________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૪૧ [ ] અહો ! જ્ઞાનસ્વભાવનું માહાભ્ય કેટલું છે! સામર્થ્ય કેવું છે! એનું જગતને ભાન નથી.
આકાશના અનંતા પ્રદેશો છે તેમાં અહીંથી તેની ગણતરી કરતાં આકાશનો છેલ્લો પ્રદેશ કયો? તેનો અંત છે જ નહિ. કાળના અનંત સમયો છે તેમાં વર્તમાન સમયથી ગણતાં કાળનો છેલ્લો સમય કયો? તેનો અંત છે જ નહિ. તેમ દ્રવ્યો અનંતા છે તેની ગણતરી કરતાં છેલ્લું દ્રવ્ય કયું? તેનો અંત છે જ નહિ. તેમ એક જીવ દ્રવ્યના જ્ઞાન-દર્શનાદિ ગુણ આકાશના પ્રદેશ કરતાં પણ અનંતગુણા છે, તેમાં છેલ્લો ગુણ કયો? તેનો અંત છે જ નહિ. આહાહા ! ગજબ વાત છે, જ્ઞાનનો પર્યાય શેયપ્રમાણ છે ને શેય લોકાલોક છે, જેનો પાર નથી એવા અપાર અનંતાનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને શેય બનાવનારી એક સમયની જ્ઞાનપર્યાયનું સામર્થ્ય કેટલું? તેની તાકાત કેટલી? એ એક સમયની પર્યાયમાં અનંતાનંત શેય-પ્રમાણ જ્ઞાનની પર્યાયના અવિભાગપ્રતિચ્છેદ કેટલા? એનો છેલ્લો પ્રતિચ્છેદ કયો? આહાહા ! ગજબ વાત છે. સિદ્ધ થાય તેની આદિ ગણાય પણ અંત નથી. સિદ્ધ થયા તેના ભવનો અંત-છેડો તો આવી ગયો પણ તેનો પહેલો ભવ કયો? અનાદિ છે, તેની શરૂઆત છે જ ક્યાં? અંત વિનાના દ્રવ્યો છે તેનો અંત આવે કેમ? અંત વિનાનું ક્ષેત્ર છે તેનો અંત આવે કેમ? અંત વિનાનો કાળ છે તેનો અંત આવે કેમ? અંત વિનાના ભાવ છે તેનો અંત આવે કેમ? આહાહા ! આટલા આટલા અનંતા શેયો છે એને જાણનાર જ્ઞાન શૈય પ્રમાણ છે. આવા અનંત પદાર્થોને શ્રુતજ્ઞાનમાં શેય બનાવ્યા એની પર્યાયમાં વિષયોનો રસ રહી શકે નહિ. રાગ રહે પણ રાગનો રસ રહી શકે નહિ. આહાહા ! આત્મવસ્તુ જ કોઈ એવી અદ્ભુત ચમત્કારિક છે કે એનું શું કહેવું ભાઈ !
(આત્મધર્મ અંક નં-૪૧૭, પેઈજ નં.-૩૧) [] આત્માને કેવળજ્ઞાન થતાં તેમાં લોકાલોક એક સાથે જણાય છે ને સદાય તે જ્ઞાનમાં
લોકાલોક જણાયા જ કરે છે. એટલે ત્યાં શેય-જ્ઞાયકનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એક સરખો રહ્યા કરે છે. અહીં કેવળજ્ઞાનની એકરૂપ ધારા છે અને એને શેયપણે લોકાલોક સદાય રહ્યા કરે છે. પણ છમને જ્ઞાન પર્યાય ક્ષણે-ક્ષણે બીજા બીજા શેયને જાણવારૂપે પલટી જાય છે. નવી-નવી પર્યાય પલટે છે. તે પર્યાય તે કાળના જ્ઞાનને અને તે તે કાળના શેયને જાણે છે, એટલે તે જ્ઞાન અને શેયનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એક સરખો રહેતો નથી. સ્વભાવના આશ્રયે પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટે તે સદા એવું ને એવું ટકી રહે છે. નીચલી દશામાં જ્ઞાન પર્યાય પ્રગટી તે પણ પોતાથી જ છે. તે જ્ઞાન શેયને લીધે નથી, તે રાગને લીધે પણ નથી. મારું જ્ઞાન માટે લઈને અને પરની પર્યાય પરને લઈને એવું ભાન હોવાથી ધર્મીને પર્યાયના ફેરફારે હર્ષ-શોક થતા નથી પણ સ્વભાવની ભાવના કરતા એકાગ્રતા અને સંવર વધતો જાય છે. અજ્ઞાનીને પર સંયોગને લીધે હર્ષ-શોકની માન્યતાને લીધે આસ્રવ વધતો જાય છે.
(આત્મધર્મ અંક નં.-૪૭૭, પેઈજ નં.-૧૧) [ ] મિથ્યાષ્ટિ કે જેને ધર્મની ખબર નથી તેને જાણે રાગ આત્મામાં પેસી ગયો હોય એવું