________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૩૦૭
છે, તેમ જીવની પર્યાયમાં વિભાવો જણાવા છતાં જીવ તે જ વખતે સ્વભાવે નિર્મળ છે, નિર્લેપ છે. ‘આ બધા જે શુભાશુભ વિભાવો જણાય છે તે જ્ઞેયો છે. હું તો તદ્ન છૂટો જ્ઞાયક છું' એમ ઓળખે-પરિણમન કરે તો પર્યાયમાં પ્રગટ નિર્લેપતા થાય છે... (બોલ નં-૫૧૦) [] રાગ હોવા છતાં જ્ઞાનની પર્યાય રાગની સન્મુખતાથી ખસીને અંદર શાયક સન્મુખ ઢળે એટલે બસ ! પર્યાયે ત્રિકાળીનો સ્વીકાર કર્યો. પહેલાં પર્યાય પર્યાયનો સ્વીકાર કરતી હતી ત્યાં સુધી મિથ્યાર્દષ્ટિ હતો ને પર્યાયે દ્રવ્યનો સ્વીકાર કર્યો એટલે સમ્યગ્દષ્ટિ થયો. આ તો અંદરથી આવેલી વસ્તુ છે. દુનિયા ગમે તેમ કહે પણ વસ્તુ છે તે ફરે તેમ નથી. વસ્તુ તો વસ્તુરૂપે જ રહેશે. (બોલ નં-૫૬૮)
[ ] આહાહા ! જાતિસ્મરણજ્ઞાનમાં સામાનો પૂર્વદેહ જણાતો નથી, આત્મા જણાતો નથી, છતાં, નિર્ણય કરી લ્યે કે આ આત્મા જ સંબંધમાં હતો ! આટલી તો જાતિસ્મ૨ણની તાકાત! તો કેવળજ્ઞાનની કેટલી તાકાત હોય!! મતિજ્ઞાનની પર્યાય પણ આટલું નિરાલંબનપણે કામ કરે તો કેવળજ્ઞાનના નિરાલંબનપણાની શું વાત !!
( બોલ નં-૬૦૦)
[ ] તું પરમાત્માસ્વરૂપ છો માટે જાણવા-દેખવાનું જ તારું સ્વરૂપ છે. સર્વજ્ઞસર્વદર્શી સ્વભાવવાળો છો, પણ તેને ન જોતાં રાગને જાણવામાં અટકયો છો તેથી સર્વને જાણના૨ એવા તને જાણતો નથી. રાગમાં રોકાયો છો–બંધમાં અટકયો છો, માટે સર્વને સર્વપ્રકારે જાણનાર એવા પોતાને જાણતો નથી. સર્વને જાણતો નથી એમ નથી કહ્યું પરંતુ સર્વને જાણનાર એવા પોતાને જાણતો નથી તેમ કહ્યું છે. (બોલ નં-૬૮૫ ) [] આત્માધીન સુખ કેમ પ્રગટે ? –કે આત્માને જાણવાથી પ્રગટે. પોતાને જાણવાનું છોડીને બહા૨ના જાણપણામાં જાય છે ત્યાં દાહ થાય છે. પ્રભુ ! તને જાણવાથી સુખ થશે, ૫૨ને જાણવાથી દુ:ખ થશે. જેનું જ્ઞાન છે તેને જાણવાથી સુખ થશે. તારા જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વ-૫૨પ્રકાશક છે તેથી તારી પર્યાયમાં આત્મા ત્રિકાળી ભગવાન વસ્તુ જણાય છે, પણ ત્યાં જોતો નથી ને ૫૨શેય જણાય છે એમ જોવે છે માટે પર્યાયના ધર્મથી વિપરીત તે જાણ્યું એટલે તને આત્મા જણાતો નથી. (બોલ નં-૬૮૬)
[ ] સ્વભાવનું સામર્થ્ય તને નજ૨માં આવ્યું નથી ને દરિદ્રપણું તને નજ૨માં આવ્યું છે. શાસ્ત્રનું ગમે તેટલું જાણપણું ક૨વાથી પણ આત્માનું સુખ નહીં થાય. આત્મા કોણ છે તે જાણવાથી તને સુખ થશે, કારણકે તેમાં સુખ છે. ૫૨માં સુખ નથી તેથી ૫૨ને જાણવાથી દુઃખ થશે, રાગથી તો દુઃખ થશે પણ ૫૨ના જાણવાથી પણ દુઃખ થશે. કેમ કે ૫૨પ્રકાશક જ્ઞાન કયારે સાચું થયું કહેવાય ? –કે સ્વપ્રકાશક જ્ઞાન પ્રગટે ત્યારે. સ્વપ્રકાશક વિનાના એકલા ૫૨પ્રકાશક જ્ઞાનથી દુઃખ થશે. રાગ તો બંધનું કા૨ણ છે પણ ધર્મી ૫૨પ્રકાશક જ્ઞાનને પણ મોક્ષમાર્ગ માનતા નથી. ( બોલ નં-૬૮૭)