________________
૩૪૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [] જુઓ, સ્વચ્છ અરીસામાં કેરીને જાંબુડા, સોનું ને કોલસો, અગ્નિને બરફ, મો૨ને કાગડો તથા વસ્ત્ર એવી નવ ચીજોનું પ્રતિબિંબ દેખાય છે, ત્યાં બહારની નવે ચીજો તો અરીસાથી જુદી જ છે, ને અરીસામાં નવ પ્રતિબિંબ દેખાતાં અરીસો કાંઈ નવ પ્રકારે ખંડ–ખંડરૂપ થઈ ગયો નથી, પણ અરીસો તો પોતાની એકરૂપ સ્વચ્છતારૂપે જ છે, તેના સ્વચ્છ સ્વભાવનું જ તેવું પરિણમન છે. આ પ્રમાણે ઓળખે તો અરીસાના સ્વભાવને જાણ્યો કહેવાય. તેમ જીવ, અજીવ, પુણ્ય-પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એવા નવતત્ત્વો તેઓ આત્માના જ્ઞાનની પર્યાયમાં જણાય છે. ત્યાં જ્ઞાનમાં નવતત્ત્વો જણાતાં જ્ઞાન કાંઈ નવ પ્રકારે ખંડ-ખંડરૂપ થઈ ગયું નથી, પણ એકરૂપ જ્ઞાનની સ્વચ્છંદશાનું તેવું પરિણમન છે. નવતત્ત્વને જાણતાં જ્ઞાન તે નવતત્ત્વના વિકલ્પ રૂપે પરિણમી જતું નથી, પણ વિકલ્પથી જુદું રહે છે. આ પ્રમાણે નવતત્ત્વના ભેદના વિકલ્પથી ભિન્ન એવા જ્ઞાનને અંતર્મુખ કરીને એકરૂપ ભૂતાર્થ જ્ઞાનાનંદ સ્થિર સ્વભાવને અનુભવમાં પકડવો તેનું નામ સમ્યગ્દર્શન છે, તે ધર્મની પહેલી ભૂમિકા છે.
ધર્મી જાણે છે કે મારો આત્મા સ્વપ૨ પ્રકાશક જ્ઞાન સ્વરૂપ છે. બહારના પદાર્થો જણાય તે મારા સ્વપર પ્રકાશક જ્ઞાનનું જ સામર્થ્ય છે તેથી જણાય છે. (આત્મધર્મ -૧૪૮, પેઈજ નં. -૬૦-૬૧ )
હવે બંધનું લક્ષણ કહે છે.
[] શુભ ને અશુભ રાગ બંધનું લક્ષણ છે, આત્માનું લક્ષણ નથી. પુણ્ય-પાપના ભાવ આત્માની સાથે સદા ભાસતા નથી. જેમ જ્ઞાન આનંદ આદિની પર્યાય આત્મા સાથે રહે છે તેમ પુણ્ય-પાપના ભાવ આત્મા સાથે સદા ભાસતા નથી એટલે કે જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં આત્મા એમ પ્રતિભાસતું નથી. પુણ્ય-પાપના ભાવ કે જે બંધનું લક્ષણ છે તે ચૈતન્ય ચમત્કારમાં ભિન્નપણે જાણવામાં આવે છે પણ ચૈતન્ય ચમત્કારરૂપ તેઓ જાણવામાં આવતા નથી. વળી રાગ વિના પણ ચૈતન્ય હોય છે, સિદ્ધ ભગવાનને રાગાદિ નથી. જો રાગાદિ આત્માના હોય તો જ્યાં જ્યાં આત્મા હોય ત્યાં ત્યાં રાગાદિ હોય, પણ તેમ પ્રતિભાસતું નથી, માટે રાગાદિ આત્માના નથી પણ તેઓ બંધનું લક્ષણ છે.
ચૈતન્ય જાણનરૂપી આંખ રાગને જાણે છે પણ ચૈતન્ય ને રાગ એકરૂપ જતાં નથી છે પરંતુ જ્ઞાન અને રાગનું એકસાથ ઊપજવું થતું હોવાથી અતિ નિકટતાને કા૨ણે અજ્ઞાનીને એક જેવા લાગે છે પણ તે એક પદાર્થ નથી. અરીસામાં મોર દેખાય છે તે અરીસાની સ્વચ્છ અવસ્થા છે પણ મોર ને અરીસો એક નથી. તેમ જ્ઞાનની સ્વચ્છતામાં રાગ જણાય છે પણ જ્ઞાન ને રાગ એક નથી. ભગવાન આત્મા જાણના૨ છે અને તે રાગાદિને જાણે છે પરંતુ રાગાદિ આત્મામાં આવી જતા નથી.
( આત્મધર્મ અંક ૪૦૫, પેઈજ નં-૧૦)