________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૩૯ તે જ્ઞાનનું સ્વરૂપ નથી.
હવે ત્રીજી વાત- પૂર્વની જે જ્ઞાનપર્યાય છે તે વ્યય થાય છે ને પછીની જ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે, ત્યાં પૂર્વની પર્યાય તે પછીની પર્યાયમાં વ્યાપતી નથી; મતિ- શ્રુતજ્ઞાન છૂટીને કેવળજ્ઞાન થયું ત્યાં તે કેવળજ્ઞાનમાં મતિ-શ્રુતજ્ઞાનપર્યાય વ્યાપતી નથી, એટલે પર્યાયના ખંડખંડ સામે જોવાનું રહેતું નથી. બે સમયની પર્યાયો કદી એક થતી નથી.
તો હવે કોણ બાકી રહ્યું કે જે આત્માની વિશેષ જ્ઞાનપર્યાયમાં વ્યાપે છે! અને તે વિશેષ જ્ઞાનપર્યાય જેને અવલંબીને પ્રવર્તે છે! વિશેષ વખતે જ આત્માનો જ્ઞાન સામાન્યરૂપ મહાન સ્વભાવ છે તે જ વિશેષોમાં વ્યાપે છે. જ્યારે જુઓ ત્યારે તે પોતામાં વિદ્યમાન જ છે. અનાદિઅનંતકાળની જે વિશેષ જ્ઞાનપર્યાયો ( જેમાં ભવિષ્યની અનંત-કેવળજ્ઞાનપર્યાયો પણ આવી જાય છે તે સમસ્ત પર્યાયો) માં વ્યાપે એવો એક જ્ઞાનસ્વભાવી આત્મા હું છું એમ ધર્માજીવ સ્વસંવેદનપ્રત્યક્ષ વડે પોતાના આત્માને જાણે છે. પોતાના સામાન્ય અને વિશેષ બંનેમાં તેને જ્ઞાન જ દેખાય છે.
' અરે, પોતાની પર્યાયની અંદર વ્યાપેલા પોતાના જ્ઞાનસ્વભાવને પણ જે ન જાણે, તે પોતાની પર્યાયથી બહાર એવા પરદ્રવ્યને કયાંથી જાણે? (પ્રવચનસાર ૪૯ ગાથાના પ્રવચનમાંથી, આત્મધર્મ અંક-૩૭૫, પેઈજ નં-૩થી ૫)
આત્માની સેવાનું ફળ મુક્તિ-રાગની સેવાનું ફળ બંધન [ ] ઇષ્ટોપદેશ ૨૩મી ગાથા પૂરી થઈ. હવે શિષ્ય પૂછે છે કે અધ્યાત્મલીન જ્ઞાનીને શું ફળ
મળે છે? અધ્યાત્મલીન એટલે આત્મામાં લીન થઈ ગયા છે જામી ગયા છે એવા યોગીની અપેક્ષાએ સ્વાત્મધ્યાનનું ફળ શું છે? તે પ્રશ્નનો પૂજ્યપાદ સ્વામી ગાથારૂપે જવાબ આપે છે.
“આત્મધ્યાનના યોગથી, પરિષહો ન વેદાય,
શીઘ સસંવર નિર્જરા, આસવ રોધન થાય.” ધર્માજીવ પોતાના જ્ઞાન સ્વરૂપ આત્માના ધ્યાનમાં જેટલો લીન થયો છે તેટલું તેનું પરિષહો તરફ લક્ષ નથી, તેને પરિષહોનું વેદન થતું નથી, પ્રતિકૂળતા તરફનું લક્ષ ન રહેવાથી તેનો અનુભવ થતો નથી.
ધર્મ પણ રોકડિયો છે અને શુભાશુભ ભાવનું ફળ પણ રોકડિયું છે. જે સમયે શુભાશુભભાવ થાય છે તે જ સમયે આકુળતા છે તે તેનું ફળ છે. અને આત્માના સ્વરૂપના ધ્યાનરૂપ ધર્મનું ફળ શાંતિનું વદન તે તે સમયે જ થાય છે.
ભગવાન આત્મા જ્યાં અંતર સ્વરૂપના ધ્યાનમાં લીન થાય છે ત્યારે શરીરમાં સુધા-તૃષાનું દુઃખ છે તેના તરફ તેનું ધ્યાન જ નથી તેથી તેનું વેદન પણ નથી. સર્પ કરડે, વીંછી કરડે, તો પણ તેનું સ્મરણ તેને થતું નથી. જ્ઞાન જ્યાં સ્વઘેયમાં જામે છે ત્યાં