________________
૩ર૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જાય, અને બીજી બધી ચીજનું મહાભ્ય છૂટી જાય; પરિણતિ અંતર્મુખ થઈ જાય.
પોતાના જ્ઞાનપદનો નિર્ણય જીવે ક્યારેય કર્યો નથી. જ્ઞાન સ્વભાવની મહિનામાં જેનું મન લાગ્યું તેને સંસારની ઉપાધિ અડી શકતી નથી.
પર્યાયને જ્ઞાન સ્વભાવમાં એકાગ્ર કર્યા વિના જ્ઞાન સામર્થ્યની પ્રતીત થઈ શકતી નથી.
જ્ઞાન સ્વભાવનો જેને નિર્ણય કરવાની ધૂન લાગી તેને રાગ તરફ ઝૂકાવ ન રહ્યો, રાગથી જુદી પડીને જ્ઞાન પરિણતિ અંતરમાં વળી, તે જ્ઞાન ભલે અલ્પ હોય તોપણ કેવળજ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય તેણે લક્ષમાં લઈ લીધું છે. આહા ! આટલું જોરદાર કેવળજ્ઞાન છે-એમ પ્રતીત કરનારું જ્ઞાન અંતર્મુખ થઈને તે પ્રતીત કરે છે; રાગમાં રહીને (સ્વભાવ) ની પ્રતીત ન થાય.
અહા ! આવા જ્ઞાનનો મહિમાનો વિચાર પણ સંસારની સર્વ ઉપાધિને ભૂલાવી દે છે. જ્ઞાનમાં સંસાર નથી; જ્ઞાનમાં વિભાવ નથી.
આત્માનો મહિમા અચિંત્ય છે, તેનું જ્ઞાન સામર્થ્ય અચિંત્ય છે. શેયોમાં સૈકાલિક સામર્થ્ય વર્તમાનમાં છે તો જ્ઞાનમાં પણ સૈકાલિક જાણવાનું સામર્થ્ય વર્તમાન છે. શેય પદાર્થ જેમ ત્રિકાળી પર્યાયના સામર્થ્ય સહિત એક સમયમાં પૂરો છે તેમ જ્ઞાન સામર્થ્ય પણ એક સમયમાં ત્રણકાળને જાણવાના સામર્થ્ય સહિત પૂરું છે. ને તે સામર્થ્યને પ્રતીતમાં લેનારું શ્રુતજ્ઞાન પોતાના પૂર્ણ સામર્થ્યને પ્રત્યક્ષભૂત કરતું પ્રગટે છે. તે જ્ઞાન પર્યાય નિઃસંદેહ છે. પૂરું જ્ઞાનને પૂરું શેયતેનો નિર્ણય કર્યો તે જ્ઞાન હવે પોતે પૂરું પરિણમ્યા વગર રહેશે નહીં, એટલે અલ્પકાળમાં શ્રુતજ્ઞાનમાંથી કેવળજ્ઞાન થશે. અહો! કેવળજ્ઞાનના અચિંત્ય સામર્થ્યને પ્રતીતમાં લેનાર શ્રુતજ્ઞાનનું પણ કેટલું સામર્થ્ય છે!! તે શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનને પ્રતીતમાં લેવાનું સામર્થ્ય વર્તમાનમાં છે. તે શ્રુતજ્ઞાન કેવળજ્ઞાન સાથે કેલિ કરનારું છે, એટલે ભવ કરવા કે વિકાર કરવો એવું તે જ્ઞાનમાં રહેતું નથી.
જુઓ, આ જ્ઞાનનું દિવ્ય સામર્થ્ય! આવા દિવ્ય સામાÁને કઈ રીતે નક્કી કરશે? શું ઇન્દ્રિયોમાં કે રાગમાં તે નક્કી કરવાની તાકાત છે? -ના; શું અલ્પ પર્યાય સામે જોયે તે સામર્થ્ય પ્રતીતમાં આવશે? -ના; જ્ઞાનપર્યાયને અંતરમાં વાળીને દિવ્ય સ્વભાવ સન્મુખ કરવાથી જ આવા જ્ઞાનસામર્થ્યની પ્રતીત થાય છે; આ જ સમ્યગ્દર્શનની રીત છે.
બસ, લક્ષને ફેરવીને અંતરમાં લઈ જા. બીજું કાંઈ કરવાનું નથી. સ્વભાવનું માહાભ્ય આવે તેમાં ક્યાંય ઝગડો નથી, ઝંઝટ નથી. ચિદાનંદ વસ્તુને ભેટતાં જ્ઞાનપર્યાય ઊઘડે છે, રાગને ભેટતાં જ્ઞાન પર્યાય ઊઘડતી નથી. નિજ જ્ઞાનસ્વભાવનો મહિમા લાવીને જ્ઞાનને અંતર્મુખ પરિણમાવવું એ જ મુક્તિનો ઉપાય છે.
(આત્મધર્મ અંક-૨૩૭, પેઈજ નં.-૧૯)