________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૩૩ નિશ્ચય અને વ્યવહારનું સાચું જ્ઞાન ક્યારે થાય ? [ઉં ] મતિ-શ્રુતજ્ઞાનને સ્વભાવમાં વાળીને દ્રવ્યમાં એકતા કરે તે નિશ્ચય છે, અને સ્વભાવની
એકતાપૂર્વક સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની પ્રતીતિ તે વ્યવહાર છે. વ્યવહારને જાણતાં જે જ્ઞાન વ્યવહારમાં જ અટકી રહે તે જ્ઞાન વ્યવહારથી જુદું પડ્યું નથી એટલે કે તેણે નિશ્ચય અને વ્યવહારને જુદા જાણ્યા નથી, તેથી ત્યાં વ્યવહાર પણ સાચો હોતો નથી. જ્ઞાન વ્યવહારને જાણે ખરું, પણ વ્યવહાર-જ્ઞાન જેટલો જ આત્મા નથી એમ સમજી, વ્યવહારથી જુદું પડી, અખંડ સ્વભાવ તરફ વળે ત્યારે શ્રુતજ્ઞાન પ્રમાણ થાય છે અને ત્યારે જ નિશ્ચય તથા વ્યવહાર બન્નેનું જ્ઞાન સાચું હોય છે.
જીવનું જે શ્રુતજ્ઞાન સાચા દેવ-ગુ—શાસ્ત્રને જાણે તે શ્રુતજ્ઞાન જેટલો જ આત્માને જે સ્વીકારે અને તેના ઉપર જ વલણ રાખ્યા કરે પણ ત્રિકાળી જ્ઞાન સ્વભાવ તરફ ન વળે તો તે શ્રુતજ્ઞાન મિથ્યા છે, તેને નિશ્ચય અને વ્યવહાર જુદા ન રહ્યાં, પણ ક્ષણિકને જ ત્રિકાળીરૂપ માની લીધું એટલે કે વ્યવહારને જ નિશ્ચય માની લીધો; તેને નિશ્ચય - વ્યવહારનું સાચું જ્ઞાન નથી. ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરીને જે જ્ઞાન એમ સ્વીકારે કે “આ દેવ-ગુરુ-શાસ્ત્રથી હું જુદો અને તેને જાણનાર ક્ષણિક જ્ઞાન છે તેટલો પણ હું નથી” – તો તે સમ્યજ્ઞાન છે. તેને ત્રિકાળી સ્વભાવનું તેમજ વર્તમાન પર્યાયનું એટલે
કે નિશ્ચય-વ્યવહારનું સાચું જ્ઞાન છે. (ભેદ વિજ્ઞાનસાર, પેઈજ નં. ૧૨૬-૧૨૭) [ કુ ] હે ભવ્ય, આ રીતે મતિધૃતાદિ જ્ઞાન પર્યાયનું સ્વરૂપ કહ્યું અને તે જ્ઞાનમાં સમ્યકતા પણ પ્રવર્તતી રહી. તે સમ્યકતા બે પ્રકારે છે તે દર્શાવવામાં આવે છે :
આ સમ્યગ્દષ્ટિની ઇન્દ્રિયમનસંજ્ઞાધારી ઉપયોગપરિણામભાવની જે સમ્યતા તે સવિકલ્પરૂપ છે. વળી તેને તું દેખ-વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દરૂપ શેયોને દેખવા જાણવારૂપે એક ઉપયોગ પરિણામ પરિણમે તે જાણવા દેખવા એ એક ઇન્દ્રિયસંજ્ઞાધારી, તેને હવે ભિન્ન-ભિન્ન ઇન્દ્રિયોના નામથી કહેવામાં આવે છે.
આ સમ્યગ્દષ્ટિના ઇન્દ્રિય નામના જે ઉપયોગ પરિણામ તે પરિણામથી જ્યારે જ્યારે જે જે શેયોને દેખું-જાણે ત્યારે ત્યારે તે ઉપયોગ પરિણામ સ્વવસ્તુનું યથાર્થ ભાન રાખે છે. (સાથો સાથ શેયથી ભિન્ન સ્વવસ્તુનો-આત્માનો યથાર્થ લક્ષખ્યાલ રાખે છે. ) વળી ચિંતા, વિચાર, સ્મરણરૂપ વિષયભોગ, સંયોગ-વિયોગ, સ્નેહ, સુખ-દુઃખ કષાયાદિ અશુદ્ધ પરિણતિના દ્રવ્યગુણપર્યાયને, સ્વના-પરના ભેદ-અભેદ આદિરૂપ સર્વ શાસ્ત્રોને, સર્વ વિકથાના શાસ્ત્રોને, સર્વ સ્વપરની અતીત, અનાગત, વર્તમાન અવસ્થાની ચિંતા, વિચાર, સ્મરણ, કલ્લોલરૂપ વિકલ્પને જાણવા દેખવાને ઉપયોગના જે પરિણામ પરિણમે છે તે પરિણામના દેખવા-જાણવા એ મનસંજ્ઞા ધારણ કરી. તેથી હવે એમને મન નામથી કહેવામાં આવે છે. આ સમ્યગ્દષ્ટિના મન નામના તે ઉપયોગ પરિણામ તે પરિણામ વડે જ્યારે જ્યારે જે જે સ્મરણરૂપ ચિંતાને, વિચારને દેખે જાણે ત્યારે ત્યારે તે કાલે જ તે ઉપયોગ પરિણામ સ્વવસ્તુનું