________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૧૫ થઈ ગયું? એવું છે નહીં. એ “સ્વસંવેધ છે. પોતાનું ને પરનું જ્ઞાન, એ પોતાનું સ્વરૂપ છે. એ પોતાના સ્વરૂપનું વેદન કરે છે. બહુ ઝીણી વાત!
પ્રભુ તું જ્ઞાન સ્વરૂપ છો, તો એમાં પર તો જાણવામાં આવે છે; તો શું અંદરમાં પર જાણવામાં આવ્યા? કહેના. પર સંબંધી પોતાનું જ્ઞાન છે એ જાણવામાં આવ્યું છે. -જે પોતાનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એ પરને પ્રકાશે છે માટે પર પ્રકાશક છે એવું છે નહીં.
(પેઈજ નં. ૧૭૩) [ ] એ ચીજ છે માટે તેને તેના સંબંધી જ્ઞાન થયું છે-એ પણ ભ્રમ છે. એ ચીજ છે તો ઈ
ચીજની અપેક્ષાથી મને એનું જ્ઞાન થયું એ પણ ભ્રમ છે. મારા જ્ઞાનમાં સ્વારને જાણવાની તાકાત મારામાં જ છે! અને તે કારણે હું તો સ્વસંવેધ છું. સ્વસંવેધ, પોતાનાથી જ જ્ઞાત થવા યોગ્ય છે. (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે) સ્વસંવેધ, સ્વનામ પોતે વેધનામ વેદન, પોતાનું પોતાથી જ વેદન કરવાવાળો (આત્મા) છે, એ પરનું વેદન નહીં. પર શેયાકાર થયો પણ એ તો જ્ઞાનાકાર છે, એનું વેદન છે. પરતું વદન એને છે નહીં.
(પેઈજ નં. ૧૭૩) [ ૯ ] “સ્વસંવેદ્ય છે (તેથી) પરનું જાણવું એ પણ પોતે પોતાથી જ જાણે છે. પોતામાં રહીને,
પોતાને જાણે છે એમાં એ (શેય) જાણવામાં આવે છે. પોતામાં પોતે રહીને પોતાને જાણે છે એમાં પરનું જ્ઞાન આવી જાય છે. એ તો પોતાનું જ વેદન છે, પરનું વેદન છે નહીં. જ્ઞાનમાં પર જાણવામાં આવ્યા તે કારણે પરનું વેદન છે કાંઈ ? “સ્વસંવેદન' છે તે પોતાથી જ છે. “જ” એ નિશ્ચય છે. જ્ઞાત થવા યોગ્ય છે તે કોઈ પરના કારણથી, ભગવાનના કારણથી, પંચ પરમેષ્ઠીના કારણથી, અરે ! ભગવાનની વાણીના કારણથી આત્મજ્ઞાન થાય છે? ના. તે તો પોતાથી જ જ્ઞાત થવા યોગ્ય છે.
(પેઈજ નં. ૧૭૩-૧૭૪)
(સામાન્ય જેવું જ વિશેષ) આત્મા વીતરાગ સ્વરૂપ છે- એવી દૃષ્ટિપૂર્વક રાગનો અભાવ કરવાનો છે. હું સ્વભાવથી શુદ્ધ છું, અવિકારી છું—એવું જાણવું તે જ્ઞાનની વિશેષતા છે. આત્માના ભાન વિના અગિયાર અંગ ભણવા છતાં પણ જ્ઞાનની વિશેષતા આવતી નથી. જ્ઞાનપણે તો સામાન્ય રીતે બધા જીવ સમાન છે. નિગોદના જીવને જ્ઞાનનો ઉઘાડ છે તેને વિશેષ નથી કહ્યું અને મિથ્યાદેષ્ટિના અગિયાર અંગના જ્ઞાનને પણ વિશેષ નથી કહ્યું. પરંતુ હું જ્ઞાન સ્વભાવી છું, નિમિત્ત પૃથક છે, રાગ સ્વભાવમાં નથી– એવું જાણવાવાળા જ્ઞાનને વિશેષ જ્ઞાન કહે છે. એકલા પર પ્રકાશક જ્ઞાનને વિશેષજ્ઞાન કહેતા નથી. ચિદાનંદ સ્વભાવને પકડીને જે સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થયું તે વિશેષ જ્ઞાન પૂજ્ય છે. (મોક્ષમાર્ગ પ્રકાશક પ્રવચન ભાગ-૧(હિન્દી) પેઈજ નં-૩૦) ૦