________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૨૭ [ ] અતીન્દ્રિય જ્ઞાનનું સામર્થ્ય એવું અચિંત્ય છે કે પોતે પોતામાં સ્થિર રહીને સમસ્ત
પદાર્થોને પોતામાં જાણી લ્ય છે. પૂર્ણ જ્ઞાનશક્તિ ખીલી તેમાં બધા જોયો પોતાની ત્રણકાળની પર્યાયો સહિત સીધા વર્તમાન-પ્રત્યક્ષ એક સાથે જણાય છે. જ્ઞાન અને શેય બંનેનું સામર્થ્ય વર્તમાનમાં પૂરું છે. બધા શેયોને એક સમયમાં પૂરું નિમિત્ત થવાની જ્ઞાનની તાકાત છે, પણ જીવ પોતાની તાકાતનો વિશ્વાસ કરતો નથી. જ્યાં આવું જ્ઞાન જ્ઞાનમાં કર્યું ત્યાં તેની પૂરી તાકાત એવી ઊઘડી કે બધા પદાર્થો શેયપણે તેમાં અર્જાઈ જાય છે. જ્યાં આવું જ્ઞાન હોય ત્યાં જ પૂરું સુખ હોય તેથી આચાર્યદેવે ફરીફરીને આ જ્ઞાનનો અચિંત્ય મહિમા અને પ્રશંસા કરીને તેને ઉપાય બતાવ્યું છે.
(આત્મધર્મ અંક-૨૩૮, પેઈજ નં.-૧૭)
જ્ઞાનની સેવા વડે શુદ્ધાત્માની સિદ્ધિ [ 2 ] કોઈપણ પદાર્થને જાણતાં તેમાં પોતાનું જ્ઞાન તો મુખ્ય છે જ; જ્ઞાનના અસ્તિત્વ વગર
શેયનું અસ્તિત્વ જાણી શકાય જ નહીં. જ્ઞાન વગર શેય શેમાં જણાય? આમ જ્ઞાનની હૈયાતીમાં જ શેયનું અસ્તિત્વ જણાતું હોવા છતાં, અજ્ઞાની તે જ્ઞાનને જ ભૂલી જાય છે. –અરે ભાઈ, યોને જાણતાં જ્ઞાનસ્વરૂપે તારું અસ્તિત્વ છે તેને તું કેમ ભૂલી જાય છે! અરે, જાણનારે પરને જાણ્યાં પણ પોતે પોતાને જ ભૂલ્યો !
શ્રીમદ્ રાજચંદ્રજી એક પત્રમાં જ્ઞાનની મુખ્યતા બતાવતાં લખે છે કે – કોઈપણ જાણનાર, ક્યારે પણ, કોઈપણ પદાર્થને પોતાના અવિધમાનપણે જાણે એમ બનવાયોગ્ય નથી; પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે... સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ, તે જીવ છે; તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે, તો તે બનવાયોગ્ય નથી; માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કાંઈ જાણી શકાય.” આ રીતે જીવનું ઊર્ધ્વપણું છે, મુખ્યપણું છે, તેના અસ્તિત્વમાં સર્વ પદાર્થો જાણી શકાય છે. બધાને જાણનારો પોતે, છતાં પોતે પોતાને ભૂલી રહ્યો છે!
ઘટપટ આદિ જાણ તું તેથી તેને માન; (પણ) જાણનારને માન નહિ, કહિએ કેવું જ્ઞાન !
હું જ્ઞાનસ્વરૂપ નથી અને પદાર્થો મને જણાય છે એ વાત કેવી? પદાર્થો જણાય છે, તો પહેલાં તેને જાણનારો તું જ્ઞાનસ્વરૂપે સત્ કો-એમ તારું અસ્તિત્વ જાણ.
અહા, દરેક જીવને પર્યાયે પર્યાયે જ્ઞાન તો પ્રકાશી જ રહ્યું છે; પણ જ્ઞાનને જ્ઞાનપણે ન ઓળખતાં રાગપણે ને જડ શેયોપણે કલ્પી લ્ય છે, હું જ્ઞાનસ્વરૂપ છું એમ નથી અનુભવતો પણ રાગાદિપણે જ પોતાને અનુભવે છે. આ રીતે “અનુભૂતિરૂપ જે જ્ઞાન છે તે જ હું છું” –એવું આત્મજ્ઞાન નહીં હોવાથી તે અજ્ઞાનીને જ્ઞાનસ્વરૂપમાં એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી, તે તો રાગાદિમાં જ એકાગ્રપણે અજ્ઞાનભાવથી સંસારમાં રખડે છે.
જ્ઞાન વગરનો ક્યો જીવ હોય? કોઈ જીવ જ્ઞાન વગરનો હોય નહીં, તે જ્ઞાનપણે