________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૨૯ [ઉ] સિદ્ધ ભગવાન કે અરિહંત ભગવાન આ આત્માના જોય છે, તેને જાણતાં જ્ઞાન રાગ કરે
એવો આત્માનો સ્વભાવ નથી ને સિદ્ધભગવાન પણ કાંઈ રાગ કરાવતા નથી. અને નિગોદનો કે નરકનો જીવ તે પણ શેય છે, તેને જાણતાં દ્વેષ કરે એવો આત્માનો સ્વભાવ નથી, ને તે જીવો પણ દ્વેષ કરાવતા નથી. જ્ઞાન ઉપયોગનો સ્વભાવ પર તરફ ઝૂકવાનો નથી પણ નિજસ્વરૂપમાં જ સ્થિર રહેવાનો તેનો સ્વભાવ છે. પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ ઉપયોગની તન્મયતા થઈ ત્યાં રાગ-દ્વેષ રહેતા નથી. કેવળજ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોક સમસ્ય જ્ઞયો જણાતા હોવા છતાં જરાપણ રાગ-દ્વેષ થતાં નથી. આવી જ્ઞાનની વીરતા છે.
(આત્મધર્મ અંક-૩ર૩, પેઈજ નં.-૨૪-૨૫ માંથી)
જ્ઞાન સત્તાનો સ્વીકાર [ [ ] સ્વસત્તા પૂર્વક પરને જાણનારું જ્ઞાન તે પ્રમાણ છે. એટલે જાણનારો જાણનારના પોતાના જ્ઞાનપૂર્વક પરને સાચું જાણે છે.
જાણનારો જ્ઞાનશકિતવાળો પદાર્થ તે કર્તા, જ્ઞાનવડે જાણે છે તે જ્ઞાન તેનું સાધન,
જાણવારૂપ પરિણતિ કરે છે તે તેની ક્રિયા
આ રીતે કર્તા કરણક્રિયા એ ત્રણેય આત્મામાં સમાય છે. હવે જાણનાર પોતે કર્તા થઈને, પોતાના જ્ઞાન સાધન વડે અને પોતાની જ્ઞાનક્રિયા વડે પરણેયને જાણે છે, -ત્યાં તે પરશેયની જ સત્તાને સ્વીકારે ને જાણનારની પોતાની સત્તા ન સ્વીકારે તો તે જ્ઞાન કેવું? તેને પ્રમાણ કોણ કહે? ઘટ-પટ આદિ જાણ તું તેથી તેને માન; પણ જાણનારને માન નહીં, કહીએ કેવું જ્ઞાન? એ જ્ઞાન નથી, એ તો અજ્ઞાન છે.
જેમાં જ્ઞાન સ્વરૂપ પોતાની સત્તાનો સ્વીકાર મુખ્ય હોય તે જ સાચું જ્ઞાન છે. પદાર્થોને હું મારા જ્ઞાન વડે જાણું છું – એમ કોઈ કહે અને મને પદાર્થો પ્રત્યક્ષ ગોચર થાય છે. પણ મારું જ્ઞાન પ્રત્યક્ષ ગોચર થતું નથી—એમ કહે તો તે સ્વસત્તાનો અસ્વીકાર કરવા જેવું છે.
દીવાના પ્રકાશમાં પદાર્થો પ્રત્યક્ષ જણાય છે ને દીવાનો પ્રકાશ નથી જણાતો એમ કેમ બને? તેમ પદાર્થો જણાય છે. પણ જેમાં પદાર્થો જણાય છે તે જ્ઞાન નથી જણાતું-એમ કેમ બને? અહો ! ચૈતન્ય સ્પર્શી ન્યાયોથી સંતોએ તો જ્ઞાનનું સ્વસંવેદન કરાવ્યું છે. અરે જીવ ! સર્વત્ર પહેલાં તું તારા જ્ઞાનને જો. સ્વોન્મુખી થઈને જ્ઞાનસ્વરૂપ પોતાને પ્રત્યક્ષ જાણ્યા વગર એક પણ પદાર્થનું જ્ઞાન તારું સાચું નહીં થાય. સ્વના જ્ઞાન સહિત પરનું જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે. (આત્મધર્મ અંક ૩૪૬, પેઈજ નં ૧૧-૧૨)