________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૧૩ પોતારૂપે પરિણમે છે તેને આ શેય ઝળકે છે-એમ કહેવામાં આવે છે.
(પેઈજ નં. ૧૨૨) [ ] ... જ્ઞાનમાં આ પર ચીજ જણાય છે એ ચીજ જણાતી નથી (પણ) જ્ઞાન જણાય છે
જ્ઞાનની પર્યાય જણાય છે. આ જે પર જણાય છે, તેમાં એની સાથે એનું જ્ઞાન છે ક્યાં? જ્ઞાનની પર્યાય આ પર સાથે તન્મય ક્યાં છે? પોતાની પર્યાય પોતા સાથે તન્મય છે, પર સાથે તો અતન્મય છે.
(પેઈજ નં. ૧૨૫) [ ] શ્રોતા- આ લાડવા ને મેસુબ ને ચાખે નહીં પણ એને જાણે ખરો કે નહીં?
ઉત્તર- જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. સાંભળો ! જે આ બીજી ચીજ છે તેને આત્મા જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ? કે આત્મા તેમાં તન્મય થયા વિના જાણે? ભાઈ ! આ દુનિયાથી જુદી જાત છે.
એ રસ છે કે લાડવો છે તેને જાણતોય નથી. ખરેખર તો સ્વ અર્થાત્ પોતે પોતાને જાણે છે. કારણકે લાડવામાં આત્મા તન્મય થતો નથી. એકમેક થયા વિના તેને જાણે ક્યાંથી !! આહા... હા ! અરે ! આવી વાતું ! ચાખતો તો નથી પણ તેને જાણે છે કે નહીં ? એમ ભાઈ પૂછે છે !! શ્રોતા- જાણ્યા વગર એ મીઠો છે તેની શી ખબર પડે ? ઉત્તર- જાણે છે એ પોતાને જાણે છે. પોતાને એ સંબંધીનું જ્ઞાન પોતાને થાય છે તેને જાણે છે. એ સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં થાય છે તેને જાણે છે. એક અક્ષર પણ ઓછો-અધિક થશે તો ઊંધું પડશે.
કેરીનો રસ છે, અત્યારે કેરીની મોસમ છે ને! કેરીના કટકા કર્યા હોય, આમ ખાતો હોયને! ઓહોહો ! આ શું છે પ્રભુ! તને થયું છે! એ ચીજને આત્મા ચાખવા તો જતો નથી, પણ ખરેખર તું એને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ ? જેને જાણે છે એમાં એ તન્મય નથી, ફક્ત એને જાણવાનું જે જ્ઞાન પોતાનું છે એમાં એ તન્મય છે. ખરેખર તો પોતે પોતાને જાણે છે. પણ એવો ક્યાં વિચાર? ને વખત ક્યાં?
અગ્નિને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. જ્ઞાનનો પોતાનો સ્વભાવ છે કે પોતે પોતાને જાણે, અને પરની અપેક્ષા વિના પરને પોતામાં જાણે. પરને અડ્યા વિના, પરને સ્પર્યા વિના, પરની હસ્તિ છે. માટે તેને જાણે છે એમ નહીં, જાણવાના
અસ્તિત્વનો એવો સ્વભાવ છે એ પોતે પોતાને જાણે છે. (પેઈજ નં. ૧૩૮) [ ] આલોચના એટલે શું? આલોચનાનો અર્થ જ જોવું-જાણવું... બસ! એ જોવે
જાણે, તેજ તેનું સ્વરૂપ છે. એ પણ પોતે પોતાને જોવે ને જાણે ! પરને જોવે-જાણે તે (પણ) એમાં તન્મય થયા વિના જાણે એ જાણ્યું નહીં. એ તો અસબૂત વ્યવહારનયનું કથન છે.
(પેઈજ નં. ૧૪૯) [ ] કહે છે એ તો અખંડ છે. અખંડ કેમ કહ્યો? આત્માના જ્ઞાનમાં જોય જાણવામાં આવે
છે તો જ્ઞાન ખંડ થઈ જાય છે એવું છે નહીં. આહા...! શું કહ્યું? આ આત્મા જ્ઞાનમાત્ર