________________
૩૨૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પોતે પોતાને ન ઓળખતાં અન્ય ભાવપણે જ પોતાને માનવો તે અનાત્મજ્ઞાન છેમિથ્યાત્વ છે, અપ્રતિબદ્ધપણું છે. તે કેમ ટળે તેની આ વાત છે.
જ્ઞાનસ્વરૂપ અનુભવ તે જ હું છું એમ શુદ્ધાત્માના સેવન વડે અજ્ઞાન ટળીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે. આ શેયપણે જણાતાં અનેક ભાવોમાં જે જ્ઞાનની રચના કરનાર છે તે જ હું છું; રાગની રચના કરનારો હું નહિ, જડની-ભાષાનીશરીરની રચના કરનારો હું નહિ તેને જાણનારું જે જ્ઞાન, તે જ્ઞાનને રચનારો જ્ઞાનસ્વરૂપ હું છું એમ પરભાવોથી પૃથક્કરણ કરીને જ્ઞાનસ્વરૂપે પોતે પોતાને અનુભવમાં લેવો તેનું નામ જ્ઞાનનું સેવન છે, તે જીવરાજાની સેવા છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
પર્યાય અંતરમાં જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકીને તન્મય થવાને બદલે રાગાદિ પરભાવોના જ વેદનમાં તન્મયપણે વર્તે છે તો તે પર્યાય સ્વયં વિકારરૂપ-અજ્ઞાનરૂપ છે, તેમાં જ્ઞાનસેવનની ક્રિયા નથી પણ અજ્ઞાનનું સેવન છે. જ્ઞાનનું સેવન તો ત્યારે જ થાય કે જ્યારે જ્ઞાનીનો યથાર્થ ઉપદેશ પામીને જીવ પુરુષાર્થ વડે પ્રતિબદ્ધ થાય ને રાગથી અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપે જ પોતાને જાણીને અનુભવ કરે. આવો અનુભવ તે જ્ઞાનની ક્રિયા છે, તે મોક્ષમાર્ગ છે, તે અપૂર્વ જ્ઞાનક્રિયા નવી પ્રગટે છે. જ્યારે પર્યાયમાં આવો જ્ઞાનભાવ પ્રગટયો ત્યારે જ “મારા દ્રવ્ય-ગુણ પણ આવા જ્ઞાનસ્વરૂપ જ છે' એમ ખરી ઓળખાણ થઈ. દ્રવ્ય-ગુણ શુદ્ધ છે–એમ ઓળખે ત્યાં પર્યાય પણ તેમાં તદ્રુપ થઈને શુદ્ધ થાય જ. અંતરમાં તદ્રુપ થઈને પર્યાયમાં શુદ્ધતા થયા વગર દ્રવ્ય-ગુણની શુદ્ધતાને ઓળખી કોણે? ઓળખવારૂપ કામ તો પર્યાયમાં થાય છે. આ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે એકરૂપ થઈને શુદ્ધ જ્ઞાનભાવરૂપે પરિણમ્યા ત્યારે આત્મા “શુદ્ધ થયો, ત્યારે જ્ઞાનની સેવા થઈ, ત્યારે જ જ્ઞાનની પરમાર્થ ઉપાસના થઈ, ત્યારે ધર્મની ક્રિયા થઈ ને મોક્ષમાર્ગ થયો. આ રીતે જ્ઞાનની સેવા વડે શુદ્ધઆત્માની સિદ્ધિ થાય છે.
(આત્મધર્મ અંક-૩૦૨, પેઈજ નં. ૩થી ૬ માંથી)
જ્ઞાનચેતનાનો મહિમા [ ] જગતમાં પ્રશંસાના શબ્દો પરિણમે, તે જ્ઞાનમાં જણાય, તેથી રાગ કરે એવો જ્ઞાનનો
સ્વભાવ નથી, તેમજ જગતમાં નિંદાના શબ્દો પરિણમે, તે જ્ઞાનમાં જણાય, તેથી કરે એવો જ્ઞાનનો સ્વભાવ નથી, તેમજ તે પ્રશંસા કે નિંદાના શબ્દો જીવને એમ નથી કહેતાં કે તું અમારી સામે જોઈને રાગ-દ્વેષ કર.
જીવનો જ્ઞાનસ્વભાવ પણ એવો નથી કે શેયોની સન્મુખ થઈને તેને જાણે કે રાગ-દ્વેષ કરે. બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીન રહીને, એટલે કે નિજસ્વરૂપમાં અચલ રહીને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. આવું જ્ઞાન તે જ આત્માનો મહિમા છે.
આવા પોતાના જ્ઞાનમહિમાને જે નથી જાણતો તે જ અજ્ઞાનથી રાગ-દ્વેષ કરે છે, અને પર પદાર્થો મને રાગ-દ્વેષ કરાવે છે એમ અજ્ઞાનથી માને છે. વસ્તુસ્વભાવની સાચી સ્થિતિને તે જાણતો નથી.