________________
३४८
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જાણવાનો તારો સ્વભાવ છે. સ્વભાવ તરફ દૃષ્ટિ કરતાં જ પર્યાયમાં સ્વ-પરને જાણવાનો સ્વભાવ પ્રગટ થાય છે.
“સ્વ-પર પ્રકાશક શક્તિ હમારી, તાંતે વચન ભેદભ્રમ ભારી, શેય શક્તિ દ્વિવિધા પ્રકાશી, નિજરૂપા પર રૂપા ભાસી.”
ભગવાન એમ ફરમાવે છે કે-જીવની સ્વ-પર પ્રકાશક શક્તિ તે તેનો સ્વભાવ છે, તેથી સ્વ-પર પ્રકાશક પર્યાય પ્રગટ કરવામાં તેને કોઈ રાગ કે નિમિત્તના સાધનની જરૂર નથી. જો તને ભગવાનની શ્રદ્ધા હોય તો ભગવાન તો આમ કહે છે-તેનો તું સમજીને સ્વીકાર કર!
અતીન્દ્રિય આનંદ સ્વરૂપ નિજ આત્મામાં એકાગ્રતા કરવાવાળો જીવ સ્વતઃ પોતામાં એકાગ્રતા કરે છે; સેવા કરે છે. તેમાં તેને અન્ય દ્રવ્યોની મદદની જરૂર નથી. અન્ય દ્રવ્યો જ્ઞાનમાં જણાય તો ભલે જણાય પણ તે મને જરાય હિતકારક નથી. આવો પહેલાં નિર્ણય જોઈશે, નિર્ણયની યથાર્થ ભૂમિકા થયા વિના હિતનો પંથ હાથ આવે તેમ નથી. માટે પ્રથમ યથાર્થ નિર્ણય કરો...!
(આત્મધર્મ અંક-૪૯૪, પેઈજ નં. ૧૮-૧૯) [ઉ] પ્રશ્ન- વગર પ્રયત્ન જણાય છે?
ઉત્તર- એનો જાણવાનો સ્વભાવ જ છે. જ્ઞાનગુણની વર્તમાન પ્રગટ પર્યાય છે તેનો સ્વ-પરને જાણવાનો સ્વભાવ હોવાથી સ્વને જાણે જ છે. પ્રભુ! તારી દશા ભલે અલ્પજ્ઞ હો! પણ તે પર્યાયમાં ત્રિકાળી જ્ઞાયક જણાય છે, કોને? આબાળગોપાળ સૌને સદાકાળ જણાય છે, સર્વજ્ઞદેવ એમ કહે છે કે પ્રભુ! તારી વર્તમાન દશામાં સદાકાળ તું પોતે જ જણાય છે. પર્યાયમાં આખો આત્મા જણાય એવો એનો સ્વભાવ છે. જ્ઞાનની જે અવસ્થા છે તેનો સ્વભાવ જ એવો છે કે જ્ઞાનની પર્યાયમાં આખો પૂરણ ભગવાન જણાયજ છે.
ભગવાન ત્રિલોકનાથનું ફરમાન છે કે પ્રભુ! તારી વર્તમાન દશા છે તે પૂરણ ભગવાન આત્માને જાણે એવો જ તેનો સ્વભાવ છે. આમ હોવા છતાં પણ અનાદિથી રાગની સાથે એકતાના કારણે રાગને વશ થઈને જ્ઞાયક જણાવા છતાં, રાગને જાણે છે. અરેરે! જ્ઞાન–અરીસામાં તું તને જાણે જ છો.... છતાં અનાદિથી બંધના વિશે તારી નજરમાં રાગ આવે છે તેથી તારી નજર રાગમાં રોકાઈ ગઈ છે માટે જ્ઞાયક તને જણાતો નથી. જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતાનો સ્વભાવ હોવાથી ભગવાન આત્મા જણાય છે જ છતાં અજ્ઞાનીને તે જણાતો નથી.
(આત્મધર્મ અંક ૪૧૭, પેઈજ નં-૧૨) [ ] ....એ આકાશનો એક પ્રદેશ છે કેવડો? એક પરમાણુ રહે એટલા માપવાળો છે. છતાં
તેમાં અનંતને અવગાહન આપવાનું અમાપ સામર્થ્ય છે. એ વાત કહીને કહેવું છે તો એ કે એ બધાને જાણનાર જીવની એક સમયની જ્ઞાન પર્યાયનું સામર્થ્ય કેટલું? એક