________________
૩૩૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ઉત્તર- પરમાં ઉપયોગ વખતેય જ્ઞાનીને જ્ઞાનનું સમ્યકપણું તો ખસતું નથી, ને મિથ્યાપણું થતું નથી તેથી તે અપેક્ષાએ તેના જ્ઞાનમાં દોષ નથી; પણ જ્ઞાન હજી કેવળજ્ઞાનરૂપ નથી પરિણમતું તે જ્ઞાનનો દોષ છે; જ્ઞાનનો સ્વભાવ કેવળજ્ઞાનરૂપ થવાનો છે, જ્યાં સુધી કેવળજ્ઞાનરૂપે ન પરિણમે ત્યાંસુધી જ્ઞાન સદોષ છે-આવરણવાળું છે-
મિથ્યા નથી છતાં દોષિત તો છે. ઉપયોગ ભલે સ્વમાં હો ત્યારે પણ પૂરું કેવળજ્ઞાનભાવે નથી પરિણમ્યું તે તેનો દોષ છે. આમ છતાં, તે વખતે જે રાગ છે તે કાંઈ જ્ઞાનકૃત નથી, રાગ તો ચારિત્રનો દોષ છે.
(અંક-ર૬૧, જુલાઈ-૧૯૬૫, પેઈજ નં.-૩૦)
-જ્ઞાન આત્મા સાથે અભેદ થાય છે[ ] અહો!આચાર્યદેવ કહે છે કે-ત્રિકાળ ચૈતન્ય સ્વભાવમાં ઢળતા જ્ઞાનને અને પરલક્ષ
તરફ ઢળતા જ્ઞાનને જુદાઈ છે, બન્ને જ્ઞાનધારા જુદી છે. જે જ્ઞાન પરનો વિચાર છોડીને સ્વભાવ તરફની એકતા કરે તે જ્ઞાન આત્મા સાથે અભેદ છે, તે સમ્યજ્ઞાન છે, તે જ્ઞાનને અહીં આત્મા જ કહ્યો છે.
એવું સમ્યજ્ઞાન પ્રગટયા પછી પણ જ્ઞાનનો જ અંશ પર તરફ વળે છે તેને અને સ્વભાવ તરફ ઢળતા જ્ઞાનને વ્યતિરેક છે- ભિન્નતા છે. જે ધર્માત્માને આવું સમ્યજ્ઞાન પ્રગટ થયું છે તેને સમયે સમયે સ્વ તરફની જ્ઞાનધારા વધતી જાય છે ને પર તરફની જ્ઞાનધારા ઘટતી જાય છે; જ્યારે કર્મને જાણતા હોય ત્યારે પણ તેમને સ્વભાવમાં જ્ઞાનની એકતા વધતી જાય છે અને પરતરફનું વલણ ઘટતું જાય છે.
(ભેદવિજ્ઞાનસાર, પેઈજ નં. ૧૨૪-૧૨૫) [ ] અખંડ ત્રિકાલી જ્ઞાન સ્વભાવને શેય બનાવી ને તે આશ્રયે એકાગ્ર થયેલા જ્ઞાન
પરિણામ, વિભાવ અંશથી ભિન્ન રહેતો થકો, વિભાવને પરશેયની જેમ જાણે દેખે છેઆ જ ભેદજ્ઞાન છે. સાધકને એક જ સમયમાં, એક જ પરિણામમાં બન્ને પ્રકારના ભિન્ન-ભિન્ન અનુભવ થાય છે તે અનાકુળ જ્ઞાનભાવનો આકુલિત વિભાવઅંશથી પૃથક્ સ્વાદનો પ્રત્યક્ષ અંતર ભાસિત થાય છે.
[પૂ. સોગાનીજી, આધ્યાત્મિક પત્રાંક નં.-૩૭] [ રે ] તત્ત્વદૃષ્ટિએ સ્વભાવમાં આવવું-જવું અગર ન આવવું જવું, જુદા જ્ઞાનમાં સહજ હી
મોહભાવ પ્રતિભાસિત થાય છે; આ મોહભાવ ત્રિકાળમાં (ત્રણેકાળમાં) પૌદગલિક જ છે, તો તેની પકડ કેમ? તે અમારા છે જ નહીં તેનાથી ભિન્ન અનુભવમાત્ર અમારું લક્ષ થઈ જવું જોઈએ.
[પૂ. સોગાનીજીના પત્રાંકનં-૪૧ માંથી] [ ] પ્રશ્ન- ધર્મીને જ્ઞાન ચેતના ક્યારે હોય?
ઉત્તર- નિરંતર હોય. ઉપયોગરૂપ જ્ઞાન ચેતના ભલે ક્યારેક થાય, પરંતુ રાગ અને જ્ઞાનની ભિન્નતાના વેદનરૂપ જ્ઞાન ચેતના તો તેના અંતરમાં નિરંતર પરિણમી જ રહી છે.
(આત્મધર્મ અંક નં-૩૬૨ પેઈજ નં-૨૫)