________________
૩૫૧
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ભેદજ્ઞાન એક ક્ષણ પણ ખસતું નથી, જ્ઞાન અને ક્રોધની એકતા જરા પણ થતી નથી.
અરે ભાઈ ! એક વાર આવું ભેદજ્ઞાન તો કર.... તો તને ખબર પડે કે ધર્મ શું ચીજ છે! વિભાવોથી ભિન્નપણે તારા જ્ઞાનસ્વભાવનું અંદરમાં લક્ષ કરતાં તને તારું જ્ઞાન ક્રોધાદિથી જુદું અનુભવાશે. અંતર્મુખ અનુભવમાં “હું જ્ઞાન છું” એમ પ્રતિભાસે છે, પણ “હું ક્રોધ છું' એમ પ્રતિભાસતું નથી; કેમકે જ્ઞાનમાં ક્રોધ નથી.
અજ્ઞાનીને રાગ વખતે આત્મા તે રાગરૂપે જ પ્રતિભાસે છે, તે રાગથી જુદું જ્ઞાન તેને પ્રતિભાસતું નથી, તેથી અજ્ઞાનભાવે તે રાગાદિના કર્તાપણે જ પરિણમે છે.
ભેદજ્ઞાનીને સતત જ્ઞાનભવન છે, અજ્ઞાનીને સદા ક્રોધાદિનું ભવન છે; ક્રોધ વખતે તેનાથી જુદો કોઈ આત્મા અજ્ઞાનીને પ્રતિભાસતો નથી એટલે તે તો ક્રોધરૂપે જ પરિણમે છે. જ્ઞાનીને ક્રોધ વખતેય પોતાનો જ્ઞાન સ્વભાવી આત્મા તેનાથી જુદો પ્રતિભાસે છે, તેથી તે ક્રોધ વખતેય જ્ઞાનરૂપે જ પરિણમતા થકા તે જ્ઞાની જ છે.
(આત્મધર્મ અંક ૧૯૩, પેઈજ નં.-૬) વીતરાગ વિજ્ઞાનમાં જણાતો-વિશ્વના ષેય પદાર્થોનો સ્વભાવ [ ] જુઓ, આ શેય અધિકાર છે. બધાય શેયો સત્ છે, ને તેને જાણનારું જ્ઞાન છે.
બધાય શેયો જેમ છે તેમ એક સાથે જ્ઞાનમાં જણાય છે. અહીં આત્મા જ્ઞાનનો સાગર છે અને સામે સ્વ-પર સમસ્ત શેયોનો સાગર પડયો છે. બસ, આમાં એકલી વીતરાગતા જ આવી. શેયમાં “આ આમ કેમ” એવો રાગ-દ્વેષ કે ફેરફાર કરવાનું ન રહ્યું. અહો! આચાર્યદેવે ગાથાએ ગાથાએ વીતરાગી સુખડીના થર નાખ્યા છે, એકેક ગાથામાંથી વીતરાગતાનાં ચોસલાં નીકળે છે.
(આત્મધર્મ અંક-૮૭, વર્ષ-૪, અંક-૩) [ G) ] અહીં જ્ઞાન પ્રધાન કથન છે તેથી, બધા દ્રવ્યો પરિણમન સ્વભાવમાં રહેલા છે એમ
કહીને પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ શેય બતાવ્યા છે, એવા સર્વ શેયોના સ્વભાવની અને તેને જાણનારા જ્ઞાન સ્વભાવની શ્રધ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે.
(આત્મધર્મ અંક-૮૭, વર્ષ-૪, અંક-૩) [8 ] આ, જ્ઞાનમાં જણાવા યોગ્ય શેય પદાર્થોનું વર્ણન છે. કોઈ કહે કે- આવી સૂક્ષ્મ
વાત કેમ જણાય? પણ ભાઈ ! એ બધા શેયો છે માટે જરૂર જણાય તેવા છે, અને તારો જ્ઞાન સ્વભાવ બધા શેયોને જાણે તેવો છે. આત્મા જ્ઞાતા છે અને પોતે સ્પશેય પણ છે. તથા અન્ય જીવ, પુગલાદિ તે પર શેયો છે. તે જ્ઞાન અને શેયને કેવા પ્રતીતિમાં લેવાથી સમ્યકત્વ થાય તેની આ વાત છે.
(આત્મધર્મ સળંગ અંક-૮૭, પેઈજ નં. ૪૪, માંથી, વર્ષ-૪, અંક-૩) [ ] આ શેય અધિકારમાં એકલા પરપ્રકાશકની વાત નથી, પણ સ્વસમ્મુખ સ્વપ્રકાશક
સહિત પરપ્રકાશકની વાત છે. જ્યાં પોતાના ધ્રુવ સ્વભાવની સન્મુખતાથી સ્વપ્રકાશક થયો ત્યાં આખા જગતના બધા પદાર્થો પણ આવા જ છે એવું પર