________________
૩૪૭
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પ્રતિબિંબ પડે છે. પરંતુ એ વખતે જ અરીસો તો નિર્મળ જ છે, અરીસો કાંઈ બરફ કે અગ્નિરૂપ પ્રતિબિંબપણે થતો નથી.
અરીસાના બે પ્રકાર:- એક ત્રિકાળી દળ અને એક અરીસાની સ્વચ્છ પર્યાય જે કાંઈ પ્રતિબિંબ પડે તે અરીસાની સ્વચ્છ પર્યાયમાં જણાય છે, અરીસાના દળમાં પ્રતિબિંબ પડતું નથી.
તેમ વિભાવ પરિણામ વખતે જ એટલે કે વિકલ્પ ઊઠે તે કાળે જ તારામાં નિર્મળતા ભરેલી પડી છે, બરફના પ્રતિબિંબ વખતે અરીસો બરફમાં ગયો નથી ને બરફ અરીસામાં આવ્યો નથી. તેમ વિભાવ પરિણામ સ્વભાવમાં આવતા નથી ને સ્વભાવમાં વિભાવ આવતો નથી. ભગવાન આત્મા શાયકની ઝળહળ જ્યોતિ, ચૈતન્ય અરીસો, નિર્મળાનંદ પ્રભુ છે. તે વિભાવ વખતે પણ નિર્મળ જ છે. વિભાવને જાણે એ વખતે વિભાવને જાણતું નથી પણ વિભાવ સંબંધી જે પોતાનું જ્ઞાન તેને તે જાણે છે. વિભાવના જ્ઞાન કાળે પણ પ્રભુ તો નિર્મળ જ છે પણ તેને દૃષ્ટિમાં નિર્મળ પ્રભુ આવતો નથી. કેમકે તેની દૃષ્ટિ વિભાવ ઉપર છે. વિભાવની ભૂમિકાની સ્થિતિ વખતે પણ તેને જાણનાર નિર્મળાનંદ જ છે.
(આત્મધર્મ અંક ૪૨૮, પેઈજ નં-૨૯)
અગાધ અને ગંભીર આત્મ સ્વભાવ” [ ઉ ] અનંતી પર્યાયમાં છેલ્લી પર્યાય નહીં, એવી જ્ઞાનની એક પર્યાય શેય પ્રમાણે. શેય
કેટલા? –અનંતા આત્માઓ અને અનંતા પરમાણુઓ એ શેય. જ્ઞાન શેય પ્રમાણે, એ શેય કેટલા? –કે લોકાલોક પ્રમાણે. એક સમયની પર્યાયમાં પ્રમેય લોકાલોક. જેના ભાવનો અંત નથી એવા અનંતા આત્માઓના ને પરમાણુના ગુણો ને તેની પર્યાયો એક સમયની શ્રુતજ્ઞાનની પર્યાયમાં જણાય જાય તો કેવળજ્ઞાનની તો
વાત શું કરવી ! એવી એક સમયની પર્યાયમાં પણ અનંતા અવિભાગપ્રતિચ્છેદ ! [ઉ ] અનંતા દ્રવ્યો ને તેના અનંતા ગુણો કે જેનો પાર નહીં ને એક એક ગુણની પર્યાય કે
જેનો પાર નહીં એનો પાર શ્રુતજ્ઞાનની પર્યાયે જાણી લીધો. એ જ્ઞાનની એક સમયની પર્યાયે આવા અનંતા પદાર્થવાળા લોકાલોકને જાણ્યા તો એટલા ભાગ એ પર્યાયમાં પડી ગયા, અંશો પડી ગયા, કેટલા અંશો? –કે અંશોનો છેડો નહીં.
(આત્મધર્મ અંક-૪૧૮, પેઈજ નં-૬)
સ્વપર પ્રકાશક જ્ઞાનસ્વભાવ [ ] શિષ્યના પ્રશ્નના જવાબમાં મુનિરાજ મૂળ ગૂંજીની વાત કરે છે. ભગવાન! તું તો
પરિપૂર્ણ ગુણથી ભર્યો છો ને! તારી પર્યાય વર્તમાનમાં એકાન્ત પરલક્ષી અને એકાન્ત પરને જાણવાવાળી થઈ છે તે તારો સ્વભાવ નથી. પરને પોતાના માનવા કે તેનો કર્તા થવું એ તો તારા સ્વભાવમાં છે જ નહીં પણ સ્વને જાણ્યા વિના એકલા પરને જાણવું એ પણ તારી પર્યાયનો વાસ્તવિક સ્વભાવ નથી. સ્વ-પર બન્નેને