________________
છે.
૩૫૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ તેથી પ્રમાણ છે. છદ્મસ્થને ઉપયોગ તો સ્વમાં હોય ત્યારે પરમાં ન હોય, ને પરમાં હોય ત્યારે સ્વમાં ન હોય, છતાં પ્રમાણરૂપ સમ્યજ્ઞાન તો જ્ઞાનીને સદૈવ વર્તે છે પરને જાણતી વખતેય “હું જ્ઞાન છું' એવું આત્મભાન ખસતું નથી, એ જ જ્ઞાનની પ્રમાણતા
(આત્મધર્મ અંક-૨૬૧, જુલાઈ-૧૯૬૫, પેઈજ નં.-૨૯) [ઉ] એક સમયની અવસ્થાને જાણવા જ્ઞાન લંબાતા તે જ્ઞાન ત્રિકાળી દ્રવ્ય-ગુણમાં અભેદ
થાય છે ને દ્રવ્યની પ્રતીતિ થાય છે, અને તે દ્રવ્યના આશ્રયે જ્ઞાન સૂક્ષ્મ થતાં કેવળજ્ઞાન થાય છે. એ રીતે સંપૂર્ણ સ્વપર પ્રકાશક સ્વભાવ ખીલી જતાં જ્ઞાનના સામર્થ્યમાં સ્વપર બધું એક સાથે એક સમયમાં જણાય જાય છે, એવો જ્ઞાનનો સ્વભાવ છે. પરને જાણવા માટે તે જ્ઞાન પરનું લક્ષ કરવું પડતું નથી.
(આત્મધર્મ -૭૦, પેઈજ નં.-૧૭૨) જેણે આ સાથે જોડી, તેણે પર સાથે તોડી. [ ૯ ] જે આત્માને સંસાર બંધનનો ત્રાસ લાગ્યો હોય ને જે પોતાના આત્માને તે બંધનથી
છોડાવવા માંગતો હોય તેની આ વાત છે. જે જીવ આત્મા સાથે સંબંધ જોડીને જગત સાથેનો સંબંધ તોડે છે તે આ પ્રમાણે
હું જ્ઞાયક સ્વભાવી આત્મા, જગતના પદાર્થોથી હું અત્યંત જુદો; કોને હું રાજી કરું? કે કોનાથી હું રાજી થાઉં? દુનિયા દુનિયામાં, ને હું મારામાં હું જ્ઞાન ને, પદાર્થો શેય; શેયો શેય પણે તેમના ઉત્પાદ-વ્યય-ધ્રુવમાં પરિણમી રહ્યા છે, હું મારા જ્ઞાન સ્વભાવમાં જ સ્વકીય ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપે પરિણમું ! આમ નિર્ણય કરીને ધર્મી જીવ જ્ઞાન સ્વભાવને આશ્રિત જ નિર્મળભાવે પરિણમે છે. આ રીતે જ્ઞાન સ્વભાવમાં ઉપયોગને જોડતા પર સાથેનો સંબંધ તૂટી જાય છે. અને એકત્વ સ્વભાવની ભાવનામાં લીન એવો તે આત્મા પર સાથેનો સંબંધ અત્યંત તોડીને સિદ્ધપદને પામે છે.
(પ્રવચનસાર-૧૦૧ ગાથાના પ્રવચનમાંથી, આત્મધર્મ અંક-૧૮૩, છેલ્લું પેઈજ) [ ] .... જેમ અરિસાની સ્વચ્છતામાં અગ્નિ, બરફ, વિષ્ટા સુવર્ણ પુષ્પાદિ દેખાય છતાં
અરીસાને તેનાથી કાંઈ વિકૃતિ થતી નથી અનેક ચીજો અનેકપણે દેખાય તે તેની સ્વચ્છતા છે. ઉપાધી નથી; તેમ મારા જ્ઞાન દર્પણની સ્વચ્છતામાં પર પદાર્થ જણાય પણ તે આત્મામાં ગુણ-દોષ કરાવવા સમર્થ નથી. (આત્મધર્મ અંક નં-૨૨૮)
(આત્માનું સ્વરૂપ ઓળખાવવા માટે સિદ્ધપ્રભુ પ્રતિબિંબ સમાન) [ રે ] આવા સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ઓળખીને તેમના ધ્યાન વડે ભવ્ય-જીવોને સ્વ-પરનું
તેમજ સ્વભાવ અને વિભાવનું ભેદવિજ્ઞાન થાય છે. આ આત્માનું પરમાર્થ સ્વરૂપ પણ સિદ્ધ ભગવાન જેવું, પરથી ને વિભાવથી ભિન્ન છે-એવી ઓળખાણ વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. આ રીતે, સાધવા યોગ્ય એવું જે પોતાનું શુદ્ધ સ્વરૂપ તેને દર્શાવવા માટે સિદ્ધ ભગવાન પ્રતિબિંબ સમાન છે.
જેમ સ્વચ્છ દર્પણમાં જોતાં પોતાનું મુખ દેખાય છે, તેમ સિદ્ધ ભગવાનને જોતાં