________________
૩૨૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ શેયોને જાણતાં, અજ્ઞાનીને એકલું પરણેય જ દેખાય છે; પણ તે શેયોને જાણનારું પોતાનું જ્ઞાન ત્યાં વર્તી રહ્યું છે તે તેને દેખાતું નથી, એટલે જ્ઞાનસ્વરૂપ આત્માને તે સાધી શકતો નથી, દેખી શકતો નથી.
શેયોને જાણતી વખતે પણ આમાં જે જાણનાર છે તે જ હું છું અર્થાત્ જ્ઞાનસ્વરૂપ જ હું છું એમ જાણતો થકો ધર્માજીવ નિઃશંકપણે સદા પોતાને જ્ઞાનસ્વરૂપે જ અનુભવે છે. એટલે જ્ઞાનસ્વરૂપ આત્માની તેને સિદ્ધ થાય છે. માટે આત્માને સદા જ્ઞાનસ્વરૂપે સેવવો.
અનાદિથી આત્માને રાગરૂપે માનીને રાગનું જ સેવન કર્યું છે, પણ રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપે આત્માને ઓળખીને તેનું સેવન પૂર્વે કદી ક્ષણમાત્ર પણ કર્યું નથી. જો આત્માને જ્ઞાનસ્વરૂપે ઓળખીને એક ક્ષણ પણ તેનું સેવન (શ્રદ્ધા-જ્ઞાન-રમણતા) કરે તો તેના સેવનથી જીવ અવશ્ય મુક્તિ પામે છે.
(આત્મધર્મ અંક-૨૦૯, પેઈજ નં. ૩) વિકસતું જ્ઞાન પરદ્રવ્યને રાગદ્વેષનું
નિમિત્ત બનાવતું નથી [ઉ] જ્ઞાન-દર્શન-ચારિત્રની જે નિર્મળ પર્યાય ખીલી તેમાં વ્યવહાર કેવો હોય તે અહીં
બતાવે છે. પર સાથેનો સંબંધ તોડી અંતર્મુખ સ્વભાવમાં તન્મયપણે પરિણમતું જ્ઞાન વિકલ્પથી જુદું પડ્યું ત્યાં હવે તે વિકલ્પ સાથે તેને કર્તાકર્મપણું તો ન રહ્યું, પરંતુ ઊછું તે વિકલ્પ શેયપણે જ્ઞાનમાં નિમિત્ત થયો. પ્રતિકૂળ સંયોગ આવતાં શું જ્ઞાનમાં પ્રતિકૂળતા આવી ગઈ ? તો કહે છે કે ના, એ તો મારા જ્ઞાનનું નિમિત્ત છે; એ મને વૈષનું નિમિત્ત નથી પણ જ્ઞાનનું જ નિમિત્ત છે. એ જ રીતે અનુકૂળ સંયોગ આવે ત્યાં પણ જ્ઞાની તો નિજભાવથી જ્ઞાનરૂપ જ પરિણમતો થકો તેને જ્ઞાનનું જ નિમિત્ત બનાવે છે. જ્ઞાની જ્ઞાનરૂપપણાને છોડીને અન્યભાવરૂપે પરિણમતો જ નથી. જ્ઞાન પોતે કોઈ સંયોગરૂપે પરિણમતું નથી ને સંયોગને પોતારૂપે પરિણમાવતું નથી. આવું જ્ઞાન તે નિજસ્વરૂપ છે. શેયો જ્ઞાનમાં જણાય તે તો જ્ઞાનના વિકાસની પ્રસિદ્ધિ કરે છે. વિકસતા જ્ઞાનમાં પ્રતિભાસતા શેયો કાંઈ રાગદ્વેષનું કારણ થતા નથી.
(આત્મધર્મ અંક-૨૫૩, પેઈજ નં. ૧૫-૧૬)
જ્ઞાન મહિમા
(હે જીવ! જ્ઞાનમાં ઠર તો જ શેયોનો પાર પામીશ) [ 8 ] ઘણાને પ્રશ્ન ઊઠે છે કે આકાશ અનંત છે તો તે જ્ઞાનમાં કઈ રીતે જણાય?-કાળ અનાદિ અનંત
છે તે જ્ઞાનમાં કઈ રીતે જણાય? જણાય તો તો તેનો છેડો આવી જાય!
તેનું સમાધાન: પ્રથમ તો આકાશ અને કાળની અનંતતા કરતાંય જ્ઞાનસામર્થ્યની અનંતતા વધારે છે એ વાત લક્ષમાં લેવી જોઈએ. વળી, કોઈપણ વસ્તુ જ્ઞાનમાં પ્રમેય