________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
ધર્મીની જ્ઞાનચેતના અનંતગુણના વૈભવસહિત પ્રગટી છે.
૩૨૧
[ ] જ્ઞાનશક્તિરૂપ ગુણ આત્મામાં સદાય છે, પણ જ્ઞાનચેતના સદાય નથી હોતી, તે તો નવી પ્રગટે છે, –જ્યારે જ્ઞાનાદિ અનંત શક્તિસંપન્ન પોતાનો અનુભવ કરીને જ્ઞાન પરિણમ્યું ત્યારે જીવને જ્ઞાનચેતના પ્રગટી. તે જ્ઞાનચેતના અનંત ગુણોનું વેદન સાથે લઈને પ્રગટી છે.
[ ] પ્રશ્નઃ- ત્યાર પહેલાં શું જ્ઞાનની પર્યાય ન હતી ?
ઉત્ત૨:-હતી તો ખરી, પણ તે પર્યાય મિથ્યાત્વસહિત અજ્ઞાનરૂપ હતી, રાગથી ભિન્ન ચૈતન્યસ્વાદનું વેદન તેમાં ન હતું તેથી તેને જ્ઞાનચેતના કહેતા નથી. એકલા ૫૨સન્મુખી ઇંદ્રિયજ્ઞાનમાં આત્માની પ્રસિદ્ધિ નથી તેથી તે ઇંદ્રિયજ્ઞાનને આત્માનું લક્ષણ પણ ખરેખર કહેતા નથી; ઇંદ્રિયજ્ઞાનવડે આત્માનું ગ્રહણ થતું નથી. અતીન્દ્રિય થઈને આત્માને પકડનારું જ્ઞાન, આત્માના અનંતધર્મો સહિત પરિણમી રહ્યું છે. –આ રીતે આત્માનું જ્ઞાન અનેકાન્તસ્વરૂપે વિલસી રહ્યું છે.
(આત્મધર્મ અંક - ૩૬૩, પેઈજ નં.-૧૨ )
આત્મામા અભેદ થાય તે જ ખરું જ્ઞાન છે.
[] શાસ્ત્રો અને વાણી તો જડ છે. તે તો જ્ઞાન નથી જ, પણ મંદ કષાયને લીધે એકલા શાસ્ત્રના લક્ષે થતો જ્ઞાનનો ઉઘાડ તે પણ ખરું જ્ઞાન નથી. જિનેન્દ્ર ભગવાને કહેલા દ્રવ્ય-ગુણ-પર્યાય, નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન નિમિત્ત, નવતત્ત્વો વગેરે સંબંધી જ્ઞાનનો ઉઘાડ માત્ર શાસ્ત્રોના લક્ષે થાય અને સ્વભાવનું લક્ષ ન કરે તો તે જ્ઞાનના ઉઘાડને પણ દ્રવ્યશ્રુતમાં ગણીને અચેતન કહ્યો છે. શાસ્ત્ર વગેરે ૫૨દ્રવ્યો, તેના લક્ષે થતો મંદકષાય અને તેના લક્ષે કાર્ય કરતો વર્તમાન પૂરતો શાનનો ઉઘાડ તે બધાનો આશ્રય છોડીને, તેની સાથેની એકતા છોડીને, ત્રિકાળી આત્મ સ્વભાવનો આશ્રય કરીને આત્મામાં જે જ્ઞાન અભેદ થાય તે જ ખરું જ્ઞાન છે. (આત્મધર્મ અંક-૬૩-૬૪, પોષ-મહા, પેઈજ નં.-૬૨ )
શાન
[ ] આત્મા જ્ઞાનસ્વરૂપ છે; જગતના કોઈ પણ પ્રસંગને કે કોઈ પણ પદાર્થને જાણતી વખતે, તેને જાણનારું પોતાનું જ્ઞાન ત્યાં વર્તી જ રહ્યું છે; પરંતુ ત્યાં ‘આ જ્ઞાન છે તે હું છું' - એવા જ્ઞાનસ્વરૂપનો સ્વીકાર ન કરતાં, એકલા જ્ઞેયોનો જ સ્વીકાર કરે છે તે જીવ અજ્ઞાનભાવને લીધે, ૫૨દ્રવ્ય સાથે એકતાબુદ્ધિરૂપ મોઠથી, આત્માને સાધી શકતો નથી. સર્વ પ્રસંગે મારું જ્ઞાન સર્વ ૫૨શેયોથી પૃથકપણે વર્તી રહ્યું છે, ને એ જ્ઞાનસ્વરૂપ હું છું, –૫૨ને જાણતાં હું પરરૂપ થઈ જતો નથી, –આમ જ્ઞાનસ્વરૂપે પોતાના આત્માને અનુભવતાં ભગવાન આત્માની પ્રસિદ્ધિ થાય છે.