________________
૩૧૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] રંગને દેખતાં દેખનાર દેખનારમાં રહીને દેખે છે-એમ કહેવું એ પણ વ્યવહાર છે.
પોતે પોતાને દેખે છે- એય વ્યવહાર છે. એમાં ય જરી ભેદ છે. પોતે પોતાને દેખે છે એ પણ સ્વસ્વામી અંશ વ્યવહાર એટલે સદ્ભુત વ્યવહાર છે..
(પેઈજ નં. ૪૨) [ ] આહાહા ! વસ્તુ જે અંદર છે એ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર (સ્વરૂપ છે). ચારિત્ર એટલે?
પરના ત્યાગના અભાવ સ્વભાવ સ્વરૂપ છે એ તો એની પોતાની “અભાવ' શક્તિ છે. અભાવ નામની એ શક્તિ છે તે પર અને રાગાદિના અભાવરૂપે એ પોતે છે. એ “છે' એટલે એમાં પરનો અભાવ થયો-એ તો નિમિત્તમાત્ર કહેવામાં આવે છે. ભારે ઝીણી વાતું છે ભાઈ ! જૈન ધર્મ બહુ સૂક્ષ્મ છે! જેમ જાણવામાં એ ચીજ જણાય છે એથી એ ચીજને જાણવામાં નિમિત્ત કહેવાય, અને જાણનાર એને જાણે છે એથી જાણનારને નિમિત્ત કહેવાય. (પરંતુ) એક બીજા, એક બીજાને અડતા નથી. એક બીજા એકબીજાને નિશ્ચયથી તો જાણતા નથી. આહા... હે! પરને જાણતા નથી,
પરને દેખતા નથી, પરને શ્રદ્ધતા નથી, પરને છોડતા નથી.... (પેઈજ નં. ૮૫) [ ગ ] શ્રોતા-પરને કોણ જાણે છે?
ઉત્તર- જાણે આત્મા પોતાને, આત્મા પરને જાણતો જ નથી. પોતાને જાણતાં
સ્વપર જાણવાની તાકાત પોતાની પોતામાં છે. લોકાલોક જાણવાની તાકાત લોકાલોક વિના પોતાની જ છે. લોકાલોકની અસ્તિ છે માટે તેને જાણવાની અહીં (આત્મામાં) શક્તિ છે એમ નથી..........
(પેઈજ નં. ૯૨ ) [ s ] આહાહા ! પરદ્રવ્યનો કાંઈ કર્તા, દયા પાળ પરની, પરની હિંસા કરે એવું તો એનામાં
છે જ નહીં. કર્તાપણું તો એ ચીજમાં નથી. પણ, પરને જાણવું એવો જે સંબંધ “શેયજ્ઞાયક” તે પણ કહી શકાતો નથી. માટે “જાણનાર” તો પોતાનો સ્વભાવ છે, પોતાના સ્વભાવમાં રૂપરમાં રહીને પોતાને જાણે છે” એ તો પરને અડયાય નથી. એને તો જાણનાર જણાય છે.
(પેઈજ નં. ૯૩) [ ] જાણનાર, દેખનાર, શ્રદ્ધનાર અને ત્યાગ કરનાર એ ચારેય બોલ (આત્માને)
લાગુ પડતાં નથી. કારણકે પરદ્રવ્યને અને આત્માને નિશ્ચયથી કાંઈ પણ સંબંધ નથી. ખરેખર પરદ્રવ્ય અને આત્માને કોઈ જાતનો કાંઈ સંબંધ નથી. “એ શેયજ્ઞાયક સંબંધ પણ વ્યવહાર છે. બાકી તો પોતે જ શેય-જ્ઞાયક છે'!
(પેઈજ નં. ૯૩-૯૪) [ ૯ ] સિદ્ધ ભગવાન જોઈ-જાણી રહ્યાં છે. જૈનધરમના વાડામાં ગમે તે વિરોધ થાય કે ગમે
તે થાય છે અને વિકલ્પ ? ( શ્રોતા:-) અમને તો બધુંય જણાય છે ( ઉત્તર-) એનો અર્થ એ થયો કે આત્માનો સ્વભાવ જ એ છે. પોતે જાણવું દેખવું પોતાને બસ ! એ સ્વભાવ છે. પરને જાણવું દેખવું તો નહીં, અને પરનું કરવું તે તો બિલકુલ નહીં.
(પેઈજ નં. ૯૭)