________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૪૫ જે સર્વને જાણતો નથી તે એક આત્માને પણ જાણતો નથી[ ] અનંતા દ્રવ્યોનો સમુદાય તે જોયો છે ને આત્મા જ્ઞાતા છે. સ્ત્રી-પુત્ર આદિ જ્ઞાનમાં
જણાય એવા શેય તરીકે છે પણ સ્ત્રી-પુત્ર આદિ મારા તરીકે છે એમ નથી. અનંતા દ્રવ્યો ને પર્યાયોનો સમુદાય શેય છે ને આ આત્મા જ્ઞાતાદ્રવ્ય છે અર્થાત બીજા જીવને મારી શકે કે રાખી શકે એવો તું નથી પણ બીજા જીવને જાણનારો જ્ઞાતાદ્રવ્ય છો. પ્રભુ! તારી મોટ: કેવી ? તારા શ્રુતજ્ઞાનમાં અનંતા દ્રવ્યો ને પર્યાયોને જાણનારો તું છો. પણ એવો હું જ્ઞાતા છું એમ ન માનતા, હું પરનું કાંઈ કરી દઉં એવું માનીને તે જ્ઞાતાને મારી નાખ્યો છે. ત્રણકાળની પર્યાયો સહિત જગતના બધા પદાર્થો શેય છે ને આત્મા જ્ઞાતા છે. પરંતુ એવું કોઈ શેય નથી કે આત્માનું સુખ તેમાં હોય. પર શેય ને આત્મા જ્ઞાતા એટલો માત્ર શેય જ્ઞાયકનો વ્યવહાર સંબંધ છે. બધા જોયો છે તે જ્ઞાનમાં નિમિત્ત છે ને જ્ઞાન તે બધાને જાણવા આકારે પરિણમે એવો જ્ઞાનનો સ્વભાવ છે. બધાને જાણવારૂપ પરિણમવું એ જ્ઞાનનો સ્વભાવ છે. તેથી જો એ સમસ્ત શેયને ન જાણે તો જાણવારૂપ એકરૂપ સ્વરૂપ છે તેને પણ તે જાણતો નથી. બધાને જાણવારૂપ પરિણમે છે એ ચૈતન્યરૂપે પરિણમે છે, પોતાના સ્વાનુભવ પ્રત્યક્ષપણે પરિણમે છે.
જે કોઈ સર્વને જાણે નહીં તે સર્વને જાણવાનો જેનો સ્વભાવ છે એવા પોતાને જાણે નહીં-એમ અહીં કહે છે.
જાણે નહીં યુગપદત્રિકાળિકત્રિભુવનસ્થ પદાર્થને, તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે.” ૪૮. ગાથાર્થ – જે એકી સાથે ત્રણ કાળના અને ત્રણલોકના પદાર્થોને જાણતો નથી, તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી.
પ્રભુ! તારી મોટપ કેવી? –કે તારા શ્રુતજ્ઞાનમાં અનંતા દ્રવ્યોને પર્યાયોને જાણનારો તું છો પણ એવો હું જ્ઞાતા છું એમ ન માનતા હું પરનું કાંઈ કરી દઉં—એવું માનીને જ્ઞાતાને તે મારી નાખ્યો છે.
અહીં તો કેવળજ્ઞાનની વાત ચાલે છે પણ શ્રુતજ્ઞાનમાં પણ એમ છે. જગતના બધા પદાર્થો જોય છે પણ કોઈ શેય મારા છે એમ નથી. એ જોયો જ્ઞાનમાં જણાય છે. એ જાણવારૂપ પરિણમન પોતાનું છે ને શેયો તેમાં નિમિત્ત છે. ભાવશ્રુતજ્ઞાનમાં વ્યવહાર રત્નત્રયથી માંડીને બધોય સમુદાય શેયમાં જાય છે. ભગવાન આત્મા સ્વભાવના લક્ષે શ્રુતજ્ઞાનપણે પરિણમે છે એ ભાવશ્રુતજ્ઞાનમાં રાગથી માંડીને આખી દુનિયા શેય સમુદાય છે, ફક્ત શ્રુતજ્ઞાનમાં એ જોયો પરોક્ષ છે ને કેવળજ્ઞાનમાં એ શેયો પ્રત્યક્ષ છે.