________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છતાં, વ્યક્તપણાને સ્પર્શતો નથી. ભગવાન આત્મા ધ્રુવ છે તે વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી અડતો નથી, માટે અવ્યક્ત છે. વર્તમાન પર્યાયમાં ક્ષણિકનું અને ધ્રુવ વસ્તુનું જ્ઞાન થાય છે તોપણ ધ્રુવ વસ્તુ ક્ષણિક પર્યાયને સ્પર્શતી નથી. જો ક્ષણિક પર્યાયમાં ધ્રુવ આવી જાય તો ધ્રુવવસ્તુનો નાશ થઈ જાય. વ્યક્તને તથા અવ્યક્તને જ્ઞાનની વ્યક્ત પર્યાય જાણે છે. વ્યક્ત પર્યાય પોતાને અને ધ્રુવદ્રવ્યને જાણે, તોપણ ધ્રુવ આત્મા વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. ( આત્મધર્મ અંક-૩૯૦, પેઈજ નં.-૪૧ ) [] રામચંદ્રજી તે ભવે મોક્ષ પામવાના હતા, તેમના બાળપણની એક વાત આવે છે કે, એકવાર આકાશમાં ચંદ્રને દેખીને નાનકડા રામને ભાવના જાગી કે આ ચાંદલિયો નીચે ઉતારીને મારા ગજવામાં રાખું. એટલે ચંદ્ર ત૨ફ હાથ લાંબા કરીને તેને નીચે ઉતા૨વાની ચેષ્ટા કરવા લાગ્યા. અંતે સ્વચ્છ દર્પણમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખીને સમાધાન કર્યું. તેમ આતમરામ એવા સાધક ધર્માત્મા ચંદ્ર જેવા પોતાના સિદ્ધપદને પ્રગટ કરવા ચાહે છે; પણ સિદ્ધ કાંઈ ઉપરથી નીચે ન આવે. એટલે સાધક પોતાના સ્વચ્છ જ્ઞાનદર્પણમાં
૩૫૦
સિદ્ધના પ્રતિબિંબરૂપ પોતાના શુદ્ધઆત્માને દેખીને, તેના શ્રદ્ધા-જ્ઞાન-અનુભવ વડેસિદ્ધપદને સાધે છે. સિદ્ધપણું પોતાના આત્મામાં જ દેખે છે.
( આત્મધર્મ અંક-૩૧૯, પેઈજ નં. ૩૨ ) [] પ્રભુ! તારી પ્રભુતા સમયે સમયે તારી પર્યાયમાં જ ભરી છે. તારી પર્યાયનું સ્વપરપ્રકાશકપણાનું સામર્થ્ય છે તે સામર્થ્ય ન માનતાં જ્ઞેય સાથે એકત્વબુદ્ધિ માને છે તે બંધમાર્ગ છે. શેયને કા૨ણે નુકશાન માન્યું તો તેં તારા સામર્થ્યને માન્યું નથી. શેયને કારણે રાગ-દ્વેષ માન્યાં તેને રાગ-દ્વેષ થયા વિના રહેશે નહીં. જેવી માન્યતા તેને અનુસરીને જ વર્તન થાય છે.
મારા જ્ઞાનની સ્વાધીન પર્યાયને કોઈ રોકવા સમર્થ નથી, ‘ભગવાન સર્વજ્ઞ છે તેમને ભવ નથી, રાગ-વિકાર નથી. ' એમ સર્વજ્ઞના સ્વરૂપનો જે શાને નિર્ણય કર્યો, તેને મારામાં ભવ છે કે રાગ-દ્વેષ છે, એમ આવ્યું ક્યાંથી ?
‘સર્વજ્ઞને ભવનો અભાવ છે, રાગ-દ્વેષનો અભાવ છે. ત્રણકાળ-ત્રણલોકને એક સમયમાં જાણે છે' અને મારું સ્વરૂપ પણ સર્વજ્ઞ સમાન જ છે, એમ મારા જ્ઞાનની પર્યાયમાં નિર્ણય કર્યો તો તેમાં ભવ પણ નથી, રાગ-દ્વેષ નથી; એવો મારો સ્વભાવ છે એમ પોતાના જ્ઞાનની પ્રતીત ન આવતાં જે શેય ઉ૫૨ ઢાળી દે છે, તેને પોતાના સ્વપર પ્રકાશક સ્વભાવની પ્રતીત નથી.
( આત્મધર્મ અંક ૧૦-૧૧, પેઈજ નં.-૧૮૪) [] સમકિતી-ધર્માત્મા લડાઈમાં દુશ્મન સામે બાણ ઉ૫૨ બાણ છોડતા હોય ત્યારે પણ તેનો આત્મા ખરેખર ક્રોધરૂપે થતો નથી પણ જ્ઞાનરૂપે જ થાય છે; તે વખતેય આત્મા ક્રોધરૂપે થતો પ્રતિભાસતો નથી પણ જ્ઞાનરૂપે જ થતો પ્રતિભાસે છે. –આ રીતે બંન્નેને ભિન્ન-ભિન્ન જાણતો થકો તે વખતે તે જ્ઞાનપણે જ થાય છે, ક્રોધપણે થતો નથી;