________________
૩૧૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
શ્રી નિયમસારના પ્રવચનમાંથી
[ ] “અતિ આસન્નભવ્ય જીવોને-આ ૫૨મભાવ સદા નિરંજનપણાને લીધે ( અર્થાત્ ) સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે ) સફળ થયો છે;” નિરંજનપણાને લીધે એનો અર્થઃ સદા નિરંજનપણે એને પ્રતિભાસ્યો હોવાને લીધે. ભલે (સ્વભાવથી ) નિરંજનપણે છે, પણ ‘છે' એમ પ્રતિભાસ્યા વિના એ ક્યાંથી આવ્યું ?
એ શું કહ્યું? ભગવાન આત્મા નિરંજન છે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. પણ એ ભાસ્યા વિના- જ્ઞાનમાં ભાસ્યા વિના આ ૫૨મ નિરંજન છે એમ ક્યાંથી આવ્યું ? ભાસ્યું ત્યારે જાણ્યું કે આ પરમ નિરંજન છે.
આહાહા! એમાં ૫ણ ૫૨મ નિરંજન નાથ ભાસ્યો છે, એ ‘છે' એટલું એમ નહીં– ૫૨મ સ્વભાવભાવ નિરંજન છે. એમ નહીં; પણ એ ‘છે’ એવો ભાસ્યો છે માટે ‘છે'. ભાસ્યા વિના ‘છે’ એમ એને આવે ક્યાંથી ? (ન આવે.) આહા.. હા! સમજાણું કાઈ ?
સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે-પ્રતિભાસ્યો એટલે જ્ઞાનની પર્યાયમાં ભાસ્યો હોવાને લીધે... સફળ થયો છે. પ્રતિભાસ થાય નહીં કે આ છે ઈ સફળ ક્યાંથી? શું કીધું ? સદા નિરંજન છે ભગવાન આત્મા, પણ ભાસ્યા વિનાજ્ઞાનમાં ભાસ્યા વિના- પ્રતિભાસ વિના સદા નિરંજન છે એમ જાણે કોણ ? એ પ્રતિભાસ્યો છે એમ એણે જાણ્યું છે.
કહે છે કે- એને સદા નિરંજનભાવ ભાસ્યો છે તેથી તેને સદા નિરંજનભાવ સફળ થયો છે. સૌને નિરંજનભાવ છે તો ખરો ! પણ... આસન્નભવ્ય જીવને સફળ થયો છે. આહાહા! પર્યાયમાં દૃષ્ટિમાં ભાસ્યો છે એથી એને (નિરંજનપણે ) જેવો છે તેવો ભાસ્યો છે તેથી તેને તે સફળ થયો છે. ‘છે’ તેવું તેને ભાન થઈ ગયું છે. ‘છે’ ની પ્રતીતિ ને જ્ઞાનમાં શેય તરીકે આવી ગયું છે. આખો ( પૂર્ણ ) ૫૨માત્મા જ્ઞાનની પર્યાયમાં આવ્યો છે એટલે ખ્યાલમાં આવ્યો છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ પ્રતિભાસ.... છે. આખો નિરંજન નિરાકાર ભગવાન આત્મા પ્રતિભાસ્યો છે તેથી તે સફળ થયો છે. નિરંજન (નિરાકાર સ્વરૂપ) સદા છે; પણ જેને પ્રતિભાસ્યો છે માટે સફળ થયો છે.
પ્રતિભાસ વિના આ ‘છે’ એટલે શું? આહાહા ! જુઓ ! આ એવી વાત છે. કહે છે–સદા નિરંજનપણાને લીધે સફળ થયો છે. સફળ થયો છે એનો અર્થ કર્યો કેએમાં સદા નિરંજનપણું એવું ભાસ્યું છે તેથી સફળ થયું છે. સમજાય છે કાંઈ ?
ત્રિલોકનાથ..... સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ! નિરંજન નિરાકાર હોવા છતાં પ્રતિભાસ્યો ત્યારે તેને હોવાપણું છે એમ બેઠું; તેથી તેને સફળ થયું છે. પ્રતિભાસ્યો છે તેથી તેને સફળ થયો છે. જેને પ્રતિભાસ્યો નથી તેને સફળ ક્યાંથી થાય ? (ન