________________
૩૩).
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ આત્મજ્ઞાનની ભાવના ન કરી[ ] આ સંસારી જીવ અનાદિકાળથી આત્મજ્ઞાનની ભાવનાથી રહિત છે. રાગનું જ્ઞાન કર્યું,
પર્યાયનું જ્ઞાન અનંતવાર કર્યું, પણ આત્માનું જ્ઞાન ન કર્યું. અનંતવાર સંયોગી ચીજનું જ્ઞાન કર્યું, અનંતીવાર રાગનું ને પર્યાયનું જ્ઞાન કર્યું પરંતુ એકવાર પણ નિજ શુદ્ધાત્માનું જ્ઞાન ન કર્યું. આત્મજ્ઞાનની ભાવના ન કરી એટલે કે–સ્વભાવની સન્મુખતા કરી નહીં ને સ્વભાવની વિમુખ થઈને પર્યાયનું જ્ઞાન કરીને અનંતકાળ સંસારમાં રખડ્યો છે. ૩૧ સાગરની સ્થિતિએ સ્વર્ગમાં અનંતવાર રહ્યો પણ આત્મજ્ઞાન ન કર્યું, તેથી આત્મજ્ઞાન વિના મરીને તિર્યંચ ને નરકમાં જતો રહ્યો.
(આત્મધર્મ અંક-૩૯૯, પેઈજ નં-૨૬) * સુગમ દૃષ્ટાંત દ્વારા ગહન સિદ્ધાંતની સમજૂતી * [ રે ] એક સુંદર મજાનો અરીસો છે.
તેના ઉપર કાદવ ચોપડીને કોઈ પોતાનું મુખ જુએ તો અરીસામાં પોતાનું મુખ દેખાશે નહીં.
અરીસા ઉપર કાદવને બદલે કોઈ ચંદન ને ઉત્તમ સમજી તેનો લેપ લગાડીને પોતાનું મુખ જુએ તો તે ચંદનના લેપવાળા અરીસામાં પણ પોતાનું મુખ નહીં દેખાય.
કાદવ કે ચંદન બંને લેપ છે-અરીસાની સ્વચ્છતાના બાધક છે; તેમ સમજીને બંને લેપથી રહિત સ્વચ્છ અરીસામાં જુએ તો જ પોતાનું મુખ બરાબર દેખાય છે.
તેમ આપણો આ આત્મા સ્વ-પરપ્રકાશક સ્વચ્છ ચૈતન્ય અરીસો છે.
પણ તેના ઉપર પાપનો કાદવ ચોપડીને કોઈ જુએ તો તેને પોતાનું સ્વરૂપ નહીં દેખાય.
કદાચ પા૫ના કાદવને બદલે પુણ્યરૂપ લેપ લગાડીને પોતાનું સ્વરૂપ જોવા જશે તો પણ પોતાનું સ્વરૂપ નહીં દેખાય.
ચૈતન્ય સ્વચ્છ સ્વભાવવાળા અરીસાને માટે પાપ અને પુણ્યભાવ બંને લેપ છે, આવરણ છે, ચૈતન્ય અરીસાની સ્વચ્છતાના બાધક છે. તેથી તે શુભાશુભ રાગરૂપી લેપને દૂર કરીને જુએ તો જ્ઞાન-અરીસામાં પોતાનું અચિંત્ય સ્વરૂપ કે જે તેણે ભૂતકાળમાં કદાપિ જોયું નથી તેના દર્શન થાય. અરીસાની માફક ભગવાન આત્મા લોકાલોક પ્રકાશક દિવ્ય અરીસો છે, કે જે ચૈતન્ય અરીસામાં ત્રણ-કાળ ત્રણ લોકના પદાર્થો એક જ સમયમાં યુગપ પ્રતિબિંબિત થાય છે. (આત્મધર્મ અંક ૩૮૮ પેઈજ નં-ર૬)