________________
૩૨૩
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
થાય તેથી તે મર્યાદિત થઈ જાય એવો કાંઈ નિયમ નથી. શેયની અનંતતા જ્ઞાનમાં જણાય તેથી કાંઈ તેની અનંતતા મટીને શાંત બની જતી નથી. અમર્યાદિત વસ્તુ અમર્યાદપણે રહીને પણ જ્ઞાનમાં પૂરી પ્રમેય થાય છે; જ્ઞાનમાં પ્રમેય થવાથી કાંઈ અમર્યાદિત વસ્તુ મર્યાદિત નથી બની જતી; અમર્યાદિત જ્ઞાન સામર્થ્ય એના કરતાં પણ વધુ છે. એ અમર્યાદિત જ્ઞાન સામર્થ્યની દિવ્યતા લક્ષમાં આવે તો જ (અનંત આકાશ, અનાદિ અનંતકાળ વગેરે) અમર્યાદિત વસ્તુનું પ્રમેયપણું જ્ઞાનમાં કયા પ્રકારે છે તે ખ્યાલમાં આવે. જ્યાં સુધી જ્ઞાનનો દિવ્ય મહિમા ન ભાસે ત્યાં સુધી એ વાત બેસે નહિં. આકાશની અનંતતા કરતાં જ્ઞાન સામર્થ્યની અનંતતા વિશાળ છે, એ સામર્થ્યનો મહિમા ભાસવો જોઈએ. –સ્વસમ્મુખતાથી જ તે ભાસે. એટલે આકાશનું પ્રમેયત્વ નક્કી કરવા પહેલાં તો આત્મા તરફ વળીને તેને પ્રમેય કરવો જોઈએ.
ભાઈ, તને આકાશની અનંતતાનો મહિમા આવે છે, તો તે અનંતતાને અનંતપણે પોતામાં શેયપણે સમાવી દેનારા (જાણી લેનારા) જ્ઞાનસામર્થ્યની અનંતતાનો મહિમા કેમ નથી આવતો? જ્ઞાનના દિવ્ય અપાર સામર્થ્યનો તને ખ્યાલ નથી એટલે જાણે જ્ઞાન કરતાં શેયો ઘણા મોટા હોય ને જ્ઞાન નાનું હોય એમ તને લાગે છે, એટલે જ્ઞાન કરતાં શેયોનો મહિમા તને વધી જાય છે. તેથી તું જ્ઞાનસ્વભાવ તરફ નથી ઢળતો.
જો આકાશ તેના ક્ષેત્ર સામર્થ્યથી અનંત છે તો આત્મા પોતાના જ્ઞાન સામર્થ્યથી અમાપ છે. આકાશના અનંતક્ષેત્રના અવિભાગ પ્રદેશો કરતાં આત્માના અનંત જ્ઞાનસામર્થ્યના અવિભાગ અંશો અનંતગુણા છે. આકાશ ક્ષેત્રની અનંતતા કરતાં જ્ઞાનસામર્થ્યની અનંતતા ઘણી મોટી મહિમાવંત છે. તેથી (જ્ઞાનને) આકાશમાં લંબાવવા કરતાં જ્ઞાનમાં ઠર (તો જોયોનોય પાર પમાશે.)
(આત્મધર્મ અંક-૨૫૩, પેઈજ નં.૩૯ રાત્રી ચર્ચામાંથી) [ G ] ચૈતન્ય તેજથી ઝબકતો જ્ઞાનદીવડો તેના પ્રકાશમાં વળી વિકારનાં અંધારા કેમ હોય?
ચૈતન્યના આનંદના વેદનમાં વળી કર્મનું ફળ ક્યાંથી ઘૂસી ગયું? જ્ઞાનમાં વળી બીજું કોણ ઘૂસી જાય? જ્ઞાનમાં તો જ્ઞાનનું જ વદન હોય; જ્ઞાનમાં વિકારનું કે જડનું વેદન કેમ હોય? અગવડતાનો પ્રસંગ હો કે સગવડતાનો પ્રસંગ હો, તેનું વેદના જ્ઞાનમાં નથી; બહારની અગવડતા જ્ઞાનમાં કાંઈ દુઃખનું વેદન કરાવી હૈ, બહારની સગવડતા જ્ઞાનમાં કાંઈ સુખનું વેદન કરાવી ધે, એમ નથી, કેમ કે જ્ઞાનને બહારના પદાર્થનું વેદન જ નથી. આહા ! આવા જ્ઞાનને પ્રતીતમાં લઈને ધર્મી જીવ ચૈતન્યના આનંદને જ ભોગવે છે.
(આત્મધર્મ અંક-૨૫૪, પેઈજ નં. ૨૩) અહો, સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન ! (૧) આ આત્મા છે તે સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન છે. (૨) સમસ્ત શ્રુતસમુદ્રનું મંથન કરી કરીને સંતોએ આ સર્વોત્કૃષ્ટ રત્ન પ્રાપ્ત કર્યું છે. (૩) આકાશ ક્ષેત્રસ્વભાવથી અનંત છે, છતાંય તે તો અચેતન-જડ છે. જ્યારે