________________
૩૬૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પરિશિષ્ટ વિભાગ-૧
મહાન શાસ્ત્ર શ્રી જયધવલાના ગંભીર આશય રહેલા છે; તે વિષય ઉપર
પૂ. ગુરુદેવે કરેલ સ્પષ્ટતા. [૯ ] “જો એમ કહેવામાં આવે કે કેવળજ્ઞાન અસિદ્ધ છે” તો તેમ પણ નથી, કેમ કે સ્વસંવેદન
પ્રત્યક્ષ દ્વારા કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિબંધપણે ઉપલબ્ધિ થાય છે, અર્થાત્ મતિજ્ઞાનાદિક કેવળજ્ઞાનના અંશરૂપ છે અને તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી સર્વેને થાય છે, તેથી કેવળજ્ઞાનના અંશરૂપ અવયવ પ્રત્યક્ષ છે, માટે કેવળજ્ઞાન અવયવીને
પરોક્ષ કહેવું યુક્ત નથી. [ ] જીવનું સ્વરૂપ કેવળજ્ઞાન છે.મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે-તેના ન્યાયો.
જીવનું સ્વરૂપ કેવળજ્ઞાન છે. તે કેવળજ્ઞાન સર્વ પ્રકારના આવરણનો નાશ થતાં પ્રગટ થાય છે; તથા તે કેવળજ્ઞાન ઉપર જેટલે અંશે આવરણ આવે તે અનુસાર કર્મને મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ એમ ભેદ પાડી નામ અપાય છે, તથા તે વખતે (આવરણ વખતે) કેવળજ્ઞાનનો જેટલો અંશ પ્રગટ રહ્યો છે એટલે કે જેટલા ભાગ ઉપર આવરણ નથી તે ભાગને ક્ષયોપશમ અનુસાર મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વગેરે નામ આપવામાં આવે છે; કેવળજ્ઞાન કદી સંપૂર્ણપણે અવરાતું નથી, કેમ કે જ્ઞાન જો સંપૂર્ણપણે અવરાય અર્થાત્ જ્ઞાનનો અભાવ થાય તો જીવને જડત્વનો પ્રસંગ આવે; પણ તેમ બનવું અશક્ય છે- એટલે કે કેવળજ્ઞાનનો અમુક ભાગ (અંશ) તો જીવની ગમે તે અવસ્થા વખતે પણ ખુલ્લો હોય જ છે. (અહીં કેવળજ્ઞાન એટલે કેવળ પર્યાય નહીં પણ જ્ઞાન -એ અર્થ છે.) મુમુક્ષુઓ પ્રત્યે સગુરુદેવનો પ્રશ્ન - “કેવળજ્ઞાન” પ્રત્યક્ષ છે કે પરોક્ષ? મુમુક્ષુઓનો ઉત્તર- કેવળજ્ઞાનનો વિષય પ્રત્યક્ષ છે. શ્રી સદ્ગુરુદેવ:- મેં કેવળજ્ઞાનના વિષયનું નથી પૂછયું પણ મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ કે પરોક્ષ? એમ પૂછ્યું છે. શ્રી જયધવલમાં આ બાબત આવી છે, સાંભળો:મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે તેના ન્યાયો (૧) કેવળજ્ઞાન તે પૂર્ણ સ્વરૂપ છે અર્થાત્ અંશી (આખી વસ્તુ) છે, અને મતિજ્ઞાન તે અધૂરુંજ્ઞાન એટલે કે કેવળજ્ઞાનનો અંશ (ભાગ ) છે, જેનો એક અંશ પ્રત્યક્ષ છે જેનો એક અંશ પ્રત્યક્ષ જ છે. એક અંશ પ્રત્યક્ષ હોય અને અંશી પ્રત્યક્ષ ન હોય તેમ બને નહીં, આ રીતે મતિજ્ઞાન તે કેવળજ્ઞાનનો અંશ હોવાથી “અંશ પ્રત્યક્ષ છે ત્યાં અંશી પણ પ્રત્યક્ષ જ છે” – એ ન્યાયે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ જ છે.