________________
૩૩૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ (આત્માનું) યથાર્થ ભાન (લક્ષ) રાખે છે. દેખો, એવી રીતે ઇન્દ્રિયસંજ્ઞા પરિણામ અને મનસંજ્ઞા પરિણામમાં ઉપયોગની જે સમ્યકતા તે સવિકલ્પરૂપ છે.
[આત્મઅવલોકન, પેઈજ નં. ૧૩૧-૧૩૨] [ઉ] અર્થ:- સમ્યગ્દષ્ટિ જીવને સમ્યબુધધારા નિરંતર હોય છે; સ્વ-પરને ભિન્ન જાણવાથી
તે સમ્યક પ્રકારે ભિન્ન જ્ઞાયક રહે છે. અર્થ:- જ્યાં સુધી ઉપયોગના ભેદ ભિન્ન-ભિન્ન શેયસ્થાનોનું સાધન કરે છે ત્યાં સુધી જ મન ઇન્દ્રિયભાવ છે અને જ્યારે સર્વ ઉપયોગ એક સ્વરૂપનું સાધન કરે છે ત્યારે તેનું મન ઇન્દ્રિયરૂપ રહેતું નથી. અર્થ- એક પદનું અભેદ સાધન કર્યું ત્યારે મન ઇન્દ્રિયનો ખેલ ન રહ્યો તેથી મન ઇન્દ્રિય ભેદ પદનાં નામ છે; અતીન્દ્રિય એક અભેદ પરિણામ છે.
સ્વાનુભવના સમયમાં બધા બુદ્ધિ પરિણામો એકાગ્ર થાય છે તેથી છદ્મસ્થ જીવને અતીન્દ્રિય સ્વ-અનુભવ આનંદપ્રદ હોય છે. અર્થ-આ (ભેદ) વિધિથી મનઇન્દ્રિય થાય છે, તે (અભેદ) વિધિથી તેમનો અભાવ થાય છે. ત્યારે તે પરિણામોને મનઇન્દ્રિયનું પદ રહ્યું જ ક્યાં? બતાવો.
[ આત્મઅવલોકન, દોહા ૯ થી ૧૩નો અર્થ, પેઈજ નં. ૧૫૯-૧૬૦] [ કુ ] હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના
ઉત્તરની ગાથા કહે છે :ગાથાર્થ-કારણ કે જ્ઞાનગુણ, જઘન્ય જ્ઞાનગુણને લીધે ફરીને પણ અન્યપણે પરિણમે છે, તેથી તે (જ્ઞાનગુણ ) કર્મનો બંધક કહેવામાં આવ્યો છે. ટીકા- જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્યભાવ છે (ક્ષાયોપશમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે ( જ્ઞાનગુણનું જઘન્યભાવે પરિણમન ), યથાખ્યાત ચારિત્ર-અવસ્થાની નીચે અવયંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.
(સમયસાર-૧૭૧નો ગાથાર્થ તેમજ ટીકા) [ ૯ ] ભગવાનની વાણી સાંભળીને જે જ્ઞાન થયું તે ઇન્દ્રિયજ્ઞાન છે, વિશેષજ્ઞાન છે, તે
આત્માનું જ્ઞાન-અતીન્દ્રિયજ્ઞાન-સામાન્યજ્ઞાન નથી. જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું છે તે સામાન્ય જ્ઞાનને પોતાનું જ્ઞાન જાણે છે અને પરને જાણતું ઇન્દ્રિયજ્ઞાન જે અનેકાકારરૂપ પર સત્તાવલંબી જ્ઞાન થાય છે તેને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમ પરશેયને પોતાના માનતો નથી તેમ પરના જ્ઞાનને પોતાનું જ્ઞાન માનતો નથી. જેમાં આનંદનો સ્વાદ આવે છે તેને પોતાનું જ્ઞાન માને છે.
(આત્મધર્મ અંક ૪૨૩- પેઈજ નં-૨૮)