________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ૧૧-૧૨ મા ગુણસ્થાને ઉપયોગમાં જો કે કષાયનો વિકલ્પ નથી છતાં ત્યાં ભાવમનનો સદ્ભાવ છે તે પૂરતો ત્યાં દ્રવ્યમન સાથે સંબંધ છે. બારમા ગુણસ્થાને પણ કષાયનો અભાવ હોવા છતાં ક્ષયોપશમજ્ઞાન વર્તે છે અને ક્ષયોપશમશાનમાં મનનું નિમિત્ત અબુદ્ધિપૂર્વક છે, તેથી ત્યાં પણ મિશ્ર ઉપયોગ છે.
( આત્મધર્મ અંક ૨૫, પેઈજ નં-૧૦) [ ] જીવ દ્રવ્યમાં શ્રદ્ધા-જ્ઞાનાદિ અનંતગુણો છે, તેમાં કથંચિત્ ગુણભેદ છે. જો ગુણભેદ
ન જ હોય તો શ્રદ્ધા નિર્મળ થઈ તે જ સમયે કેવળજ્ઞાન થઈ જાય–પણ તેમ બને જ નહીં. વચ્ચે સાધકદશા તો આવે જ. સમ્યક્શ્રદ્ધા થયા પછી એક સમયમાં કોઈને કેવળજ્ઞાન થઈ જાય નહીં. કેમ કે દ્રવ્યના દરેક ગુણ કથંચિત્ જુદા છે. વસ્તુ અપેક્ષાએ ગુણો અભેદ છે, તેથી સભ્યશ્રદ્ધા વખતે દૃષ્ટિ ગુણભેદનો વિકલ્પ છૂટી ગયો છે; પણ તે જ વખતે જ્ઞાનમાં અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ ગુણભેદનો વિકલ્પ છે. ( અબુદ્ધિપૂર્વક વિકલ્પ એટલે જ્ઞાનનું મન સાથેનું સૂક્ષ્મ જોડાણ. ) જો વસ્તુમાં ગુણ સર્વથા અભેદ જ હોય તો એક ગુણ નિર્મળ થતાં બધા જ ગુણો પૂર્ણ નિર્મળ થઈ જવા જોઈએ. પરંતુ શ્રદ્ધા અને જ્ઞાનની પૂર્ણતામાં અંતર પડે જ છે કેમ કે ગુણભેદ છે. ગુણભેદ છે માટે ગુણસ્થાન ભેદ પડે જ છે; અને દ્રવ્યદૃષ્ટિએ વસ્તુમાં ગુણો અભેદ છે તેથી એક ગુણની નિર્મળતા ઊઘડતાં બધા ગુણોની નિર્મળતા અંશે ઉઘડે જ છે. (સંવત ૨૪૭૨, કારતક માસ, આત્મધર્મ અંક ૨૫, પેઈજ નં-૯ ) [ ] પ્રશ્ન-૫૨દ્રવ્યને જાણવા તરફ પરિણતિ જાય એટલે કે ઉપયોગ બહારમાં ભમે, અને તે
વખતે વીતરાગતા રહે એમ બને ?
૩૩૬
ઉત્તર- સ્વાશ્રયે જેટલી વીતરાગ પરિણતિ થઈ છે તેટલી વીતરાગતા તો ૫૨શેય તરફ લક્ષ વખતેય સાધકને ટકી જ રહે છે. પણ સાધકને ૫૨શેય ત૨ફ ઉપયોગ વખતે પૂરી વીતરાગતા નથી, એટલે રાગ અને વિકલ્પ છે. ૫૨જ્ઞેય ત૨ફ ઉપયોગ જાય ને સંપૂર્ણ વીતરાગતા હોય એમ ન બને, ત્યાં રાગનો અવશ્ય સદ્ભાવ છે. પણ તે ભૂમિકામાં જેટલી વીતરાગતા થઈ છે તેટલી તો ત્યારે પણ ટકી રહે છે; જેમકે ચોથા ગુણસ્થાને ૫૨લક્ષ વખતે એક કષાય તો થતો જ નથી એટલી વીતરાગતા ટકી રહે છે. કેવળી ભગવાન ૫૨નેય જાણે છે પણ તેમને ઉપયોગ ૫૨માં મૂકવો પડતો નથી, સ્વમાં જ ઉપયોગ લીન છે. ( ૧૯૬૫-જુલાઈ, આત્મધર્મ અંક-૨૬૧, પેઈજ નં-૨૬ ) સમ્યગ્દર્શન થયું તે સમયે ચેતનાનો દર્શન ઉપયોગ હોય છે કે જ્ઞાનોપયોગ ? ઉત્તર- સભ્યશ્રદ્ધા વખતે સ્વ તરફનો જ્ઞાન ઉપયોગ હોય છે. જ્યારે સમ્યગ્દર્શન પ્રગટે તે સમયે દર્શન ઉપયોગ હોતો નથી... પણ સ્વ તરફનો જે જ્ઞાન ઉપયોગ હોય છે તે દર્શન ઉપયોગ પૂર્વક હોય છે. સભ્યશ્રદ્ધા વખતે સ્વ તરફ વળેલા જ્ઞાનને ઇન્દ્રિયનું અવલંબન નથી, બુદ્ધિ પૂર્વકના વિકલ્પો ત્યાં નથી. (જે જ્ઞાન છે) તે કેવળજ્ઞાનનો અંશ છે. મતિજ્ઞાન પોતાના વિષયને અભેદપણે ગ્રહણ કરે છે. જો કે સમ્યગ્દર્શન વખતે જ્ઞાન મનના અવલંબનથી છૂટયું
[ ] પ્રશ્ન