________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૪૯ સમયની જ્ઞાન પર્યાય અનંતા અનંતા પદાર્થોને ભૂત-ભવિષ્યની પર્યાય સહિત જાણી લ્ય છે. એ જાણવાના સ્વભાવની અમર્યાદિતતા –અમાપતા કેટલી? અરે! જડ એવા આકાશનો એક પ્રદેશ અનંત રજકણોને અવગાહન આપી શકે તો તેના જાણનાર જીવના જાણવાના સ્વભાવનું સામર્થ્ય કેટલું? આહાહા ! જાણનાર જીવના સ્વભાવની અમર્યાદિતતા, અમાપતા, અપરિમિતતા, અનંતતાનું કહેવું શું? ગજબ વાત છે? આ તો પોતાનું હિત કરવા માટે વાત છે. બીજાને સમજાવી દેવા માટે નથી પણ પોતાના જ્ઞાનનું સામર્થ્ય કેટલું છે તે પોતે સમજી, વિશ્વાસમાં લઈને અંદર સમાવા માટે છે. શ્રીમદ્ કહે છે ને! કે- સમજ્યા તે સમાઈ ગયા, કહેવા રોકાયા નહીં. આહાહા !! આવા સ્વભાવનું મહાત્મય આવે એ પર્યાય અંદર ગયા વિના રહે જ નહીં, ભગવાનને ભેટે જ.
(આત્મધર્મ અંક-૪૨૨, પેઈજ નં.-૨૯) [ G ] અરસના પાંચમાં બોલમાં કહે છે કે સકલ વિષયોના વિશેષોમાં સામાન્ય એકરૂપ
સ્વસંવેદન પરિણામરૂપ જાણવાનો તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદના પરિણામને પામીને રસને ચાખતો નથી માટે અરસ છે. જેમ અરીસામાં કોલસો, અગ્નિ, બરફ આદિ અનેક વસ્તુ એકીસાથે દેખાય છે તેમાં કોલસાનું એકનું જ પ્રતિબિંબ પડે ને બીજાનું ન પડે તેમ બનતું નથી, તેમ એકી સાથે બધા શેયોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. તેમાં એક જ રસને જાણવું તેવો તેનો સ્વભાવ ન હોવાથી એકલા રસનું સંવેદન કરતો નથી માટે આત્મા અરસ છે.
..... જુદા જુદા આકારરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુ એમ કહીને એમ પણ કહ્યું કે આ લાડવા રોટલી આદિના આકારરૂપે થયેલ પુદ્ગલો સ્વયં પરિણમે છે. પરિણમેલી શબ્દ ઉપર વજન છે, એટલે પુદ્ગલો સ્વયં પરિણમે છે અને બીજો કોઈ પરિણમાવતો નથી, પણ સમસ્ત વસ્તુઓ સ્વયં પરિણમે છે. તેના આકારે જ્ઞાન જાણવારૂપે પરિણમે છે, તો પણ સામી શેય વસ્તુના કારણે જ્ઞાન પરિણમ્યું નથી પણ પોતાથી જ જાણવારૂપે પરિણમ્યું છે. સમસ્ત શેય વસ્તુના આકારે જ્ઞાન પરિણમવા છતાં શેયના સંબંધથી રહિત હોવાથી જીવ અનિર્દિષ્ટસંસ્થાનવાળો છે.
(આત્મધર્મ અંક-૩૯૦, પેઈજ નં.-૩૬-૩૭) [ ] જેમ આકાશમાં તારાઓ છે તે પાણીમાં પ્રતિબિંબિત થતાં પાણીને દેખતાં તારા દેખાય
છે. પાણીમાં એ તારા નથી પણ પાણીની સ્વચ્છ પર્યાય છે. તેમ કેવળજ્ઞાનની પર્યાય પોતાને જાણતાં તે પર્યાયમાં લોકાલોક પ્રતિબિંબપણે જણાય જાય છે. લોકાલોકને જાણવા જવું પડતું નથી પણ પોતાને જાણતાં જ જણાય જાય છે.
(આત્મધર્મ અંક-૩૯૦, પેઈજ નં.-૪) [ ] અવ્યક્તનો પાંચમો બોલ- વ્યક્તપણું તથા અવ્યક્તપણું મિશ્રિતરૂપે પ્રતિભાસવા
છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. વ્યક્તપણું એટલે પ્રગટ પર્યાય, અવ્યક્તપણું એટલે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, તે બન્ને એક સમયમાં ભેગા પ્રતિભાસવા