________________
૩૧૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ વ્યવહાર છે. શું થાય! ! વ્યવહારની કથની એવી આવે! એ કથનીમાંથી નિશ્ચય તારવી લેવો ( જોઈએ). ભગવાનનું સ્વરૂપ એકલું જુદું છે તેને જાણવા ( સુધી પહોંચવું પડે)
(નિયમસાર ૧૬૩ ગાથા પ્રવચન નં. ૧૯૩, તા. ર૬-૭-૮૦ માંથી)
સદા નિરંજનપણે પ્રતિભાસ્યો તેને પરમભાવ સફળ થયો. [ ૯ ] અતિ આસન્નભવ્ય જીવન એટલે કે જેમાં અજંપાનો જાપ નથી ચાલતો પણ જંપાજાપ
થઈ ગયો છે, મુક્તિનો જાપ થઈ ગયો છે એવા આસન્નભવ્ય જીવને આ પરમભાવત્રિકાળી પરમ સ્વભાવ તત્ત્વ સદા નિરંજનપણાને લીધે, જેને અંજન-મેલ છે જ નહીં એવા નિરંજનપણાને લીધે એટલે કે સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે સફળ થયો છે આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે એટલે કે જેમાં અંજન નથી, રાગની ગંધ નથી, ઉદયને સ્પર્શે નથી એવો જે પરમ પરમાત્મા પડ્યો છે તે પરમાત્મા થવાને લાયક છે, થવાને લાયક નથી એ વાત સાંભળવા જેવી નથી.
અતિ આસન્નભવ્ય જીવોને આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે એટલે કે છે તેવો ભાસ્યો હોવાને લીધે સફળ થયો છે. જ્ઞાનમાં આ છે એવું એટલે કે જ્ઞાનમાં “આ સદા નિરંજનપણે છે' –એમ ભાસ્યું હોવાને લીધે સફળપણું થયું છે. અતિ આસન્નભવ્ય જીવને નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે આ પરમભાવ સફળ થયો છે. જ્ઞાનમાં ભાસ્યા વિના આ પરમભાવ છે-એમ કયાંથી આવ્યું? પણ જ્ઞાનમાં પરમભાવ છે એવો ભાસ્યો છે ત્યારે તેને સદા નિરંજનપણે છે. જ્ઞાનમાં નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે પરમભાવ સફળ થયો છે. સદા નિરંજનપણે તો છે પણ જ્ઞાનમાં પ્રતિભાસ્યા વિના સફળપણું કયાંથી આવ્યું? જ્ઞાનમાં સદા નિરંજનપણે પ્રતિભાસ્યો છે ત્યારે તે આસન્ન ભવ્યોને નિરંજનભાવ સફળ થયો છે. છે તેવી પ્રતીતિ અને જ્ઞાનમાં આવ્યો તેથી તે સફળ થયો છે. નિરંજનપણે સદા છે પણ જ્ઞાનમાં પ્રતિભાસ્યો છે માટે સફળ થયો છે. જેવો છે તેવો પ્રતિભાસ્યો છે તેને તે સફળ થયો છે. જેને જ્ઞાનમાં પ્રતિભાસ્યો નથી તેને સફળપણું આવ્યું નથી પણ જેના જ્ઞાનમાં જેવું પૂરણ સ્વરૂપ છે એવું ભાસ્યું છે એને એનું ફળ
આવ્યું છે માટે તેને તે સફળ છે. (આત્મધર્મ અંક -૪૩૮, પેઈજ નં.-૩૮-૩૯), [G ] જ્ઞાન પરને જાણે છે તેમાં (જ્ઞાનની) નિર્મળતા, શોભા, મહિમા બતાવે છે. સ્વ
પર પ્રકાશક સામર્થ્યમાં પરને જાણવા છતાં પર તરફ લક્ષ નથી. કેવળી ભગવાન પરને જાણે તેમાં તેમનો ઉપયોગ પર તરફ નથી. ઉપયોગતો પોતે પોતામાં જ છે.
(નિ.સાર-પ્ર.નં.૧૮૭, શ્લોક ૨૭૨, તા. ૨૦૭-૮૦) [ ] .. અજોગ સ્વરૂપથી ભરેલો પ્રભુ છે તેમાં કંપન છે જ નહીં. તે ત્રિકાળ નિરાવરણ છે.
ત્રિકાળ પ્રત્યક્ષ પ્રતિભાસ થાય તેવો છે. એ પર્યાયમાં જણાય એવો એ છે-પર્યાયમાં પ્રતિભાસે એવો છે. ૩૨૦ ગાથામાં એ શબ્દ છે- “ત્રિકાળ નિરાવરણ. પ્રત્યક્ષ પ્રતિભાસ.” મારા જ્ઞાનમાં પ્રત્યક્ષ પ્રતિભાસ થાય એવો છે. એ (વસ્તુ) ત્યાં રહે છતાં પ્રતિભાસ થાય. પ્રતિબિંબ કહેવાય છે ને એનું! સામે બિંબ બહાર હોય અને અરીસામાં