________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૪૩ શ્રી પ્રવચનસાર ગાથા - ૨00 ના પ્રવચનમાંથી [ ] સ્વભાવથી જ હું જ્ઞાયક હોવાને લીધે સમસ્ત વિશ્વ સાથે મારે શેયજ્ઞાયક લક્ષણ સંબંધ
છે. પરંતુ આ શેય ઇષ્ટ-અનિષ્ટ છે કે શેયના લઈને જ્ઞાન થાય છે કે આ શેય મારું ને હું તેનો સ્વામી એવો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.
જ્ઞાયકનો સર્વ શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી લોકાલોક જાણે છે કે જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય એમ એક ક્ષણમાં જ જાણી લ્ય છે. આવા શેય જ્ઞાયક લક્ષણ સંબંધને લીધે એકી સાથે અનંતા જોયોને અનંતપણે જાણવા છતાં જ્ઞાયક તો સદાય જ્ઞાયકપણે જ એકરૂપપણે જ રહ્યો છે. અનાદિથી તો જ્ઞાયક તો જ્ઞાયકભાવે જ રહ્યો છે, પણ મિથ્યાત્વને લઈને અન્યથા મનાઈ રહ્યો છે. તેથી એ મિથ્યાત્વને મૂળથી ઉખેડીને સ્વભાવથી જ જ્ઞાયક એવા આત્મતત્ત્વના જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મામાં પ્રવર્તવા સિવાય અન્ય કાંઈ કરવા યોગ્ય નથી.
મારે ને પરને સ્વસ્વામી સંબંધ નથી. હું કર્તા છું ને પરદ્રવ્યની પર્યાય મારું કર્મ છે એવું નથી, પરદ્રવ્ય કર્તા અને મારા પરિણામ કર્મ છે એવું નથી. માત્ર શેય-જ્ઞાયક સંબંધ છે. પરિણામ-પરિણામી સંબંધ છે નહીં. વિકાર મારા પરિણામને હું પરિણામી એવો સંબંધ નથી, વિકાર જોય ને હું જ્ઞાયક એવો સંબંધ છે. હું શ્રદ્ધા કરનારો ને ભગવાન શ્રદ્ધા કરવા લાયક એવો શ્રદ્ધા-શ્રદ્ધેય સંબંધ પણ નથી, પ્રમેય પ્રમાણ એટલો વ્યવહાર સંબંધ છે. પરવસ્તુ પ્રમેય જાણવા લાયક ને હું જાણનાર પ્રમાણ એટલો ઉપચરિત વ્યવહાર સંબંધ છે. નિશ્ચયથી તો જ્ઞાતા હું, જ્ઞાન હું, ને શેય હું. હું જાણનારો ને ભગવાન શેય એ ઉપચરિત વ્યવહાર છે.
જ્ઞાયક સ્વભાવનો સર્વ શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી, ક્રમે પ્રવર્તતા અનંત અર્થાત્ અનંત દ્રવ્યોની ક્રમે ક્રમે પ્રવર્તતી અનંત, ભૂત, વર્તમાન ભાવિ; “વિચિત્ર પર્યાય સમૂઠ” એટલે કે ક્ષણમાં હરણને ફાડવાની પર્યાયને ક્ષણમાં સમ્યગ્દર્શન પર્યાય, એવી વિચિત્ર પર્યાયોવાળા અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્યમાત્રને એક ક્ષણમાં જ શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છેકેવી રીતે જાણે છે?-કે જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, લોકાલોક જાણે કે જ્ઞાયકમાં ચીતરાઈ ગયા હોય, એક સમયની જાણવાની પર્યાયમાં ત્રણકાળ, ત્રણલોકના પર્યાયો જાણે ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, જ્ઞાનમાં જાણે કે સમાઈ ગયા હોય એ રીતે જાણે છે.)
લોકાલોક જાણે કે જ્ઞાનમાં પ્રતિબિંબિત થયા હોય એમ એક ક્ષણમાં જ શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કરે છે. ભવિષ્યની પર્યાય થઈ નથી તેને પણ જ્ઞાનમાં પ્રત્યક્ષ કરે છે. આહાહા ! જ્ઞાનનો કોઈ અદ્ભૂત મહિમા છે.
શેય-જ્ઞાયક સંબંધની અનિવાર્યતાને લીધે શેય-જ્ઞાયકને ભિન્ન પાડવા અશક્ય હોવાથી (એટલે કે ) જોયો-જ્ઞાયકમાં ન જણાય એમ કરવું અશક્ય હોવાથી સમસ્ત વિશ્વને જાણવા છતાં જ્ઞાયક છે તે એકરૂપતાને છોડતો નથી.
(આત્મધર્મ અંક-પ૨૮, પેઈજ નં.-૧૨-૧૩-૧૪ માંથી)