-અદૃષ્ટ પદાર્થસંબંધી જ્ઞાનથી અતિશયને પામીને તે ઇન્દ્રિય અને મનના અવિષયભૂત એવા અદૃષ્ટ અતીન્દ્રિય પદાર્થને પણ પ્રકાશિત કરે છે.
(અનાગારધર્મ. પૃ. ૪૨, આત્મધર્મ અંક-૨૫૮, પેઈજ નં. -૨૩) [ ] પ્રશ્નઃ- સ્વ-૫૨પ્રકાશક જ્ઞાનને પ્રમાણ કહ્યું છે, તે કઈ રીતે ? છદ્મસ્થને તો કાંઈ સ્વ૫૨નો એક સાથે ઉપયોગ હોતો નથી.
ઉત્ત૨:- પ્રમાણને સ્વપરપ્રકાશક કહ્યું છે ત્યાં કાંઈ સ્વ અને ૫૨ બંનેમાં એક સાથે ઉપયોગ હોવાની વાત નથી, પણ જે શાને સ્વને સ્વપણે ને ૫૨ને ૫૨૫ણે જાણ્યું છે તે સમ્યજ્ઞાન પ્રમાણ છે એમ તેનું સ્વ-૫૨પ્રકાશકપણું સમજવું. અવધિ, મન:પર્યયનો ઉપયોગ તો ૫૨માં જ હોય છે, છતાં તે પણ સ્વને સ્વપણે ને ૫૨ને ૫૨૫ણે જાણે છે,