________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૦૯
પ્રવચન રત્નો ભાગ-૨
[ ] આહા.. હા ! ( એ ) ૫૨ને જાણે છે એમેય નથી, ૫૨ને જાણવા માટે (જ્ઞાનની ) પર્યાય ૫૨માં જાય છે-એમેય નથી. આહા.. હા ! એ તો પોતાની પર્યાયનો સ્વભાવ સ્વ૫૨ પ્રકાશક ૫ોતાની પર્યાયથી જ એ વસ્તુ છે. જો એ પર્યાય નથી તો વસ્તુ નથી. કેમ કે કાર્ય પર્યાયમાં થાય છે અને એ જો ૫૨થી થાય અને ૫૨ને ક૨વા જાય તો પોતાનું કાર્ય રહેતું નથી અને ૫૨નું કાર્ય ક૨વા જાય તો એનું કાર્ય ૨હેતું નથીઆવું છે. સિદ્ધાંત તો આ બહુ અલૌકિક મૂક્યો -“ જેનું જે છે તે તે જ છે.
(પેઈજ નં.-૨૭)
[ ] સિદ્ધાંત ‘જેનું જે હોય તે... તે જ હોય. ' તે તે જ હોય, તે બીજું નહીં. ૫૨ને જાણવા કાળે, જ્ઞાન જ્ઞાનનું છે અર્થાત્ જ્ઞાન આત્માનું છે; ૫૨નું નહીં જ્ઞેયનું નહીં. ( આત્મા ) ૫૨ના કરવાપણે તો નહીં, આત્મા હાથ-પગ હલાવે કે મોઢેથી બોલે કે એ તો ત્રણકાળમાં છે નહીં, પરંતુ એ એને જાણે છે એ ટાણે (સમયે ) પણ પોતે પોતાના જાણવાના અસ્તિત્વમાં ૨હીને, ૫૨માં પ્રવેશ કર્યા વિના, ૫૨ અને સ્વ વચ્ચે અત્યંત અભાવ રાખીને, પોતાની સ્વપર પ્રકાશક પર્યાય પોતાથી થાય છે તેથી તે ( જ્ઞાન ) તે આત્મા છે.... (પેઈજ નં. ૨૭-૨૮) [] કર્તાબુદ્ધિથી કરવું એ તો મિત્થયાત્વ છે, પણ તેને જાણવું એય વ્યવહા૨ છે; નિશ્ચય નહીં. ૫૨ને જાણવામાં - એમાં એ ભળતો નથી. ભિન્ન રહીને એને જાણે છે એટલે નિશ્ચયથી તો એ જાણતો નથી. નિશ્ચયથી પોતાને જાણે છે. હવે પોતાને જાણે છે ઈ જાણનાર જાણનારને જાણે છે-આવો જે ભેદ એ પણ વ્યવહા૨ છે, ‘જ્ઞાયક જ છે’ એ તો છે એ છે. શબ્દ આવી ગયો છે ને ! ‘જેનું જે હોય તે તે જ હોય’– એમાં મોટો સિદ્ધાંત છે. (પેઈજ નં. ૩૩-૩૪)
,,
[ ] આત્મા લોકાલોકને જાણે એ પોતાની પર્યાય છે. લોકાલોકને લઈને લોકાલોકની નહીં. લોકાલોક છે માટે ૫૨ને જાણવાની એ પર્યાય થઈ છે એમ નથી. લોકાલોક છે તો લોકાલોક એના ઘરે ( એનામાં ) રહ્યાં. ભગવાન જાણનાર છે તે જાણના૨માં ૨હ્યો. એ જાણનાર લોકાલોકમાં ક્યાં ગ્યો છે અને લોકાલોકનું જ્ઞાન અહીં ક્યાં થયું છે ? એ તો એનું પોતાનું જ્ઞાન એને થયું છે. “જે જેનું હોય તે તે જ હોય ” આ મહાસિદ્ધાંત. (પેઈજ નં. ૩૬) [] એમ આ જ્ઞાન પણ ૫૨ને જાણવા કાળે, ૫૨ને લઈને થાય તો જ્ઞાન જે છે તેનો ઉચ્છેદ થઈજાય. આહા... હા ! ‘પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણકે એક દ્રવ્યનો અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ જવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. ક્યાં કર્યો છે? સમયસાર ૧૦૩ ગાથામાં, ( આચાર્યદેવ કહે છે– ) પહેલેથી જ નિષેધ કરતા આવીએ છીએ.
(પેઈજ નં. ૩૮ )