________________
૩૧૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ તું અને પ૨ જણાય છે તારામાં તારે લઈને. એ પરને લઈને તું જણાય છે, ને પરને તું જાણે છે એમ નથી. ભારે આકરું કામ!...
(પેઈજ નં. ૧૦૭) [ ] એ ચીજ પોતાની સત્તા છોડીને, તારા જ્ઞાન સ્વરૂપી આત્માની સત્તામાં એ આવતી
નથી. અને તારો ભગવાન આત્મા પોતાની જ્ઞાન સત્તા છોડીને પરમાં પ્રવેશ કરતો નથી. આહા ! આકરું કામ ! શું કહે છે? જ્ઞાન કાંઈ તેમને સ્પર્શતું નથી, તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. બન્ને જ્ઞાનમાં જણાય પણ (જ્ઞાન) તેને સ્પર્શતું નથી. જણાય છે તે ચીજ જ્ઞાનને સ્પર્શતી નથી. આહા. હા! આ શબ્દ જ્ઞાનમાં જણાય છે એ શબ્દ નથી જણાતા. શબ્દ સંબંધીનું પોતાનું જ્ઞાન છે એ આંહી જણાય છે. એ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વ અને પરને જાણવાનો પોતાનો સ્વતઃ સ્વતંત્ર સ્વભાવ છે- એથી પોતે સ્વપરને જાણે છે. પરને અર્થાત્ આ શબ્દોને જાણે છે-એમ છે નહીં. શબ્દો તો શેય છે, જ્ઞાનમાં જણાવા લાયક છે અને આત્મા જાણનાર છે.—એ જાણનારમાં શેયનો પ્રવેશ નથી. શ્રોતા-છદ્મસ્થને જ્ઞાન અડ્યા વગર કેવી રીતે થાય? ઉત્તરઃ- પરને અડ્યા વિના જ જાણે છે, તે પોતાના સ્વચ્છતાના સ્વભાવને લઈને (જાણે છે). જ્ઞાનનો અપર પ્રકાશક સ્વતઃ પરની અપેક્ષા વિના, નિરપેક્ષપણે જાણવાનો સ્વભાવ છે.
(પેઈજ નં. ૧૦૮) [ ] કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતુ નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતા નથી. આમ હોવા છતાં,
જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને જ્ઞાનમાં તે તે સમયે જે જાણવાની યોગ્યતા હોય તે તે પદાર્થ જણાય. એ પદાર્થ જણાય એમ કહેવું વ્યવહાર છે. એ સંબંધીનું
પોતાના જ્ઞાનનું જાણવું થાય તેનું નામ નિશ્ચય છે. (પેઈજ નં. ૧૧૩) [8 ] શ્રોતા:- જ્ઞાનનો સ્વાર પ્રકાશક સ્વભાવ નિશ્ચય છે કે વ્યવહાર?
ઉત્તર- સ્વપર પ્રકાશક સ્વભાવ નિશ્ચય છે. પરંતુ પરને જાણવું એ નહીં. સ્વપર પ્રકાશક એ સ્વ પોતે છે. પરપ્રકાશક છે માટે પર છે એમ નહીં. એ ૪૭ શક્તિમાં આવી
ગયું.
| સર્વજ્ઞ, સર્વને જાણે માટે સર્વજ્ઞ છે? તો કહેના, એ આત્મજ્ઞ છે. સર્વજ્ઞપણું તે આત્મપણું છે.
આહા... હા! સર્વજ્ઞ, એક સમયમાં ત્રણ કાળ-ત્રણલોકને જાણે માટે એ સર્વજ્ઞ છે? કે ના, એ તો આત્મજ્ઞ જ છે. આહા.... હા ! એ જ્ઞાનમાં સ્વાર પ્રકાશક પોતાના સામર્થ્યથી પોતાને પોતા વડે પોતે જણાય છે.
(પેઈજ નં. ૧૨૦) [ ] આહા! પૃથ્વી ચાંદનીની જરાપણ થતી નથી તેમ જ્ઞાન શેયને જાણે છે પરંતુ જોય જ્ઞાનનું
જરાપણ થતું નથી. આહા... હા! આત્માનો જ્ઞાન સ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં શેય સ્વયમેવ ઝળકે છે. ઝળકે છે એ એની અપેક્ષાએ સમજાવ્યું છે.-એ તો પોતાની સ્વચ્છતાનો સ્વભાવ છે.
એ તો જ્ઞાન પોતે પોતારૂપે પરિણમે છે એમાં એ શેયનું જ્ઞાન પણ પોતે