________________
૩ર૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ જ્ઞાન તો ભાવ સામર્થ્યથી અનંત છે, ને તે ચૈતન્યમૂર્તિ જાણનાર છે. (૪) અનંત આકાશ તે નથી તો પોતાને જાણતું કે નથી પરને જાણતું. અનંત જ્ઞાનસ્વભાવી આત્મા તે પોતાને જાણે છે ને પરનેય જાણે છે. (૫) અનંત આકાશનેય પોતાના સામર્થ્યથી માપી લેનારું જ્ઞાન, તેની અનંતતા આકાશની અનંતતા કરતાંય વધારે છે. કેટલી વધારે? કે અનંતગુણી. (૬) તો એવા અનંતગુણા જ્ઞાન સામર્થ્યનો અનંતગુણો મહિમા લાવીને હે જીવ! તે જ્ઞાનમાં જ એકાગ્ર થા... જ્યાં તું જ્ઞાનમાં એકાગ્ર થયો ત્યાં લોકાલોક તો તારા જ્ઞાનમાં ઝૂકેલાં છે. જેમ ઈન્દ્રોના મુગટ તીર્થકરના ચરણમાં ઝૂકી પડે છે તેમ લોકાલોક કેવળજ્ઞાનમાં ઝૂકી પડે છે. તે કેવળજ્ઞાનની આજ્ઞા જગતમાં કોઈ લોપી શકે નહિ. તેના શેયપણાથી કોઈ બહારમાં રહી શકે નહિં. અહા, કેવું દિવ્ય જ્ઞાન સામર્થ્ય!! કેવો અચિંત્ય એનો મહિમા ! (૭) અરે, તારા મતિ-શ્રુતજ્ઞાનનીય એવી તાકાત છે કે આવા કેવળજ્ઞાન-સામર્થ્યનો પોતામાં નિર્ણય કરી લ્ય-પણ ક્યારે? –કે જ્યારે તે સ્વસમ્મુખ થાય ત્યારે. (૮) ચૈતન્ય ચિંતામણિના અચિંત્ય મહિમાનું ઊંડું ચિંતન કરતાં, વિકલ્પ અને જ્ઞાનની એકતા તૂટી જાય છે, ને જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થાય છે. -એટલે આત્મા સમ્યકત્વાદિ ભાવરૂપે ખીલી ઊઠે છે. આ રીતે આત્માર્થી જીવને આ સર્વોત્કૃષ્ટ ચૈતન્યચિન્તામણિ ઉત્તમ ઈચ્છિત ફળનો (મોક્ષનો) દાતાર છે. (૯) કેવળજ્ઞાનના દિવ્ય કિરણોથી ઝલકતા સર્વોત્કૃષ્ટ ચૈતન્યહીરાની કિંમત જે આંકે તે જીવ ઉત્તમ સમ્યકત્વરત્નને પામીને પછી સર્વોત્તમ કેવળજ્ઞાનરત્નને પામશે.
(આત્મધર્મ અંક-૨૫૫, પેઈજ .-૨ ટાઈટલ)
જ્ઞાન સ્વભાવ [ ક ] સામે લોકાલોક છે તો અહીં સર્વજ્ઞતા છે એમ નથી. સર્વજ્ઞતા છે તે પોતાથી છે અને તે
આત્મજ્ઞાનમયી છે; આત્મસન્મુખ રહીને તે લોકાલોકને જાણે છે. સર્વજ્ઞસ્વભાવી આત્માના જ્ઞાનમાં સર્વજ્ઞતા ખીલી જાય છે; આત્મસન્મુખતાથી સર્વજ્ઞતા ખીલે છે, પરસમ્મુખતાથી સર્વજ્ઞતા ખીલતી નથી. વળી જ્ઞાનમાં કાંઈ એવા બે ભાગ નથી કે એક ભાગ અને જાણે ને બીજો ભાગ પર જાણે. (સ્વપર પ્રકાશક શક્તિ અખંડ છે) પરને જાણે અને સ્વને જાણે પણ બંનેને જાણનાર જ્ઞાન તો એક જ છે, કાંઈ બે જ્ઞાન જુદા નથી. એક જ જ્ઞાનનું એવું સામર્થ્ય ખીલી ગયું છે કે સ્વસમ્મુખ રહીને સ્વ-પરને જાણે છે. સ્વમાં તન્મય રહીને જ્ઞાન સ્વ-પરને બધાને જાણે છે. જ્ઞાન સ્વપણે રહીને પરને જાણે છે, પરને જાણતાં કાંઈ તે પરરૂપ થઈ જતું નથી. પરનું જ્ઞાન તે કાંઈ પાર નથી જ્ઞાન તો સ્વ છે. એનો નિર્ણય કરીને સ્વસમ્મુખ પરિણમતાં જ્ઞાનનો વિકાસ સર્વજ્ઞતારૂપે ખીલી જાય છે.
(આત્મધર્મ અંક-૨૫૭, પેઈજ નં.-૪)