________________
૩૧૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છે પણ એ જ્ઞાન અખંડ છે. અનેક શેયાકારોથી ( જ્ઞાન ખંડિત થતું નથી.) આહા... હા! પોતાના જ્ઞાન સ્વભાવ સિવાય રાગ, દયા, દાન, ભક્તિથી માંડીને પંચ પરમેષ્ઠી અને આખી દુનિયા તેનું જ્ઞયાકાર જ્ઞાન થાય છે પણ એ શેયાકાર જ્ઞાન પરાધીન નથી. એ જ્ઞાનાકાર શેયાકાર છે.
(પેઈજ નં. ૧૬-૧૬૮) [ 0 ] પ્રભુ (આત્મા) તો જ્ઞાનમાત્ર છે અને જ્ઞાન પરને જાણે છે એ કારણે જ્ઞાનમાં શેય
જાણવામાં આવ્યા એવું છે નહીં. એ જ્ઞાન, જ્ઞાનાકારે શેયાકાર થયું છે! જ્ઞાન, જ્ઞાન જ રહ્યું છે અને જ્ઞાન, જ્ઞાનપણે પરિણમ્યું છે, એ શેયને જાણે છે તો શેયાકાર થયું જ નથી. આહા.. હા ! જ્ઞાન અખંડ છે, અખંડ શબ્દનો અર્થ થાય છે. કે પ્રભુ (આત્મા) જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છે એ સર્વને જાણે છે તો ખરો ! અહીંયા અનંતને જાણે છે તો તે પર શેયાકાર ખંડ ખંડ થાય છે? જ્ઞાન જાણે છે અનંતને તો અનંતને જાણવાથી, જ્ઞાનમાં
અનંતતાના ખંડ-ખંડ-ભંગ-ભંગ થઈ જાય છે? એવું છે નહીં. (પેઈજ નં. ૧૬૮) [ઉ] પ્રભુ તું જ્ઞાન છો ને! તું બીજી કોઈ ચીજ –શરીર, વાણી, કર્મ, રાગ-દયા, દાન,
ભગવાનની ભક્તિ એ તું નથી. એ તો બીજું તત્ત્વ છે, ત્યારે તું તો જ્ઞાનમાત્ર છો તો (તારા) જાણવાનો સ્વભાવ છે કે નહીં!પરને (જાણતાં) પરરૂપે તું ન થા, પણ પરરૂપનું તારામાં જ્ઞાન થાય છે તો પરશેયાકારનું જ્ઞાન (થયું) તો એટલું તો જ્ઞાન પરાધીન થઈ જાય છે કે નહીં?કે ના.ઈ શેયાકારનું જ્ઞાનાકાર પોતાનું થાય છે. પોતાના જ્ઞાનાકારમાં જાણવામાં આવે છે.
(પેઈજ નં. ૧૭૦) [ ] કહે છે-અચળ છે. એ જ્ઞાનરૂપથી ચળતું નથી. શેયને પોતાના જ્ઞાનમાં, પોતાના સિવાય
બીજા સર્વને જાણે છે છતાં એ શેય-રૂપે થતો નથી! આહા... હા! અરીસામાં અગ્નિ અને બરફ આમ દેખાય, જે બહાર અગ્નિને બરફ હોય તે અગ્નિને બરફ અંદર નથી. બરફ ઓગળતો હોય તો એમાં (એ રીતે જ) અરીસામાં દેખાય છે. અગ્નિની (લાલ લાલ જ્વાળા) ત્યાં દેખાય એ અરીસાની અવસ્થા છે. અગ્નિ અને બરફના કારણથી (એ અવસ્થા) થઈ નથી. એ તો અરીસાની અવસ્થા છે. એવી રીતે ભગવાન આત્મા ! જ્ઞાન અરીસો છે, (તે) લોકાલોક (ને) જાણે, એ તો પોતાની પર્યાયનું સ્વરૂપ છે. આહા... હા ! પરરૂપને જાણવાથી, પરરૂપ એવી અગ્નિ કાંઈ ( જ્ઞાનમાં) ધુસી ગઈ નથી. અરીસો છે તેમાં અગ્નિ ને બરફ ધુસી ગયા નથી. તેમ જ્ઞાનમાં આ શેય જાણવામાં આવે છે, ખરેખર તો બહુ ઝીણી વાત છે પ્રભુ! આ (પરશેય) જાણવામાં નથી આવતું. આ પ્રકારની સ્થિતિ પોતાના જ્ઞાનમાં છે. પરશેયને, પોતામાં-પોતાની જાણવાની તાકાતથી- જાણે છે.
(પેઈજ નં. ૧૭૨) [ ] શેયરૂપ થયો નથી. ત્યારે કેવો છે? પરને જાણે છે એનું સ્વરૂપ શું? પોતાને જાણે
છે.પરને જાણે છે એ તો સ્વપર પ્રકાશક શક્તિ પોતાની સ્વસંવેધ છે. જુઓ! સ્વસંવેધ છે-પોતાથી જ જ્ઞાન થવા યોગ્ય છે, પોતાથી જ્ઞાત થવા યોગ્ય છે.
અહા! જ્ઞાન સ્વરૂપ ભગવાન (આત્મા) પરણેયને જાણે છે તેથી પરનું વેદન