________________
૩પ૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પ્રકાશકપણું પણ જ્ઞાનમાં ખીલી જ જાય છે. દ્રવ્ય પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે. તે ઉત્પાદ-વ્યય-ધ્રુવ ક્યારે નક્કી થાય? જ્ઞાયક ચૈતન્ય દ્રવ્યની યથાર્થ રુચિ અને તે તરફ વલણ થતાં બધું નક્કી થઈ જાય છે. જેમ સ્વના જ્ઞાન સહિત જ પરનું સાચું જ્ઞાન થાય છે, તેમ ધ્રુવની દ્રષ્ટિથી જ ઉત્પાદ-વ્યયનું સાચું જ્ઞાન થાય છે.
(આત્મધર્મ અંક-૮૭, પેઈજ નં.-૬૮) [ કુ ] જો કે આત્મા પોતે પોતાનું સ્વશેય પણ છે. પણ તે સ્પશેય ક્યારે થાય? જ્યારે અંતરમાં
જ્ઞાયક સ્વભાવ તરફ વળે ત્યારે જ પોતે પોતાનું સ્વય થાય છે. એક સમયની વ્યક્ત પર્યાયમાં ત્રિકાળી તત્ત્વ આખું આવી જતું નથી, પણ એક સમયની પર્યાયમાં ત્રિકાળી તત્ત્વ જણાય છે ખરું. આખું તત્ત્વ જ્ઞાનમાં જણાય જાય છે. એ અપેક્ષાએ વ્યક્ત કહી શકાય, પણ એક સમયની વ્યક્તિ પર્યાયમાં તે આખું તત્ત્વ પ્રગટી જતું નથી માટે ભગવાન આત્મા અવ્યક્ત છે. એક સમયની વ્યક્તિ પર્યાયની પ્રતીત કરવાથી આખો આત્મા પ્રતીતમાં આવતો નથી માટે આત્મા અવ્યક્ત છે- આવા આત્માની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે.
(આત્મધર્મ અંક-૯૦, પેઈજ નં. ૧૨૯) [ ] આત્મા દેહથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ છે, તેનું જ્ઞાન સામર્થ્ય એવું મહાન છે કે એક ક્ષણમાં
ત્રણકાળ–ત્રણલોક તેમાં જણાઈ જાય છે, આવું અચિંત્ય જ્ઞાન સામર્થ્ય હોવાને લીધે આત્મા સ્થૂળ છે, અને ઇન્દ્રિયોથી કે રાગથી આત્મા જણાતો નથી. પણ જ્ઞાનના સ્વ સંવેદનથી જણાય છે, તેથી આત્મા સૂક્ષ્મ છે. આ રીતે આત્મા સ્થૂળ પણ છે અને સૂક્ષ્મ પણ છે.
(આત્મધર્મ અંક-૧૨૫, પેઈજ નં.૯૦) [ 5 ] શુદ્ધ જ્ઞાનપ્રકાશક એવો આત્મા, તેની નિર્વિકલ્પ શાંતિનું વેદન કરવું, તેમાં શુદ્ધ જ્ઞાનવડે
જે શુધ્ધાત્મા ઝળકે છે, તે જ તારણહાર તીર્થ છે. મેદશિખર વગેરે ક્ષેત્ર તે વ્યવહારથી તીર્થ છે, તેની યાત્રા-પૂજા-ભક્તિમાં શુભભાવ છે. –એવી યાત્રા વગેરેનો વ્યવહાર ધર્મીનેય હોય છે, તેનો કાંઈ નિષેધ નથી. પણ તેની મર્યાદા કેટલી? શુભરાગ અને પુણ્ય બંધાય તેટલી તેની મર્યાદા છે. ભવથી તરવાનું અને મોક્ષ પામવાનું સાધન તો જ્ઞાનને જ્ઞાનમાં જોડવું તે જ છે; અને તે જ ખરું પ્રયોજન છે. જ્ઞાન અંતર્મુખ થઈને આત્મસ્વભાવમાં જોડાય ત્યાં જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે, તે વધતાં વધતાં કેવળજ્ઞાન અને મોક્ષને સાધે છે.
(આત્મધર્મ અંક-૨૫૩, પેઈજ નં.-૨૦) [ 2 ] જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં રાગદ્વેષ નથી, સર્વજ્ઞનું જ્ઞાન સર્વ શેયોને જાણવા છતાં સર્વત્ર
ઉદાસીન છે, ક્યાંય પણ આસક્ત નથી, તેમ દરેક આત્માનો જ્ઞાનસ્વભાવ રાગદ્વેષ વગરનો છે, પરથી ઉદાસીન છે; જ્ઞાનની સ્વચ્છતામાં પરણેય જણાઓ ભલે, પણ તેથી કાંઈ તે જ્ઞાનમાં રાગદ્વેષ ઉત્પન્ન કરતા નથી. અહા ! કેવું સ્વતંત્ર જ્ઞાન!! એ જ્ઞાનને પરમાં ક્યાંય રાગદ્વેષ કરીને અટકવાપણું નથી. જ્ઞાન તો પોતાના સ્વરૂપથી જાણનાર જ છે. રાગને જાણનારો રાગરૂપે નથી પરિણમતો, રાગને જાણનારો જ્ઞાનરૂપે જ પરિણમે છે.
(આત્મધર્મ અંક-૨૫૪, પેઈજ નં.-૧૦)