________________
૩૩૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
સર્વજ્ઞસ્વભાવી આત્મા
[ ] દિવ્ય જ્ઞાનસ્વભાવી આત્મા તે જૈનશાસનનું મહાન રત્ન છે. તે જેણે જાણી લીધું
તેણે સમસ્ત જૈનશાસનને જાણી લીધું
ઉપયોગસ્વરૂપી આત્મા, સર્વને જાણનાર એવો સર્વજ્ઞસ્વભાવી છે; આવા પોતાના સર્વજ્ઞસ્વભાવને જે ન જાણે, ન અનુભવે તે સર્વ પદાર્થોને પણ જાણી શકતો નથી. આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એમ જે સ્વસંવેદનથી જાણે છે તે જીવ બધાય જીવોને જ્ઞાનસ્વરૂપી જાણે છે. જ્ઞાનઅપેક્ષાએ બધાય જીવો સાધર્મી-સમાનધર્મી છે.
‘સર્વ જીવ છે જ્ઞાનમય, એવો જે સમભાવ તે સામાયિક જાણવું, ભાખે જિનવ૨૨ાય’
જે જ્ઞાન સામાન્ય છે તે પોતાના અનંતજ્ઞાન વિશેષોમાં વ્યાપનારું છે; જ્ઞાન સામાન્ય પોતે અનંત વિશેષોરૂપે પરિણમે છે. કેવળજ્ઞાન અનંત વિશેષોરૂપ મહાન જ્ઞાન છે, તેમાં જ્ઞાનસ્વભાવ વ્યાપે છે. જો કે મતિ–શ્રુતજ્ઞાનમાં પણ અનંત વિશેષો છે, પણ કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ છે; સમસ્ત પદાર્થોનો પ્રતિભાસ જેમાં એકસાથે ભર્યો છે એવું અદ્ભુત અનંત વિશેષોસ્વરૂપ કેવળજ્ઞાન, તેમાં સર્વજ્ઞસ્વભાવી મહાસામાન્ય શાન વ્યાપેલું છે; ને તે આત્માનો સ્વભાવ જ છે. –આવા આત્માને જે સ્વાનુભવપ્રત્યક્ષ નથી કરતો તેને સર્વજ્ઞપણું હોતું નથી.
જુઓ, ૮૦ મી ગાથામાં કહ્યા પ્રમાણે અરિહંતદેવના ચૈતન્યરૂપ દ્રવ્ય-ગુણપર્યાયને જાણે તેમાં આવા સર્વજ્ઞસ્વભાવી આત્માનું જ્ઞાન ભેગું આવી જ જાય છે. અરે, સર્વજ્ઞતાની તાકાતની શી વાત ! રાગ જેને ઝીલી શકે નહીં ને રાગનો કણ જેમાં સમાય નહિ એવા સર્વજ્ઞસ્વભાવને તો સ્વસન્મુખ અતીન્દ્રિયજ્ઞાન જ ઝીલી શકે છે. અરે, સર્વજ્ઞ અરિહંતને પોતાના જ્ઞાનમાં સમાડવા-એ તે કાંઈ સાધારણ વાત છે!
ભાઈ, તા૨ી જ્ઞાનપર્યાયમાં તારા જ્ઞાનસ્વભાવને જ વ્યાપેલો દેખ. તારી જ્ઞાનપર્યાયમાં ૫૨વસ્તુને કે રાગને વ્યાપેલો ન દેખ.
અહા ! આવો જ્ઞાનસ્વભાવ નક્કી કરે ત્યાં તો ૫૨થી ને રાગથી જ્ઞાન છૂટું પડી જાય, ભેદજ્ઞાન થઈને મોક્ષમાર્ગ ઊઘડી જાય.
ભાઈ, જાણવારૂપે તારું જ્ઞાન છે, તે જ્ઞાનમાં કોણ વ્યાપ્યું છે ? જ્ઞાનમાં જણાતાં શરીરાદિ બાહ્ય પદાર્થો કાંઈ જ્ઞાનમાં વ્યાપતા નથી, તે તો જ્ઞાનથી બહા૨ જ છે. જો અચેતન પદાર્થો જ્ઞાનમાં વ્યાપીને તન્મય થાય તો જ્ઞાન પણ અચેતન થઈ જાય.
રાગ-દ્વેષાદિ ભાવો–કે જેઓ જ્ઞાનમાં અન્યશેયપણે જણાય છે, તે રાગદ્વેષભાવો પણ જ્ઞાનમાં વ્યાપેલા નથી. જો જ્ઞાનમાં રાગ-દ્વેષ વ્યાપેલા હોય તો, તે રાગ-દ્વેષ છૂટી જતાં જ્ઞાન પણ છૂટી જાય, રાગ-દ્વેષ વગર જ્ઞાનનું અસ્તિત્વ રહી ન શકે. પરંતુ રાગદ્વેષના અભાવમાંય જ્ઞાન તો પોતાના સર્વજ્ઞસ્વરૂપે શોભી રહે છે. માટે જ્ઞાનમાં રાગદ્વેષ વ્યાપેલા નથી. પછી પૂજા-ભક્તિનો શુભરાગ હો કે વિષય-કષાયનો પાપ–રાગ હો