________________
૩૪૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ લાગે છે. દયા-દાન આદિનો વિકલ્પ છે તે રાગ છે, તે આત્મામાં પેસી ગયો હોય એમ જે માને છે તે મિથ્યાષ્ટિ અજ્ઞાની છે. પરંતુ રાગથી ભિન્ન પડીને ભેદ વિજ્ઞાન કરે છે, સમ્યગ્દર્શન કરે છે ત્યારે અરીસામાં જેમ બીજી ચીજ દેખાય તેમ જ્ઞાનમાં રાગ ભિન્નપણે જણાય છે. ધર્મી જીવને અતીન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન હોવાથી તેની પર્યાયની નિર્મળતા એવી હોય છે કે અરીસામાં જેમ અગ્નિ જણાય તેમ જ્ઞાનમાં રાગ જણાય છે પણ રાગનું જ્ઞાન નથી, રાગ સંબંધી જ્ઞાનનું જ્ઞાન છે.
દેવ-ગુરુની શ્રદ્ધા, પંચ મહાવ્રતાદિનો રાગ છે તે અંદર પેઠા નથી પણ અરીસામાં જેમ પર ચીજ પ્રતિબિંબ તરીકે જણાય છે તેમ જ્ઞાનમાં રાગ પ્રતિબિંબ તરીકે જણાય છે. ભગવાન ચૈતન્ય અરીસો છે ને તેમાં રાગ પ્રતિબિંબ તરીકે છે. અરીસામાં અગ્નિ દેખાય છે પણ એ અગ્નિ નથી, તે અરીસાની અવસ્થા છે. તેમ રાગ છે એ દુઃખ છે અને તેનું જ્ઞાન થતાં એ જ્ઞાન રાગનું નથી પણ અનાકુળ આનંદનું જ્ઞાન છે, રાગનું જ્ઞાન નથી. ચૈતન્યસ્વરૂપ ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ રાગથી ભિન્ન છે, તેમાં રાગ જણાયો પણ તે રાગ સ્વરૂપમાં નથી, તો રાગ જણાયો ને? કહે છે એ તો પ્રતિબિંબરૂપે ઝલકતું જ્ઞાન થયું.
..રાગ ક્ષણિક કૃત્રિમ ને સ્વભાવ ત્રિકાળી અકૃત્રિમ એમ ભેદજ્ઞાન કરતાં રાગાદિ જ્ઞાનઅરીસામાં પ્રતિબિંબસ્વરૂપ છે. જેમ અરીસામાં અગ્નિ પ્રતિબિંબરૂપ છે તેમ ભેદજ્ઞાન કરતાં ચૈતન્યના પ્રકાશરૂપી અરીસામાં રાગ પ્રતિબિંબરૂપ જણાય છે. જોકે રાગ જણાય છે તેમ કહેવું તે પણ વ્યવહાર છે. ખરેખર તો રાગ સંબંધીનું પોતાનું જ્ઞાન છે એ જ્ઞાન જણાય છે. રાગને ભિન્ન પાડીને આત્માનું જ્ઞાન કર્યું તે જ્ઞાનમાં રાગ સંબંધી પોતાનું જ્ઞાન જણાય છે, એ જ્ઞાન રાગને લઈને થયું નથી.
- અજ્ઞાની પરાધીનતાથી આકુળતામાં પીલાઈ ગયો છે. આનંદસ્વરૂપ હોવા છતાં પુણ્ય-પાપની આકુળતામાં ઘેરાઈ ગયો છે, બહારથી પૈસાવાળો આદિ ભલે દેખાય પણ અંદરમાં તે દુઃખી છે. અહીં કહે છે કે રાગથી ભિન્ન પડીને આત્માને જાણતાં એ જ્ઞાનની સ્વચ્છતાને લઈને તેમાં રાગ જણાય છે, જેમ અરીસામાં
બીજી વસ્તુ જણાય છે તેમ. (આત્મધર્મ અંક-૪૨૧, પેઈજ નં.-૨૨-૨૩) [ ] એક દ્રવ્યની અંદર કોઈપણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ ભાસતું નથી. જ્ઞાન શેયને
જાણે છે એ તો જ્ઞાનની જાણવાની સ્વચ્છતાનું સામર્થ્ય છે, તોપણ જ્ઞાનને અન્ય દ્રવ્યની સાથે સ્પર્શ હોવાની માન્યતાથી જગત આકુલિત થાય છે. જ્ઞાનમાં વીંછીનો ડંખ-કરડ ભાસે ત્યાં વીંછી મને કરડયો તેમ માની દુઃખી થાય છે. જ્ઞાન રાગને જાણતાં રાગમયપણે પોતાને માની આકુલિત થાય છે. જ્ઞાન રાગને કે અન્ય દ્રવ્યોને અડતું-સ્પર્શતું નથી. જ્ઞાન શેયને જાણે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સામર્થ્ય છે.
(આત્મધર્મ અંક ૪૧૦, પેઈજ નં-૨૨, જ્ઞાનગોષ્ઠી)