________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૩૭
છે એટલે કે ત્યાં બુદ્ધિપૂર્વકના વિકલ્પો નથી પણ અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ વિકલ્પ વર્તે છે. જો સર્વથા મનનું અવલંબન છૂટી જાય તો કેવળજ્ઞાન થાય. પરંતુ સભ્યશ્રદ્ધા થતાં તુરત જ કેવળજ્ઞાન થઈ જાય નહીં, વચ્ચે ગુણસ્થાન ભેદ આવે જ.
(૨૪૭૨ કારતક-આત્મધર્મ અંક ૨૫, પેઈજ નં-૮/૯ ) સમકિતીને સ્વના ઉપયોગ સિવાય જેટલો (ઉપયોગ ) ૫૨ ઉપ૨ જાય તે પરાલંબી ( ઉપયોગ ) છે; તેને મોક્ષમાર્ગ કહેતા નથી. ( પ્રવચન નવનીત ભાગ-૩, પેઈજ નં-૫૬)
આહાહા ! ૫૨સત્તાવલંબી જ્ઞાન સમકિતીને પણ હોય; પણ તે સ્વનો ઉપયોગ નહીં– તે આત્માનો ઉપયોગ નહીં. જે ઉપયોગમાં નિમિત્તનું અવલંબન અને આશ્રય આવે તે ઉપયોગ આત્માનો નહીં. (પ્રવચન નવનીત ભાગ-૩, પેઈજ નં-૫૦)
સમ્યગ્દષ્ટિને વિષયભોગાદિ ભાવો વિકારરૂપ જુદા જ પ્રતિબિંબે છે અને તેમાં ચેતનાસ્વભાવભાવ જુદો પ્રવર્તે છે. એક જ કાલમાં સમ્યગ્ગાનમાં જુદા જુદા પ્રત્યક્ષ થાય છે. આ કારણથી તે ચારિત્રશક્તિમાં બુદ્ધિરૂપ રાગદ્વેષમોહરૂપ વિકાર ઘૂસતો નથી.
એ રીતે સમ્યગ્દષ્ટિ બુદ્ધિરૂપ વિકલ્પરૂપ પરિણતિથી પણ બારમા ગુણસ્થાન સુધી સર્વથા નિરાસ્રવ નિર્બંધ પ્રવર્તે છે. વળી તે સમ્યગ્દષ્ટિની ચેતના વિષય, કષાય, ભોગ, હિંસા, રતિ, અરતિ આદિ ( માં ) અબુદ્ધિરૂપ પરિણમે છે તે, સમ્યગ્મતિ, સભ્યશ્રુતરૂપ જઘન્ય-જ્ઞાનગોચર થતા નથી, અજ્ઞાનને લીધે છે તેથી શક્તિમાં અબુદ્ધિરૂપે રાગ, દ્વેષ, મોહ વિધમાન છે. તેથી અબુદ્ધિરૂપે ચોથાથી માંડી દશમા ગુણસ્થાન સુધી કિંચિત્માત્ર આસ્ત્રવબંધભાવ ઊપજે છે. વ્યવહા૨પરિણતિ, અશુદ્ધપરિણતિ, જીવના અબુદ્ધિ અને બુદ્ધિરૂપ પરિણતિરૂપ જ્ઞાનાદિગુણ દશમા બા૨મા ગુણસ્થાન સુધી પરિણમે (આત્માવલોકન પેઈજ નં-૧૦૦)
છે.
ઇતિ મિશ્રધર્મવાદ
એ રીતે, કોઈ ભવ્ય જીવને કાલલબ્ધિ પામીને સમ્યક્ત્વગુણ, જ્ઞાન – દર્શન - સ્વચારિત્ર – પરમાનંદભોગસ્વભાવ-વીર્યગુણની કેટલીક શક્તિ સ્વભાવરૂપે પ્રગટ થઈને પ્રવર્તી. તે જીવના અસંખ્યાત પ્રદેશોમાં, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ૫૨માનંદાદિ ગુણની શક્તિ બુદ્ધિરૂપ શુદ્ધ, અબુદ્ધરૂપ (અબુધરૂપ) ચિત્વિકા૨ થઈ અશુદ્ધ પ્રવર્તે છે. તો એ રીતે સ્વરૂપરૂપ, વિકારરૂપ બન્ને ધારા બા૨મા ગુણસ્થાન સુધી રહે છે, તે કા૨ણે આ જીવને એટલા કાલ સુધી મિશ્રધર્મપરિણતિ કહેવામાં આવે છે. કા૨ણ કે સ્વભાવ તો પ્રગટ થયો છે પરંતુ ગુણવિકાર પણ પ્રવર્તે છે. તેથી તેટલા કાલ સુધી તે જીવદ્રવ્યને મિશ્રધર્મી કહેવામાં આવે છે, વળી જે કાલે મનઇન્દ્રિયની બુધશક્તિ સર્વથા સ્વભાવરૂપ થઈ રહેશે ત્યારે જ્ઞાનગુણની અનંતશક્તિ સ્વભાવરૂપ થશે ત્યાં સર્વથા સ્વભાવરૂપ ગુણ કહેવામાં આવશે. ઇતિ મિશ્રધર્મ અંતરાત્માપરિણતિકથન સમાસમ્. (આત્માવલોકન પેઈજ નં-૫૭)