________________
૩૨૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
જ્ઞાનશક્તિ અદ્ભુત છે
“સર્વજ્ઞ ભગવાન પરિપૂર્ણજ્ઞાનરૂપે પરિણમી ગયા છે.”
[] સર્વજ્ઞ ૫૨માત્મા કેવો હોય ? તેમની કેવળજ્ઞાન પર્યાય કેવડી મોટી હોય ? સર્વજ્ઞ ભગવાનને ભાવ તેમજ દ્રવ્ય ધાતિકર્મો ક્ષય પામ્યા હોવાથી, સ્વયમેવ પરિપૂર્ણ જ્ઞાનરૂપે પરિણમી ગયા છે. તેઓ છદ્મસ્થ જીવોની માફક ક્રમથી જાણતા નથી પરંતુ વિશ્વના સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને એક સાથે પૂર્ણપણે જાણે છે.
કેવળી ૫૨માત્મા પોતાને –પોતાના દ્રવ્યગુણપર્યાયને સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને તથા પોતાના સર્વગુણોના ત્રણેકાળના પર્યાયોને –સંપૂર્ણપણે પ્રત્યક્ષ જાણે છે.
“સાથે સાથે તેઓ સ્વક્ષેત્રમાં રહીને, ૫૨સમીપ ગયા વિના, ૫૨ સન્મુખ થયા વિના, નિરાળા રહીને લોકાલોકના સર્વ પદાર્થોને અતીન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે.”
જ્ઞાનનો સ્વભાવ સ્વપ૨ પ્રકાશક છે. કેવળજ્ઞાનરૂપે પરિણમેલો આત્મા પોતાના સર્વગુણોના ભૂત-વર્તમાન-ભાવી પર્યાયોના અવિભાગ પ્રતિચ્છેદો સહિત વિશ્વના સમસ્ત પદાર્થોને, સ્વક્ષેત્રમાં રહીને, જ્ઞેયરૂપ ૫૨ પદાર્થની સમીપ ગયા વિના, પરિણતિને ૫૨ સન્મુખ કર્યા વિના, તદ્ન નિરાળો રહીને અતીન્દ્રિયપણે પ્રત્યક્ષ જાણે છે.
“૫૨ને જાણવા માટે તેઓ ૫૨સન્મુખ થતા નથી.”
વીતરાગ સર્વજ્ઞ ૫૨માત્મા એક સમયમાં સંપૂર્ણ લોકાલોકને –સ્વપર સમસ્તને –એકસાથે જાણે છે, લોકાલોકને જાણવા માટે તેઓ લોકાલોક સન્મુખ થતા નથી. “નથી એ શેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા,” અંશે પણ ૫૨સન્મુખ થયા વિના સ્વયં સ્વતઃ જાણે છે.
“૫૨સન્મુખ થવાથી તો શાન દબાઈ જાય છે-રોકાઈ જાય છે, ખીલતું નથી.”
જ્ઞાન પૂર્ણ સ્વસન્મુખ થતાં પર્યાયમાં પૂર્ણ જ્ઞાનપણે પરિણમે છે; વસ્તુ દ્રવ્ય સ્વભાવે જેવી કૃતકૃત્ય છે તેવી, પર્યાયમાં કૃતકૃત્ય થઈ જાય છે. કૃતકૃત્ય થવાથી નવું કરવાનું કાંઈ ૨હ્યું નથી. જ્ઞાન સ્વસન્મુખ ન થતાં જો ૫૨સન્મુખ થાય તો તે દબાઈ જાય છે- ઢંકાઈ જાય છે, ખીલતું નથી. સ્વસન્મુખ થવાથી જ્ઞાન ખીલે છે, ૫૨સન્મુખ થવાથી જ્ઞાન રોકાઈ જાય છે, બિડાઈ જાય છે.
જ્ઞાનગુણની શક્તિ તો સ્વભાવે અદ્ભૂત છે જ, પણ તેની પરિપૂર્ણ ખીલેલી પર્યાયની શક્તિ પણ અદ્ભૂત છે. જ્ઞાનના પૂર્ણ પરિણમનનો એવો સહજ સ્વભાવ છે કે–પોતાના અને ૫૨ના ભૂત-વર્તમાન-ભવિષ્યના બધા ભાવોને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષથી જાણે. સર્વજ્ઞપણે પરિણમેલી પર્યાય જો બધાને યુગપદ્ પ્રત્યક્ષ ન જાણે તો તે જ્ઞાનની દિવ્યતા શી ? અનંત મહિમાવંત કેવળજ્ઞાનની તો એ દિવ્યતા છે કે તે અનંત દ્રવ્યોના સમસ્ત પર્યાયોને–ભૂત અને ભાવિ પર્યાયોને પણ સંપૂર્ણપણે એક જ સમયે પ્રત્યક્ષ જાણે છે. ખરેખર પરિણમેલી વ્યક્ત થયેલી જ્ઞાન શક્તિ પણ અદ્ભૂત છે. (સંવત-૨૦૪૫-અંક નં-૫૫૪, પેઈજ નં.-ટાઈટલ પેઈજ તેમજ ૨૪ ઉ૫૨)