________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૩૧
સાધકના જ્ઞાનનું સ્વરૂપ [ 1 ] પ્રશ્નઃ- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે સ્વપ્રકાશક છે?
ઉત્તર- સમ્યગ્દષ્ટિનો ઉપયોગ પરમાં હોય ત્યારે પણ (જ્ઞાન) સ્વપ્રકાશક છે પણ ઉપયોગરૂપ પરપ્રકાશક વખતે ઉપયોગરૂપ સ્વપ્રકાશક ન હોય અને ઉપયોગરૂપ સ્વપ્રકાશક હોય ત્યારે ઉપયોગરૂપ પર પ્રકાશક ન હોય પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક
(પરમાગમસાર બોલ નં-૧૫૮, પેઈજ નં.૪૭)
[ પ ] પ્રશ્ન- સમ્યગ્દષ્ટિને ખંડજ્ઞાન અને અખંડજ્ઞાન અને એક સાથે હોય?
ઉત્તરઃ- સમ્યગ્દષ્ટિને અખંડની દૃષ્ટિ છે તેમ ખંડ ખંડ જ્ઞાન શેય રૂપ છે, એક જ્ઞાનપર્યાયમાં બે ભાગ છે, જેટલું સ્વલક્ષીજ્ઞાન છે તે સુખરૂપ છે. જેટલું પરલક્ષી પરસત્તાવલંબી જ્ઞાન છે તે દુ:ખરૂપ છે. પર તરફનું શ્રુતનું જ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન છે, પરશેય છે, પરદ્રવ્ય છે. આહાહા! દેવ-ગુરુ તો પરદ્રવ્ય છે પણ ઇન્દ્રિયજ્ઞાન પણ પરદ્રવ્ય છે. આત્માનું જ્ઞાન તે જ વાસ્તવિક જ્ઞાન છે.
(પરમાગમસાર, બોલ નં-૪૮૧) અંતર મંથન કરવા યોગ્ય અદ્ભત રહસ્ય [ 8 ] નિશ્ચય અને વ્યવહાર જુદા છે એટલે નિશ્ચય તરફ ઢળતું જ્ઞાન; તે વ્યવહાર તરફ
ઢળતા જ્ઞાનથી જુદું છે. નિશ્ચય અને વ્યવહાર બન્નેનું જ્ઞાન સાધક જીવને હોય છે.. પરંતુ સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે નિશ્ચયનય વધતો જાય છે ને વ્યવહારનય ટળતો જાય છે એટલે કે સ્વભાવની એકતા તરફ જ્ઞાનનું વલણ વધતું જાય છે, ને પર તરફનું જ્ઞાનનું વલણ ટળણું જાય છે. આ રીતે ક્રમે ક્રમે સ્વભાવમાં સંપૂર્ણ એકતા થતાં, વ્યવહાર સંપૂર્ણ ટળી જાય છે અને કેવળજ્ઞાન થાય છે. સ્વભાવ તરફ ઢળેલું જ્ઞાન તે જ આત્મા છે, તે જ્ઞાન જ સમ્યકત્વ છે, તે જ ચારિત્ર છે, તે જ સુખ છે. જ્ઞાન આત્મામાં અભેદ થતાં દ્રવ્ય -પર્યાયનો ભેદ ન રહ્યો એટલે તે જ્ઞાન જ આત્માનું સર્વસ્વ છે. અહો ! આચાર્ય ભગવાને આત્માના અંતર સ્વભાવનું પરમ અદ્ભત રહસ્ય બતાવ્યું છે. આ રહસ્ય સમજીને અંતરમાં મંથન કરવા જેવું છે. માત્ર ઉપર ઉપરથી સાંભળી લેવું ન જોઈએ પણ બરાબર ધારણ કરી ને અંતરમાં જાતે વિચારીને નિર્ણય કરવો જોઈએ.
(આત્મધર્મ અંક-૬૫, પેઈજ નં.-૯૫) [ ] પ્રશ્ન- જ્ઞાનીનું જ્ઞાન સ્વને સ્વ અને પરને પર જાણે છે, છતાં તેનો જ્ઞાનઉપયોગ
સ્વમાં ટકી શકતો નથી ને પર તરફ જ્ઞાનનો ઉપયોગ જાય છે તો તે જ્ઞાનનો દોષ ખરો કે નહિ?